સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બહુ જલદી બધા જ માટે પૌષ્ટિક ખોરાક!

બહુ જલદી બધા જ માટે પૌષ્ટિક ખોરાક!

બહુ જલદી બધા જ માટે પૌષ્ટિક ખોરાક!

તમે ખાવાનું નીરોગી બનાવવા અમુક પગલાં લઈ શકો. પણ, ઘણી બાબતો તમારા હાથમાં નથી. દાખલા તરીકે, તમે જે ખરીદો છો એમાંની દરેક વસ્તુઓને તપાસી શકતા નથી. કદાચ તમે એવી વસ્તુ ખરીદી હોય જે બીજા દેશમાંથી બનીને આવતી હોય. એના પર કદાચ ધૂળના, માટીના કે પાણીના ઝેરી રસાયણો લાગ્યાં હોય.

વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીઓએ એક રિપોર્ટ બહાર પાડ્યો. એમાં જણાવ્યા પ્રમાણે, ખોરાકને સલામત રાખવાની મુશ્કેલીનો ઉકેલ “કોઈ એક દેશની સરકારોના હાથમાં નથી. દુનિયાભરના દેશોએ મળીને એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો પડશે.” (ફુડબૉર્ન ડિસીઝ કંટ્રોલ: અ ટ્રાન્સનેશનલ ચૅલેન્જ) જોઈ શકાય છે કે ખોરાકને લીધે થતી બીમારીઓ આખી દુનિયા માટે એક કોયડો છે!

તો પછી, બધાને પૌષ્ટિક અને નીરોગી આહાર જલદી જ મળશે એવું ખાતરીથી કેવી રીતે કહી શકીએ? કારણ, ‘આખી પૃથ્વીના પ્રભુ યહોવાનું’ વચન છે કે તે પોતે માણસજાતની આ તકલીફને દૂર કરી દેશે. (યહોશુઆ ૩:૧૩) અમુક લોકો કદાચ કહે કે ખરાબ ખોરાક બતાવે છે કે ઈશ્વર પર ભરોસો કરવા જેવો નથી. પણ જરા વિચાર કરો: જો હૉટલનો વેઇટર સારી વાનગીને કોઈક રીતે બગાડીને તમને આપે, તો શું રસોઈયાનો વાંક કાઢવો વ્યાજબી કહેવાય? કદી નહિ.

એ જ રીતે ઈશ્વર નહિ પણ માણસો પૃથ્વીના ખોરાકના પુરવઠાને બગાડે છે! એ મુશ્કેલી માણસોએ ઊભી કરી છે. ઈશ્વરે વચન આપ્યું છે: ‘જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો તે નાશ કરશે.’—પ્રકટીકરણ ૧૧:૧૮.

આપણને સારું અન્‍ન મળે એવી ઈશ્વરની ઇચ્છા છે એ તેમણે સાબિત કરી આપ્યું છે. તેમણે પૃથ્વી બનાવી છે. એમાં સુંદર લીલોતરી બનાવી છે જે ‘જોવામાં સુંદર અને ખાવામાં સારી છે.’ (ઉત્પત્તિ ૨:૯) પ્રથમ મા-બાપે પોતાના સંતાનોને વારસામાં પાપ અને માંદગી આપ્યાં. છતાં, યહોવા ઈશ્વરે પોતાના લોકોને ખાસ સૂચનો આપ્યાં, જેથી તેઓનો ખોરાક સારો રહે અને શરીરની સંભાળ રાખી શકે.—આ બૉક્સ જુઓ: ‘તંદુરસ્ત રહેવા અપાયેલા નિયમો.’

ઈશ્વર ચાહે છે કે આપણે સારા ભોજનનો આનંદ માણીએ. બાઇબલ બતાવે છે: “ઢોરને માટે તે ઘાસ તથા માણસના ખપને માટે શાકભાજી ઉપજાવે છે; એમ ભૂમિમાંથી તે અન્‍ન નિપજાવે છે. વળી માણસના હૃદયને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મોઢાને તેજસ્વી કરનાર તેલ, અને તેના અંતઃકરણને બળ આપનાર રોટલી તે નિપજાવે છે.” (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪, ૧૫) બાઇબલ એમ પણ બતાવે છે: ‘પૃથ્વી પર હરેક ચાલનાર પ્રાણી તમારે માટે ખોરાક થશે.’—ઉત્પત્તિ ૯:૩.

આપણા ભાવિ વિશે ઈશ્વરે વચન આપ્યું છે: “જે ભૂમિમાં તું તારું બીજ વાવશે, તે પર તે વરસાદ વરસાવશે તથા તે ભૂમિમાં અનાજ ઉત્પન્‍ન કરશે, અને તે પૌષ્ટિક તથા પુષ્કળ થશે; તે દિવસે તારાં ઢોર મોટા બીડમાં ચરશે.” (યશાયા ૩૦:૨૩) આજના ખરાબ સમાચારોના મથાળા જલદી જ પલટાઈ જશે, અને જાહેર થશે: “બધાં જ માટે પૌષ્ટિક ખોરાક!” (g12-E 06)

[પાન ૯ પર બ્લર્બ]

ઉજ્જવળ ભાવિ અને સારાં અન્‍ન-પાણી આપવાનું ઈશ્વરે વચન આપ્યું છે

[પાન ૮ પર બોક્સ]

‘તંદુરસ્ત રહેવા અપાયેલા નિયમો’

આશરે ૩૫૦૦ વર્ષો પહેલાં, ઈશ્વરે મુસા દ્વારા પ્રાચીન ઈસ્રાએલીઓને નિયમ આપ્યો હતો. એ નિયમ પ્રમાણે ચાલવાથી ઈસ્રાએલીઓ ખોરાકને લીધે થતી ઘણી બીમારીઓથી બચી જતા. એમાંના કેટલાક નિયમો નીચે પ્રમાણે છે:

● મરેલા પ્રાણીની લાશને અડેલાં વાસણોને અશુદ્ધ ગણી એનાથી દૂર રહો: “કોઈ પણ કામમાં આવતું હરકોઈ વાસણ હોય, તો તેને પાણીમાં નાખવું, ને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.”—લેવીય ૧૧:૩૧-૩૪.

● જાતે મરી પડેલું પ્રાણી ખાવું નહિ: “તમારે કોઈ પણ પ્રાણીનું મુડદાલ ખાવું નહિ.”—પુનર્નિયમ ૧૪:૨૧.

● વધારાનું ખાવાનું ટૂંક સમયમાં જ ખાઈ લેવું: “તેમાંનું બાકી રહેલું તે બીજે દિવસે ખાય; પણ તે યજ્ઞના માંસમાંનું જે કંઈ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્‍નિમાં બાળી નાખવું.”—લેવીય ૭:૧૬-૧૮.

મુસાના એ નિયમોની આજના દેશોના નિયમો જોડે સરખામણી કરતા ડૉક્ટર એ. રેન્ડલ શોર્ટને નવાઈ થાય છે. તે કહે છે, “તંદુરસ્ત રહેવા અપાયેલાં એ નિયમો તો ખૂબ સારાં અને વાજબી છે.”