સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હાથીની સૂંઢ

હાથીની સૂંઢ

આનો રચનાર કોણ?

હાથીની સૂંઢ

● સંશોધકો એવો રોબૉટિક હાથ બનાવી રહ્યા છે, જે કોઈ પણ રીતે વાળી શકાય અને વધુ સારી રીતે કામ કરી શકે. એવો હાથ બનાવતી કંપનીના એક મૅનેજર જણાવે છે કે આ રોબૉટ ‘હાલમાં જેટલાં પણ મશીન છે, એનાં કરતાં વધારે ચઢિયાતો ગણાશે.’ તેઓને એ બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી? તે જણાવે છે: ‘હાથીની સૂંઢમાંથી.’

જાણવા જેવું: હાથીની સૂંઢનું વજન આશરે ૧૪૦ કિલો હોય છે. એ ‘હાથી પોતાની સૂંઢથી અનેક કામ કરી શકે છે. એટલે એ પૃથ્વી પરનું સૌથી વધારે ઉપયોગી અંગ કહેવાય છે.’ હાથી સૂંઢથી નાકની જેમ શ્વાસ લે છે અને સૂંઘે છે. નળીની જેમ વાપરી પાણી પીવે છે. હાથની જેમ વાપરી ભારે વજન ઊંચકે છે. અરે, એનાથી કાન ફાળી નાંખે એવો અવાજ પણ કરે છે!

એટલું જ નહિ, સૂંઢમાં લગભગ ૪૦,૦૦૦ સ્નાયુઓ હોય છે, જેનાથી એ કોઈ પણ દિશામાં વળી શકે છે. હાથી સૂંઢથી નાનો સિક્કો ઉપાડી શકે છે અને એ જ સૂંઢથી આશરે ૨૭૦ કિલો જેટલું વજન પણ ઉચકી શકે છે!

સંશોધકોને આશા છે કે સૂંઢની રચના અને જે રીતે એ કામ કરે છે એનું અનુકરણ કરીને ઘણા સારા રોબૉટ બનાવી શકાશે, જે ઘરમાં અને કારખાનામાં બહુ ઉપયોગી બનશે. આગળ જણાવેલા કંપનીના મૅનેજર જણાવે છે: ‘આ હાથ એક નવા પ્રકારનો રોબૉટ છે, જે માણસોને કામમાં આવશે. પહેલી વાર એવું બનશે કે કોઈ જોખમ વગર માણસો અને મશીન ભેગા મળીને સારી રીતે કામ કરી શકશે.’

વિચારવા જેવું: શું હાથીની સૂંઢ આપમેળે આવી ગઈ કે એને રચવામાં આવી? (g12-E 04)