સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમારો ખોરાક સલામત છે?

શું તમારો ખોરાક સલામત છે?

શું તમારો ખોરાક સલામત છે?

‘ઈ-કોલીના જીવાણુઓને લીધે જર્મનીમાં એક સ્કૂલ બંધ કરાઈ.’—રોઈટર્સ ન્યૂઝ સર્વિસ, જર્મની.

‘ફણગાવેલાં કઠોળના પેકેટોમાં સાલમોનેલાના જીવાણુઓનો પાંચ રાજ્યો પર કોપ.’—યુએસએ ટુડે.

‘ઈડલીમાં ઈ-કોલીના ઘાતક જીવાણુઓ.’ —ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, પુણે, ભારત.

ઉપર જોઈ ગયા તેમ, દુનિયાભરના સમાચારો બતાવે છે કે ઘણા લોકો ખોરાકથી થતી બીમારીઓથી પીડાય છે. નિષ્ણાતો જણાવે છે કે, વિકસિત દેશોના લગભગ ત્રીસ ટકા લોકો દર વર્ષે આવી બીમારીઓના ભોગ બને છે.

આવા અહેવાલ વાંચીને તમને કેવું લાગે છે? હૉંગકૉંગમાં રહેતા હૉઈ નામના પિતા કહે છે: ‘મને ચિંતા થાય છે અને ગુસ્સો પણ આવે છે! કેમ કે, મારા બે બાળકો છે. તેમનો આહાર કેવો છે, ક્યાંથી આવે છે એની મને ચિંતા છે.’

દર વર્ષે ગરીબ દેશોમાં ખોરાક અને પાણીથી થતી બીમારીઓ લાખો લોકોનો જીવ લે છે. એમાં મોટા ભાગે બાળકો હોય છે. નાઇજીરિયાની રહેવાસી બૉલા નામની બહેન કહે છે: ‘ખાવાની ચીજ વસ્તુઓ બજારમાં ખુલ્લી મૂકવામાં આવે છે. એટલે માખો, ધૂળ-માટી અને વરસાદનું ગંદુ પાણી એના પર પડતું હોય છે. હું જ્યારે ખાવાપીવાથી થતી બીમારીઓ વિશે વાંચું કે સાંભળું, ત્યારે મને બીક લાગે છે. હું મારા કુટુંબને એનાથી બચાવવા ચાહું છું.’

શું તમારા કુટુંબને આવા જોખમથી બચાવવું શક્ય છે? ધ કૅનેડિયન ફુડ ઇન્સ્પેક્શન એજન્સી જણાવે છે: “દુકાનદારો જ્યારે ખરાબ સામગ્રી વેચે, ત્યારે એ વાત બધા સમાચારોમાં તરત આવી જાય છે. એ યોગ્ય પણ છે. જોકે, બીમારી ફેલાવતો ખોરાક ફક્ત દુકાનોમાં નહિ આપણાં રસોડામાં પણ હોય શકે. તેમ જ, આપણે રાંધતી વખતે શું કરીએ છીએ અથવા શું નથી કરતા એના પર આધાર રાખે છે.”

કુટુંબને બીમારીથી બચાવવા તમે શું કરી શકો? એ માટે ચાલો આપણે ચાર રીતો જોઈએ. (g12-E 06)

[પાન ૩ પર બોક્સ]

સૌથી વધારે જોખમ કોને છે?

અમુક લોકોને ખોરાકથી થતી બીમારીનું જોખમ સૌથી વધારે હોય છે. જેમ કે,

● પાંચ વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો

● સગર્ભા સ્ત્રીઓ

● સિત્તેર વર્ષ કરતાં વધુ ઉંમરના

● રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય

ઉપર જણાવેલ બાબતોમાં શું તમારો કે પ્રિયજનનો સમાવેશ થાય છે? એમ હોય તો, રાંધવામાં, પીરસવામાં અને ખાવામાં ખાસ સાવચેત રહેવાની જરૂર છે.

[ક્રેડીટ લાઈન]

Source: New South Wales Food Authority, Australia.