સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

બ્રાઝિલમાં સ્કૂલે જતા ૧૦થી ૧૩ વર્ષના ૧૭ ટકા બાળકો હિંસામાં સંડોવાયેલા હોય છે. તેઓ કાં તો હિંસાનો શિકાર થયા હોય અથવા હિંસા કરી હોય.—ઑ ઇસ્ટાડૉ ડિ એસ. પાઊલો બ્રાઝિલનું ન્યૂઝપેપર.

હાઈ બ્લડ-પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, પથરી અને લિવરની તકલીફો આજકાલ ૧૨ વર્ષની અંદરના બાળકોમાં જોવા મળે છે. કારણ કે બાળકો કસરત કરતા નથી. વધારે પડતું જંક ફુડ ખાય છે અને વજન વધારે છે.—એબીસી, સ્પેનનું ન્યૂઝપેપર.

બાળઉછેરનો ખર્ચ: સરકારી અંદાજ પ્રમાણે અમેરિકામાં મધ્યમ વર્ગના કુટુંબમાં, ૨૦૦૮માં જન્મેલા બાળકને ૧૮ વર્ષ સુધી ઉછેરવાનો ખર્ચ “લગભગ ૨,૨૧,૧૯૦ ડૉલર (મોંઘવારી વધે તો, ૨,૯૧,૫૭૦ ડૉલર)” થાય છે.—યૂનાઇટેડ સ્ટેટ્‌સ ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રિકલ્ચર, યુ.એસ.એ.

લો, માબાપ રમવાનું ભૂલી ગયા!

હાલના એક સર્વે પ્રમાણે બ્રિટનના પાંચમાં ભાગના માબાપ દાવો કરે છે કે તેઓ “બાળકો સાથે રમવાનું ભૂલી ગયા છે.” ત્રીજા ભાગના કબૂલે છે કે તેઓને બાળકો સાથે રમવાનો કંટાળો આવે છે. તેમ જ, તેઓ પાસે રમવાનો સમય નથી અથવા તો ખબર નથી કે શું રમવું. તાન્યા બેરોન નામની એક ક્લિનિકલ સાઇકૉલૉજિસ્ટ કહે છે, “બાળકો સાથે રમવામાં પૂરો આનંદ માણવા માટે આ ચાર બાબતો જરૂરી છે: ભણતર, પ્રેરણા, સંગત અને વાતચીત વ્યવહાર.” ત્રણમાંથી એક માબાપને બાળક સાથે કૉમ્પ્યુટર ગેમ રમવી ગમે છે, પણ મોટા ભાગે યુવાન બાળકોને એકલા રહીને રમવું ગમે છે. ૫ થી ૧૫ વર્ષના બાળકોને માબાપ સાથે ઘરની બહાર રમવું ગમે છે. તેમ જ બોર્ડ ગેમ્સ રમવી ગમે છે. જેમ કે, કેરમ બોર્ડ.

ઊંઘતા પહેલાં વાર્તા

ઘણા પિતાઓ કામમાં વ્યસ્ત હોવાથી બાળકોને સૂતા પહેલા વાર્તા કહી શકતા નથી. એટલે હવે એવા પિતાઓ માટે ઇન્ટરનેટ મદદે ચઢ્યું છે. સીડનીના ડેઈલી ટેલિગ્રાફ પ્રમાણે: “એક પ્રકારનું હાય-ટેક સોફ્ટવેર છે, જે પિતાનો અવાજ રેકોર્ડ કરી લે છે. પછી એમાં સંગીત અને સાઉન્ડ ઇફેક્ટ ઉમેરીને, એ ફાઈલ બાળકને ઈ-મેઇલ કરવામાં આવે છે.” સંબંધો વિષેના નિષ્ણાતોને આ વાત જરાય ગળે ઊતરતી નથી. રિચર્ડ ફ્લેચર ઑસ્ટ્રેલિયામાં એક કુટુંબ સંશોધન કાર્યક્રમ ચલાવે છે. ત્યાંની ન્યૂ કાસલ યુનિવર્સિટીમાં તે ડૉક્ટર છે. તેમનું કહેવું છે: “બાળકો સાથે બેસીને વાર્તા વાંચવાથી તેઓ સાથેનો સંબંધ ગાઢ બને છે.” તે આગળ કહે છે કે, એ માટે પિતાએ બાળકો સાથે વાત કરવી, વહાલ કરવો અને ગમ્મત કરવી. આમ, ઈ-મેઇલથી મોકલવાને બદલે બાળકને રૂબરૂમાં વાંચી સંભળાવેલી વાર્તા વધારે અસરકારક છે. (g11-E 10)