સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગુસ્સો એક સમસ્યા

ગુસ્સો એક સમસ્યા

ગુસ્સો એક સમસ્યા

એક માણસે રેસ્ટોરન્ટમાં જઈને સૅન્ડવિચ ઑર્ડર કરી. તેને લાગ્યું કે ઑર્ડર આવતા ઘણી વાર થઈ ગઈ, એટલે તે ગુસ્સાથી ભભૂકી ઊઠ્યો. રેસ્ટોરન્ટમાં જઈને તેણે એક વેઇટરને ધમકાવ્યો, તેને કાઉન્ટર સાથે ધક્કો મારીને એક તમાચો ફટકાર્યો. તપી ગયેલો માણસ પછી પોતાની સૅન્ડવિચ લઈને ચાલતી પકડે છે.

આપણે બધા કોઈને કોઈ સમયે ગુસ્સે થઈએ છીએ. પ્રેમ, આશા, ચિંતા, દુઃખ અને ડરની જેમ ગુસ્સો પણ એક લાગણી જ છે. ગુસ્સાને જો કાબૂમાં રાખવામાં આવે અને યોગ્ય રીતે વ્યક્ત કરવામાં આવે તો એ લાભકારક બની શકે. જેમ કે, કોઈ નડતર કે મુશ્કેલી દૂર કરવા વ્યક્તિનો ગુસ્સો તેને જોશ અપાવી શકે.

ઉપરનો કિસ્સો બતાવે છે તેમ, ગુસ્સે થવાથી હાનિ થઈ શકે. અમુક લોકો બીજાઓ કરતાં વહેલા તપી જતા હોય છે. તેઓને ગુસ્સો વારંવાર આવતો હોય છે અને એ બહુ ખરાબ પણ હોય છે. અમુક લોકો જલદીથી ઉશ્કેરાઈ જતા હોય છે. અરે, તેઓ ગમે તેમ બોલવા લાગે અથવા મારપીટ કરવા લાગે. આમ, ગુસ્સો લોકોને મુઠ્ઠીમાં રાખે છે, જ્યારે કે તેઓએ ગુસ્સાને મુઠ્ઠીમાં રાખવો જોઈએ. બેકાબૂ ગુસ્સો ખતરનાક બની શકે. એનાથી વ્યક્તિના વિચારો, લાગણીઓ, વર્તન અને સંબંધોમાં મોટી મુશ્કેલીઓ આવી શકે.

જેઓનો સ્વભાવ તીખો હોય તેઓ પોતાને તો ખરા, બીજાઓને પણ દુઃખી કરે છે. જેઓ સાવ નજીવી વાતમાં ગુસ્સાથી ભડકી ઊઠે છે, તેઓ ખરાબ પરિણામો વહોરી લે છે. આ દાખલા જુઓ:

એક માણસને ગરદનમાં ગોળી મારવામાં આવી હતી. શા માટે? તે દોસ્ત સાથે ચાલતો હતો ત્યારે, તેના એક દોસ્તની બેગ રસ્તે ચાલતા બીજા માણસને ઘસડાઈ હતી.

૧૯ વર્ષના એક યુવાને તેની મંગેતરના ૧૧ મહિનાના બાળકને મારી નાખ્યું. કેમ? તે એક હિંસક વીડિયો ગેમ રમતો હતો ત્યારે, બાળકનો પગ ગેઇમના રિમોટકંટ્રોલને વાગી ગયો. એના લીધે તે ગેમ હારી ગયો અને પોતાનો પિત્તો ગુમાવીને બાળકને એટલું માર્યું કે તે મરી ગયું.

આખી દુનિયામાં આવા ઘણા કિસ્સા સાંભળવા મળે છે, જે બતાવે છે કે લોકો માટે ગુસ્સો કાબૂમાં રાખવો અઘરું બની રહ્યું છે. લોકોનો ગુસ્સો કેમ વધી રહ્યો છે? (g12-E 03)

[પાન ૩ પર બોક્સ]

ગુસ્સો આપણી લાગણીનો એક ભાગ છે. એટલે કોઈ વાર આપણે ગુસ્સે થઈએ, પણ એને કાબૂમાં રાખીએ તો એ ઠીક કહેવાશે. અહીં આપેલા ગુસ્સા વિષેના લેખો જોખમી ગુસ્સા વિષે વાત કરે છે, જે ઈશ્વર સાથેના આપણા સંબંધને અસર કરી શકે. તેમ જ, ખુદની અને બીજાઓની તબિયત પર ખોટી અસર પહોંચાડી શકે અને મનદુઃખ પણ કરી શકે.