સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૨. સાધન-સામગ્રી ચોખ્ખી રાખો

૨. સાધન-સામગ્રી ચોખ્ખી રાખો

૨. સાધન-સામગ્રી ચોખ્ખી રાખો

દર્દીને ચેપ ન લાગે માટે ડૉક્ટર પોતાના હાથ ધુએ છે, બધા સાધનો અને ઑપરેશન રૂમ વગેરે ચોખ્ખા રાખે છે. એ જ રીતે તમે પણ ચોખ્ખા હોવા જોઈએ. રસોડું અને ખાવાની સામગ્રી પણ ચોખ્ખાં રાખીને તમારા કુટુંબને રોગથી બચાવી શકો છો.

હાથ ધુઓ.

કૅનેડાની ધ પબ્લિક હેલ્થ એજન્સી જણાવે છે: “શરદી-ખાંસી અને તાવ જેવી બીમારીઓમાં એંસી ટકા ચેપ હાથ ન ધોવાને લીધે લાગે છે.” એટલે રાંધતાં અને ખાતાં પહેલા સાબુથી હાથ ધોવા જોઈએ. ટોઇલેટ જઈ આવ્યાં બાદ પણ એમ કરવું જોઈએ.

રસોડું ચોખ્ખું રાખો.

એક સર્વે જણાવે છે કે લોકો ઘરમાં બાથરૂમને સૌથી ચોખ્ખું રાખે છે. પણ, “બીમારી ફેલાવતાં જીવાણુઓ મોટા ભાગે રસોડામાં વાસણ ઘસવાના કૂચા કે લૂછવાના કપડાં પર મળી આવ્યાં.”

તેથી એ કૂચા અને કપડાં અવારનવાર બદલી નાખવા જોઈએ. તેમ જ, રસોડું જંતુનાશક દવા અથવા સાબુવાળા ગરમ પાણીથી ચોખ્ખું કરવું જોઈએ. જોકે, એમ કરવું મહેનત માંગી લે છે. બૉલા નામની બહેન એવાં ઘરમાં રહે છે જ્યાં પાણી બહારથી ભરી લાવવું પડે છે. તે જણાવે છે કે, “એ એક મોટી મુશ્કેલી છે. પણ અમે ક્યારેય સાબુ અને પાણી વાપરવામાં કંજૂસાઈ કરતા નથી. રસોડું અને ઘર ચોખ્ખું રાખવા અમે પૂરતું પાણી ભરી રાખીએ છીએ.”

રાંધવાની સામગ્રી ધોઈને વાપરો.

ખાવાની સામગ્રી તમે ખરીદો એ પહેલા એ ગંદા પાણીથી, જાનવરોના અડકવાથી કે બીજી બાબતોથી ગંદી થયેલી હોય શકે. એટલે તમે શાક કે ફળની છાલ કાઢી નાખવાના હો તોપણ એને પાણીથી બરાબર ધોવા જોઈએ, જેથી જીવાણુઓ નીકળી જાય. એમ કરવામાં સમય તો લાગે. બ્રાઝિલમાં રહેતી ડીઆન નામની માતાનું કહેવું છે: “હું સાલડમાં વપરાતી બધી સામગ્રી સારી રીતે ધોઈને બનાવું છું, ક્યારેય ઉતાવળ કરતી નથી.”

કાચું માંસ જુદું રાખો.

ખોરાકને જીવાણુઓથી દૂર રાખવા કાચા માંસ-મચ્છી બાંધીને બીજી સામગ્રીથી જુદાં મૂકો. માંસ-મચ્છી કાપતાં પહેલાં અને પછી છરી-પાટિયું, સાબુ તેમ જ ગરમ પાણીથી બરાબર ધુઓ. બને તો એ કાપવા જુદી છરી અને પાટિયું રાખો.

ઉપર પ્રમાણે, તમારી સાધન-સામગ્રી ચોખ્ખી કરી તમે રાંધવા તૈયાર છો. હવે, રાંધતી વખતે તમે શું કરશો? (g12-E 06)

[પાન ૫ પર બોક્સ]

બાળકોને શીખવો: “અમે અમારા બાળકોને શીખવીએ છીએ કે જમતાં પહેલાં હાથ ધોવા જોઈએ. નીચે પડેલી વસ્તુઓ ફેંકી દેવી કે પછી ધોઈને ખાવી.”—હૉઈ, હૉંગકૉંગ