સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઇન્ટરનેટ પર થતી છેતરપિંડીથી બચો

ઇન્ટરનેટ પર થતી છેતરપિંડીથી બચો

ઇન્ટરનેટ પર થતી છેતરપિંડીથી બચો

વિલિયમ પોતે નિવૃત્ત શિક્ષક છે. અમેરિકામાં આવેલા ફ્લોરિડા શહેરમાં તે રહે છે. તેમને એક દિવસ ઈમેઈલ મળ્યો કે ‘તમારા બીલ વિષેની બધી માહિતી ખોવાઈ ગઈ છે.’ તેમને થયું કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર પાસેથી આ ઈમેઈલ હશે. એટલે તેમણે એની સાથે આવેલું ફોર્મ ભરીને મોકલી આપ્યું. તેમના ખ્યાલ બહાર એ અંગત માહિતી સીવા નામના ચોરને મળી. તે ન્યૂ યૉર્કમાં આવેલા ક્વીન્ઝ વિસ્તારમાં રહેતો હતો. બીજા જ દિવસે સીવાએ નકલી ડૉક્યુમેન્ટ બનાવવા ઇન્ટરનેટ પર વિલિયમના ક્રૅડિટ કાર્ડથી પ્રિન્ટર ખરીદ્યું. સીવાએ તો આવા ૧,૦૦,૦૦૦ જેટલા ઈમેઈલ મોકલ્યા હતા, જેમાંનો એક વિલિયમને મળ્યો હતો. એ ગુનાની તપાસ કરનારાઓએ કહ્યું કે વિલિયમની જેમ સોએક લોકો છેતરાયા હતા.

ઑસ્ટ્રેલિયામાં આવેલા ક્વીન્ઝલૅન્ડમાં ૫૬ વર્ષની એક મહિલા રહે છે. તે ઓનલાઇન એક પુરુષને મળી અને તેના પ્રેમમાં પડી. તેના મને તે બ્રિટિશ એન્જિનિયર હતો. એ મહિલાએ તેના ખાતામાં ૪૭,૦૦૦ ડૉલર જમા કરાવ્યાં. પછી ખબર પડી કે એ તો નાઇજીરિયાનો ૨૭ વર્ષનો યુવાન હતો, જે તેને છેતરી ગયો. *

દુઃખની વાત છે કે ઇન્ટરનેટ પર છેતરપિંડી કરવી રોજનું થઈ ગયું છે. નેશનલ સાઇબર સીક્યુરીટી અલાયન્સ પ્રમાણે ૨૦૧૦માં ભારતના રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરોએ, ઇન્ટરનેટ પર થતા ગુનાઓમાં ૯૦ ટકાનો વધારો થયો છે એવું જણાવ્યું. અને અમેરિકાની ઇન્ટરનેટ હાલત વિષે ૨૦૧૦માં કન્ઝયુમર રિપોર્ટે આમ કહ્યું: “ઇન્ટરનેટ પર ખતરાઓ દિવસે દિવસે વધી રહ્યા છે. એનાથી ગ્રાહકોને અબજો ડૉલરનું નુકશાન થયું છે. ગયા વર્ષથી વાયરસના હુમલાઓ વધી ગયા છે. અમેરિકામાં ઓનલાઇન ખરીદી કરનારાઓમાંથી ૪૦ ટકાને એની અસર થઈ છે. અમુક લોકોએ આવા અનેક બનાવો વિષે ફરિયાદ કરી છે.” આવા ખતરાઓથી બચવા તમે શું કરી શકો? એની ચર્ચા કરતા પહેલાં ચાલો આપણે જોઈએ કે ઇન્ટરનેટ પર કઈ રીતે ચોરી કરવામાં આવે છે.

ચોરી કરવાની રીતો

ઇન્ટરનેટ પર છેતરપિંડી કરનારાઓ લોકોને ફિશિંગ ઈમેઈલ કરે છે, જે રીતે વિલિયમને મોકલ્યો હતો. જેમ માછલી પકડવા ઇયળ મૂકવામાં આવે છે તેમ આવા ઈમેઈલ તમને બોગસ વેબસાઈટ પર લઈ જાય. તમને એ અસલી વેબસાઈટ જ લાગે. એમાં તમારો પાસવર્ડ, ક્રૅડિટ કાર્ડ નંબર કે બૅન્ક એકાઉન્ટની જે કંઈ માહિતી લખો એ તેઓ જોઈ શકે છે. તેમ જ, લોકોનું ઈમેઈલ એડ્રેસ મેળવવા માટે તેઓ અમુક કૉમ્પ્યુટર પ્રોગ્રામ વાપરે છે.

અમુક ફિશિંગ ઈમેઈલ એવાં હોય છે કે તમે કંઈ ન કર્યું હોય તોય તમારો ડેટા ચોરી શકે. એવા ઈમેઈલ ખોલવાથી સ્પાઇ સૉફ્ટવેર (જાસૂસી કરતો પ્રોગ્રામ) તમારા કૉમ્પ્યુટરમાં આવી શકે. એના દ્વારા તમારી માહિતી, પાસવર્ડ અને પર્સનલ આઇડીની ચોરી થઈ શકે છે. વળી બીજા ઈમેઈલ બોગસ વેબસાઈટ પર લઈ જઈને લોકોને છેતરે છે. એનાથી બચવા તમે શું કરી શકો?

એનાથી બચવા આમ કરો

ઈમેઈલમાં કોઈ અજાણી લીંક હોય તો ચેતવું જોઈએ. એવા ઈમેઈલ ખોલશો તો ટ્રૉઝન હોર્સ અથવા ટ્રૉઝન વાઇરસ છૂપી રીતે તમારા કૉમ્પ્યુટરમાં આવી જશે. કદાચ તમારી બધી અંગત માહિતી ચોરી લેશે. તેમ જ, અશ્લીલ કે પોર્નોગ્રાફીક વેબસાઈટ, મફત સૉફ્ટવેર આપતી હોય એવી સાઈટ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા પણ છેતરપિંડી કરતા લોકો એવા પ્રોગ્રામ ગોઠવે છે, જેથી લોકોની અંગત માહિતી મેળવી શકે. તમે લાખોપતિ બની શકો એવા ઈમેઈલથી પણ લલચાશો નહિ.

કદાચ તમને ઓનલાઇન આવા સંદેશા મળ્યા હશે: “તમારું કૉમ્પ્યુટર ખતરામાં છે! કૉમ્પ્યુટરનું રક્ષણ કરવા અહીં ક્લીક કરો!” અથવા “ફ્રિ સ્ક્રીનસેવર માટે અહીં ક્લીક કરો.” તમે ત્યાં ક્લીક કરશો તો સ્પાઇ સૉફ્ટવેર તમારા કૉમ્પ્યુટરમાં આવી જશે.

કામ શોધવા તમે ઇન્ટરનેટ વાપરતા હોવ તો સાવધાન રહેજો. છેતરપિંડી કરનારાઓ બોગસ વેબસાઈટ દ્વારા જૉબની લાલચ આપીને “રજિસ્ટ્રેશન ફ્રી” અને બૅન્કની માહિતી મેળવે છે.

આજે હેકર્સ એટલા હોશિયાર થઈ ગયા છે કે ઘર બેઠા તેઓ કંપનીઓ કે ગ્રાહકો માટે પૈસા રોકતી બૅન્કના ડેટા ચોરી શકે છે. જાન્યુઆરી ૨૦૦૭માં, અમેરિકાના જબરજસ્ત ચેઈન સ્ટોરના કૉમ્પ્યુટરમાંથી ડેટા હેક કરીને લાખો ગ્રાહકોની માહિતી અને ક્રૅડિટ કાર્ડની વિગતો ચોરાઈ હતી. એવું જ નાઇજીરિયામાં પણ થયું. અમુક બૅન્કના ડેટા હેક કરીને ૧૫ લાખ લોકોની માહિતી ચોરીને એટીએમમાંથી પૈસા કાઢી લીધા. હવે તો ઇન્ટરનેટ પર પણ કાળા બજારનો ધંધો ફૂલ્યોફાલ્યો હોય છે. એમાં હેકર્સ ક્રૅડિટ કાર્ડનો ચોરેલો ડેટા, બોગસ કામદારો અને લોકોની આઇડેન્ટિટી વેચે છે. (g12-E 01)

[ફુટનોટ]

^ ઇન્ટરનેટ પર ડેટિંગ કરવાનો ખતરો રહેલો છે એની સજાગ બનો! ચેતવણી આપે છે. વધુ માહિતી માટે અંગ્રેજી સજાગ બનો! જુઓ: એપ્રિલ ૨૨, ૨૦૦૫, પાન ૧૬-૧૮, અને મે ૨૨, ૨૦૦૫, પાન ૧૨-૧૪.

[પાન ૧૧ પર બોક્સ]

ફિશિંગ ઈમેઈલ: એવો ઈમેઈલ જેને ખોલવાથી બોગસ વેબસાઈટ પર લઈ જાય અને વ્યક્તિનો પાસવર્ડ, ક્રૅડિટ કાર્ડ અથવા બૅન્કની માહિતી ચોરી લે

સ્પાઇ સૉફ્ટવેર: એવો પ્રોગ્રામ જે કૉમ્પ્યુટર પર થતી માહિતીની ચોરી કરે છે

ટ્રૉઝન હોર્સ: એવો પ્રોગ્રામ કે જે કૉમ્પ્યુટરનું રક્ષણ કરતા પ્રોગ્રામને તોડી નાખે છે

[પાન ૧૨, ૧૩ પર બોક્સ/ચિત્રો]

છેતરાશો નહિ

સલામત રહેવા આમ કરો:

૧ ખાતરી કરો કે તમારા કૉમ્પ્યુટરમાં ફાયરવૉલ પ્રોગ્રામ હંમેશાં ઑન હોય. તેમ જ ઑપરેટિંગ સિસ્ટમ, ઍપ્લિકેશન્સ, અને ઍન્ટિ-વાઇરસ સૉફ્ટવેર નિયમિત અપડેટ કરો.

૨ તમારી ફાઇલોનું નિયમિત બૅકઅપ કરો, અને એ સાચવીને રાખો.

૩ સમજદારીથી વર્તો. ઇન્ટરનેટ પરની માહિતી પર આંધળો વિશ્વાસ ન કરો. નીતિવચનો ૧૪:૧૫ કહે છે: “ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે, પણ ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.”

૪ લાલચું ન બનો. (લુક ૧૨:૧૫) વેબસાઈટ પર કોઈ “મફત” ઑફર હોય અથવા કોઈ ચીજવસ્તુ એકદમ સસ્તી હોય તો સાવચેત રહેજો. તમને લલચાવવા એમાં ફિશિંગ વાઇરસ હોઈ શકે.

૫ અજાણી વ્યક્તિનો ઈમેઈલ આવે તો ચેતજો. કોઈ સંદેશા સાથે લિંક હોય અથવા તમારી ખાનગી માહિતી માગે, જેમ કે પાસવર્ડ વેરીફાઈ કરવાનું કહે તો સાવધાન રહેજો.—નીતિવચનો ૧૧:૧૫.

૬ બીજાઓને સહેલાઈથી ખબર પડે એવો પાસવર્ડ રાખશો નહિ. થોડા થોડા સમયે પાસવર્ડ બદલાવતા રહો, અને જુદા જુદા એકાઉન્ટ માટે એક જ પાસવર્ડ વાપરશો નહિ.

૭ ફક્ત ભરોસાપાત્ર અને સિક્યૉર વેબસાઈટને જ તમારો ક્રૅડિટ કાર્ડ નંબર અથવા બૅન્કની માહિતી આપવી.

૮ વેબસાઈટનું એડ્રેસ લખવામાં જરાય ભૂલ કરશો નહિ. ખાસ કરીને ઇન્વેસ્ટમૅન્ટ કરતી બૅંક કે કંપની માટે હોય. એમાં જરાક પણ ભૂલ થશે તો એ બોગસ સાઈટ પર લઈ જશે.

૯ ઇન્ક્રીપ્ટેડ (સલામત) કનેક્શન વાપરો. ખાસ કરીને ખાનગી માહિતી મોકલતા હોય. જેમ કે ક્રૅડિટ કાર્ડની વિગતો. કામ પતાવ્યા પછી વેબસાઈટ પર લોગ ઓફ કરો.

૧૦ ક્રૅડિટ કાર્ડ અને બૅન્કનું સ્ટેટમેન્ટ ધ્યાનથી અવાર-નવાર તપાસો. એમાં કંઈ પણ ગરબડ દેખાય તો તરત જ બૅન્કમાં તપાસ કરો.

૧૧ સિક્યૉર વાઈ-ફાઈનું કનેક્શન ન હોય તો સાવચેત રહેજો. કેમ કે એ તમને બોગસ વેબસાઈટ પર લઈ જઈને તમારી માહિતી ચોરી શકે છે.

૧૨ “પાસવર્ડ યાદ રાખવાનું” પૂછે તો ના કહો. યાદ રાખવાનું કહેશો તો, ટ્રૉઝન પ્રોગ્રામ તમારો પાસવર્ડ ચોરી શકે છે.