સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગુસ્સાને કાબૂમાં રાખીએ

ગુસ્સાને કાબૂમાં રાખીએ

ગુસ્સાને કાબૂમાં રાખીએ

લગભગ ૨,૦૦૦ વર્ષો પહેલાં ગ્રીક ફિલસૂફ ઍરિસ્ટોટલે ‘કેથાર્સિસ’ શબ્દનો ઉપયોગ લાગણીઓના ઉભરાને વહેવડાવી દેવા માટે વાપર્યો. તેમનું માનવું હતું કે મનની લાગણીઓનો ઊભરો કરુણ નાટક જોયા પછી વહી જાય છે. એક વાર ભાવ વહી જાય પછી વ્યક્તિ હળવાશ અનુભવે છે.

૨૦મી સદીની શરૂઆતમાં ઑસ્ટ્રિયાના ન્યુરોલૉજિસ્ટ સિંગમંડ ફ્રોઈડે પણ એવા જ વિચારને પ્રોત્સાહન આપ્યું. તેણે એવો દાવો કર્યો કે જો લોકો ગુસ્સો કે ખોટી લાગણીઓને મનમાં ભરી રાખે, તો સમય જતાં હિસ્ટીરિયા કે વાઈ જેવી માનસિક બીમારીના રૂપમાં એ બહાર નીકળી શકે. તેથી, ફ્રોઈડ એ માન્યતાને વળગી રહ્યા કે ગુસ્સો મનમાં ભરી રાખવાને બદલે, એને બહાર ઠાલવી દેવો જોઈએ.

જે સંશોધકોએ ૭૦ અને ૮૦ના દાયકાઓમાં ‘કેથાર્સિસʼની માન્યતા વિષે સંશોધન કર્યું હતું, એમાં તેઓને ટેકો આપતા સાવ ઓછા કે નહિવત્‌ પુરાવા મળ્યા છે. આ સંશોધનથી મનોવિજ્ઞાની કૅરલ ટેવરિસે લખ્યું: ‘કેથાર્સિસ ફાયદાકારક છે એવી માન્યતાને હવે ગોળી મારી દેવી જોઈએ. હિંસા જોઈને ખોટી લાગણી મનમાંથી બહાર કાઢી નાખવાની માન્યતાને કોઈ પણ સંશોધન ટેકો આપતું નથી.’

બીજા એક મનોવિજ્ઞાની, ગૅરી હૅન્કિન આમ કહ્યું: ‘સંશોધન બતાવે છે કે કેથાર્સિસ પદ્ધતિથી ગુસ્સો ઠાલવવાથી વ્યક્તિને રાહત મળતી નથી, એને બદલે તે વધારે ક્રોધી બને છે.’ ખરું કે મગજના ડૉક્ટરો કદી પણ કેથાર્સિસની માન્યતાને લઈને એકબીજા સાથે સહમત થતા નથી. જોકે, ઘણા લોકોને જ્ઞાનના બીજા એક ખજાનામાંથી બહુ લાભ થયો છે. એ છે બાઇબલ.

“ક્રોધ કરવાનું બંધ કર”

ગુસ્સો કાબૂમાં રાખવા વિષે ઈશ્વરભક્ત દાઊદે બાઇબલમાં સરસ રીતે આમ જણાવ્યું: “ક્રોધ કરવાનું બંધ કર, કોપનો ત્યાગ કર. ખીજવાઈશ નહિ, તેથી કેવળ દુષ્કર્મ જ પરિણમે છે.” (ગીતશાસ્ત્ર ૩૭:૮, IBSI) આપણે એવું કંઈક ખોટું બોલી કે કરી ન બેસીએ, જેના લીધે પાછળથી પસ્તાવું પડે. એવું ન થાય એ માટે પહેલી બાબત છે કે ‘ખિજાવું’ ન જોઈએ. તમે કહેશો કે બોલવું સહેલું છે, પણ કરવું અઘરું. પણ તમે પોતાને કાબૂમાં રાખી શકો છો! ચાલો, આપણે ત્રણ રીતો જોઈએ, જેનાથી તમારો ગુસ્સો કાબૂમાં રાખી શકશો.

ગુસ્સાને ઓછો કરો

ગુસ્સાને ઓછો કરવા માટે ઠંડા અને શાંત પડો. તમારા મગજમાં જે પણ પહેલી બાબત આવે એ બોલવાનું ટાળો. જો તમે વધારે ઉશ્કેરાઈ જતા હો અથવા પોતાનો પિત્તો ગુમાવી બેસતા હો, તો બાઇબલની આ સલાહ લાગુ પાડો: “ઝઘડાની શરૂઆત બંધમાં પડેલી તિરાડ જેવી છે; લડાઈ ફાટી નીકળે તે પહેલાં જ વાત છોડી દો.”—સુભાષિતો (નીતિવચનો) ૧૭:૧૪, સંપૂર્ણ બાઇબલ.

આ સલાહથી જેક નામના ભાઈ પોતાના હિંસક મિજાજ પર કાબૂ મેળવી શક્યા. જેકના પિતા અવારનવાર દારૂના નશામાં ચૂર રહેતા અને ગુસ્સો કરતા. જેક મોટા થતા ગયા તેમ તે પણ આકરા સ્વભાવના બનતા ગયા. તે કહે છે: ‘મને ગુસ્સો આવતો ત્યારે એમ લાગતું કે મારામાં ગુસ્સાની આગ ભડકી રહી છે. હું શબ્દોથી અને મુક્કીઓ મારીને મારો ગુસ્સો કાઢતો.’

પરંતુ, જ્યારથી તે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવા લાગ્યા, ત્યારથી તેમનો સ્વભાવ બદલાવા લાગ્યો. તે સમજી શક્યા કે ઈશ્વરની મદદથી જીવનમાં સુધારો કરી શકશે, ગુસ્સા પર કાબૂ રાખી શકશે અને તે એમ કરી શક્યા! સાથે કામ કરતી એક વ્યક્તિએ જેકને ગુસ્સામાં ગાળો દીધી ત્યારે, તેમને કેવું લાગ્યું એ વિષે તે આમ કહે છે: ‘મને લાગ્યું કે જાણે ગુસ્સો મારા શરીરમાં ભડકે બળી રહ્યો છે. પહેલા તો મને એમ થયું કે હું તેને પકડું અને નીચે ફેંકી દઉં.’

પોતાને શાંત પાડવા જેકને શામાંથી મદદ મળી, એ સમજાવતા તે કહે છે: “મેં પ્રાર્થના કરવાનું વિચાર્યુ. ‘યહોવા, પ્લીઝ મને શાંત પડવા મદદ કરો!’ પછી પહેલી વાર મેં અનુભવ્યું કે શાંતિ જાણે મારા પર ઊતરી આવી હોય. હું ત્યાંથી જતો રહ્યો.” જેકે પોતાનો બાઇબલ અભ્યાસ ચાલું રાખ્યો. તે ઘણો સમય પ્રાર્થનામાં ગાળતા. તેમ જ, કલમો પર મનન કરવા પણ સમય કાઢતા. જેમ કે, નીતિવચનો ૨૬:૨૦ “બળતણ ન હોવાથી અગ્‍નિ હોલવાઈ જાય છે.” અમુક સમય પછી જેક પૂરી રીતે પોતાના ગુસ્સા પર કાબૂ કરતા શીખી ગયા.

શાંત થતાં શીખો

“હૃદયની શાંતિ શરીરનું જીવન છે.” (નીતિવચનો ૧૪:૩૦) બાઇબલનું આ સત્ય લાગુ પાડવાથી વ્યક્તિ પોતાની લાગણીમય, શારીરિક અને ભક્તિને લગતી બાબતોમાં સુધારો કરી શકે છે. ગુસ્સો ઓછો કરવા અમુક સાદી બાબતો શીખો. તણાવ ઉપજાવતી બાબતોમાં રાહત મેળવવા નીચેની અમુક રીતો ઘણી ઉપયોગી પુરવાર થઈ છે:

● ઊંડા શ્વાસ લો, ગુસ્સાને ઓછો કરવાની આ સૌથી સારી અને ઝડપી રીત છે.

● જ્યારે ઊંડા શ્વાસ લો, ત્યારે અમુક શબ્દોનું રટણ કરી શકો. જેમ કે ‘ઠંડો પડ,’ ‘જવા દે,’ અને ‘ધીરજ રાખ.’

● જે કામોમાં તમને મજા આવે એમાં વ્યસ્ત રહો. જેમ કે વાંચવું, સંગીત સાંભળવું, બાગમાં કામ કરવું કે પછી એવી બીજી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લો, જેનાથી તમારું મન હળવું થાય.

● નિયમિત રીતે કસરત કરો અને સારો ખોરાક લો.

તમારી અપેક્ષાઓમાં ફેરબદલ કરો

કદાચ ગુસ્સો ચઢાવતી બાબતો કે વ્યક્તિથી, તમે બધી જ રીતે દૂર નહિ રહી શકો. પણ તમે ચોક્કસ ગુસ્સા કાબૂમાં કરતા શીખી શકશો. એ માટે પોતાના વિચારોમાં ફેરફારો કરવા જરૂરી છે.

મોટા ભાગે ઊંચી અપેક્ષા રાખનારાઓને, ગુસ્સાની મોટી તકલીફ હોય છે. કેમ? કારણ કે તેઓની અપેક્ષા પ્રમાણે કોઈ વ્યક્તિ ન કરે અથવા કોઈ બાબત ન થાય, ત્યારે તેઓ હતાશ થઈ જાય છે અને ગુસ્સો કરે છે. બધું જ પોતાના ધાર્યા પ્રમાણે થાય, એવું વલણ ધરાવનારે આ હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ: “કોઈ ન્યાયી નથી. દુનિયાભરમાં કોઈ કહેતાં કોઈ નિર્દોષ નથી.” (રોમનો ૩:૧૦, ૧૨, IBSI) જો એમ ધારતા હોઈએ કે ખુદથી કે બીજા કોઈથી ભૂલ ન થવી જોઈએ, તો આપણે જરૂર નિરાશ થઈશું.

તેથી, પોતાના કે બીજાઓ માટે મોટી અપેક્ષા ન રાખીએ, એમાં જ ભલાઈ છે. બાઇબલ કહે છે: “આપણે સઘળા ઘણી બાબતોમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે.” (યાકૂબ ૩:૨) ‘સારું જ કરતો હોય અને પાપ કરતો જ ન હોય, એવો એક પણ નેક માણસ પૃથ્વી પર નથી.’ (સભાશિક્ષક ૭:૨૦) એટલે, જો પોતાને સંપૂર્ણ માનીને વર્તીશું તો જીવનમાં જરૂર હતાશ અને ગુસ્સે થઈશું.

આપણામાંથી કોઈ સંપૂર્ણ નથી એટલે, સમયે સમયે બધાને ગુસ્સો આવે છે. પણ પોતાનો ગુસ્સો કેવી રીતે બતાવીશું, એ આપણા હાથમાં છે. પ્રેરિત પાઊલે સાથી ખ્રિસ્તીઓને કહ્યું: “ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો; તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો.” (એફેસી ૪:૨૬) સાચે જ, ગુસ્સાને કાબૂમાં રાખીશું તો પોતાની લાગણીઓ યોગ્ય રીતે વ્યક્ત કરી શકીશું. એવી રીતે જેનાથી કોઈને માઠું ન લાગે. (g12-E 03)

[પાન ૭, ૮ પર બોક્સ/ચિત્રો]

શાંત પડતા શીખો

ઊંડા શ્વાસ લો

જે કામમાં મજા આવતી હોય એ કરો

નિયમિત રીતે કસરત કરો