સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૩. ખોરાક રાંધવામાં અને ભરી રાખવામાં ધ્યાન રાખો

૩. ખોરાક રાંધવામાં અને ભરી રાખવામાં ધ્યાન રાખો

૩. ખોરાક રાંધવામાં અને ભરી રાખવામાં ધ્યાન રાખો

પ્રાચીન ઈસ્રાએલમાં એક રસોઇયાએ જંગલી કોળું રાંધ્યું જે ‘તેઓ ઓળખતા ન હતા.’ તેણે શાકમાં એવી સામગ્રી મેળવી જે તે જાણતો નહોતો. પરિણામે, ખાનારાઓને શંકા થઈ કે એમાં કાંઈક ઝેરી છે. તેઓ બોલી ઊઠ્યા: “તપેલામાં તો મોત છે.”—૨ રાજાઓ ૪:૩૮-૪૧.

ઉપરનો દાખલો બતાવે છે કે, રાંધતી વખતે સાવચેત નહિ હોઈએ તો ખાવાનું નુકસાનકારક બની શકે. અરે, જીવલેણ પણ નીવડી શકે. એ માટે ખોરાકથી થતી બીમારીઓ ટાળવા, રાંધવામાં અને વધારાનો ખોરાક ભરી રાખવામાં સાવચેત રહો. નીચે આપેલી ચાર બાબતો તમે કરી શકો:

ફ્રીઝરમાં રાખેલા માંસ-મચ્છીને સામાન્ય તાપમાનમાં ઓગાળશો નહિ.

યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ ઍગ્રિકલ્ચર જણાવે છે: “ભલે માંસ અંદરથી ઠરેલું લાગે પણ બહારથી ઘણી હદે ઓગળી ગયું હોય છે અને એનું તાપમાન વધારે હોય શકે. જો એ ૪ થી ૬૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય, તો એવાં તાપમાનમાં જીવાણુઓ ખૂબ ઝડપથી વધે છે.” તેથી એને માઇક્રોવેવ અથવા ફ્રીઝમાં ઓગાળો. અથવા ઠંડા પાણીમાં ઓગાળી શકો પણ માંસમાં પાણી ન જાય એનું ધ્યાન રાખો.

કાચું ન રહે તેમ રાંધો.

વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે: “કાચું ન રહે એ રીતે રાંધવાથી લગભગ બધાં જ જીવાણુઓ નાશ પામે છે.” તેથી, રાંધતી વખતે ખાસ કરીને સૂપ અને રસાદાર શાક સારી રીતે ચઢી ગયાં છે એની ખાતરી કરો. *

રાંધેલું તરત પીરસો.

રાંધેલું ખાવાનું ઘરનાં સામાન્ય તાપમાનમાં વધારે વાર સુધી પડ્યું રહે તો એ બગડી શકે છે. તેથી એને જલદી જ ખાઈ લેવું જોઈએ. ઠંડુ ખાવાનું ઠંડુ અને ગરમ ખાવાનું ગરમ રહે એનો ખ્યાલ રાખવો જોઈએ. રાંધ્યા પછી ધીમા તાપે ગેસ પર રાખી શકો. જો તમે અવન વાપરતાં હો, તો એને ૯૩ ડિગ્રી સેલ્સિયસ પર રાખો જેથી ખાવાનું ગરમ રહે.

ખાવાનું વધે તો શું કરશો?

પોલૅન્ડમાં રહેતી અનીતા એક માતા છે. રાંધ્યા પછી, મોટા ભાગે તેનું કુટુંબ તરત જ જમી લે છે. તે કહે છે: “ખાવાનું બનાવ્યા પછી વધારાનો ખોરાક હું તરત જ નાના નાના ડબ્બામાં કાઢીને ફ્રીઝરમાં મૂકી દઉં છું. આમ, જરૂર પડે ત્યારે બહાર કાઢ્યા પછી એને ગરમ કરવું સહેલું પડે છે.” જો તમે ખાવાનું ફ્રીઝમાં મૂકતાં હો, તો એને ત્રણ-ચાર દિવસમાં ખઈ જાઓ.

હૉટલમાં જમવા ગયા હોય તો શું? ત્યાં તો તમે રાંધવાના નથી. તમે કઈ બાબત ધ્યાનમાં રાખી શકો? (g12-E 06)

[ફુટનોટ]

^ અમુક માંસને ચઢતા વધારે સમય લાગી શકે.

[પાન ૬ પર બોક્સ]

બાળકોને શીખવો: “ફુડ પૅકેટની વસ્તુઓ રાંધે ત્યારે, એના પર આપેલાં સૂચનો પ્રમાણે કરવાનું મેં બાળકોને શીખવ્યું છે.” —યુક લીંન, હૉંગકૉંગ