આભાર માનવાનું ભૂલશો નહિ!
આભાર માનવાનું ભૂલશો નહિ!
છેલ્લે ક્યારે કોઈકે તમને થેંક્યું લખીને જણાવ્યું? તમે ક્યારે કોઈને થેંક્યું લખીને જણાવ્યું?
કૉમ્પ્યુટરના આ જમાનામાં હાથે લખીને “થેંક્યું” કહેવું તો સાવ ગાયબ જ થઈ ગયું છે. જોકે, કોઈકની મદદની તમે કદર કરો છો એ બતાવવા લખીને “થેંક્યું” કહેવું અસરકારક છે. ચાલો અમુક સૂચનો જોઈએ.
૧. પ્રિન્ટ કરીને “થેંક્યું” કહેવા કરતાં હાથે લખીને આપો.
૨. જેનો આભાર માનવો છે તેનું નામ લખો.
૩. જો તમને કોઈ ગીફ્ટ મળી હોય તો એ વસ્તુનો ઉલ્લેખ કરો. અને પછી જણાવો કે એ તમને કઈ રીતે કામ લાગશે.
૪. અંતે ફરીથી આભાર વ્યક્ત કરો.
આવું લખીને મોકલવાથી વ્યક્તિને ઘણું ગમશે.
તેથી હવે જ્યારે કોઈ તમારી મહેમાનગતિ કરે, કોઈક રીતે મદદ કરે કે ગીફ્ટ આપે તો શું કરશો? તમે એની કદર કરો છો એ બતાવવા “થેંક્યું” લખવાનું ભૂલશો નહિ! (g12-E 07)
[પાન ૨૮, ૨૯ પર બોક્સ/ચિત્રો]
વહાલાં મૅરી આન્ટી, (૨)
તમે આપેલી અલાર્મ ક્લૉક માટે થેંક્યું! (૩) હું ઘણી વાર મોડે સુધી ઊંઘ્યા કરું છું, એટલા માટે એ ખૂબ કામની છે. હવે હું એને રોજ વાપરું છું. ગયા અઠવાડિયે તમને મળીને ખૂબ મઝા આવી. આશા છે કે તમે ઘરે સહીસલામત પહોંચી ગયા હશો. જલદી જ ફરી મળવાની ઇચ્છા છે.
સરસ ગીફ્ટ માટે તમારો ઘણો આભાર! (૪)
તમારો જોન
[ચિત્ર]
(૧)
[પાન ૨૯ પર બોક્સ]
યાદ રાખવા જેવું
● પૈસાની ભેટ મળી હોય તો ક્યારેય રકમનો ઉલ્લેખ કરશો નહિ. દાખલા તરીકે જો તમને અમુક રૂપિયા ભેટમાં મળ્યા હોય તો આમ લખી શકો: “તમે દિલથી આપેલી ભેટ માટે થેંક્યું. હું એનો આમ ઉપયોગ કરીશ . . . ”
● ભેટને લગતી બાબતો અને તમે એની કદર કરો છો એ વિશે લખો. ઉનાળાની રજામાં શું કર્યું કે હૉસ્પિટલની મુલાકાત વખતે શું થયું, વગેરે જેવી બાબતો ન લખો.
● ભેટને લીધે કોઈ તકલીફ થઈ હોય તો એ વિશે ન લખો. દાખલા તરીકે, આવું લખવું સારું ન કહેવાય: “શર્ટ માટે આભાર, પણ એ મને મોટું પડે છે.”
[પાન ૨૯ પર બોક્સ]
બાઇબલ ઉત્તેજન આપે છે કે આભાર માનવો જોઈએ. (લુક ૧૭:૧૧-૧૯) સલાહ પણ આપે છે કે ઈશ્વરને ‘નિયમિત પ્રાર્થના કરો’ અને ‘દરેક સંજોગમાં આભાર માનો.’—૧ થેસ્સાલોનીકી ૫:૧૭, ૧૮.