સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૪. હૉટલમાં જમવા જાઓ ત્યારે ધ્યાન રાખો

૪. હૉટલમાં જમવા જાઓ ત્યારે ધ્યાન રાખો

૪. હૉટલમાં જમવા જાઓ ત્યારે ધ્યાન રાખો

૩૮ વર્ષનો તંદુરસ્ત અને સ્ફૂર્તિલો જૈફ, કુટુંબ સાથે પીટ્‌સબર્ગ, પેન્સીલ્વેનિયા, અમેરિકામાં આવેલી એક હૉટલમાં જમવા ગયો. એક મહિના પછી, લીવર ખરાબ થઈ જવાથી તે મરણ પામ્યો. કારણ? બહાર જમતી વખતે ખાધેલી લીલી ડુંગળીમાં ‘હિપેટાઇટિસ-એʼના જીવાણુઓ હતા.

એક પશ્ચિમના દેશમાં ખોરાક પાછળ થતા ખર્ચાનો આશરે અડધો ભાગ હૉટલમાં ખાવા પાછળ ખર્ચાય છે. એ દેશમાં, ખોરાકથી થતી બીમારીમાં, અડધા ભાગની બીમારીનું કારણ હૉટલો છે.

હૉટલમાં તો, બીજું કોઈ ખાદ્ય સામગ્રી ખરીદે, રસોડું સાફ કરે અને જમવાનું બનાવે. એટલે કેવી હૉટલમાં જમશો, શું ખાશો અને ખાવાનું ઘરે લઈ જશો કે નહિ એ તમારે નક્કી કરવાનું છે.

હૉટલમાં આસપાસ નજર કરો.

બ્રાઝિલમાં રહેતી ડીઆન કહે છે: “કોઈ હૉટલમાં પહેલી વાર જઉં ત્યારે ટેબલ, એના પર પાથરેલું કપડું, ઉપર મૂકેલાં વાસણ, અને જમવાનું પીરસવાની જગ્યા ચોખ્ખી છે કે નહિ એ જોઉં છું. જો ન હોય, તો અમે બીજી હૉટલમાં જઈએ છીએ.” ઘણી જગ્યાઓમાં સ્વાસ્થ્ય અધિકારીઓ હૉટલોનું નિરીક્ષણ કરી એની ચોખ્ખાઈ આંકતા હોય છે. એ માહિતીને લોકો જોઈ શકે એ રીતે મૂકતાં હોય છે.

ખાવાનું બાંધી લઈ જાવ ત્યારે સાવચેત રહો.

એક એજન્સી સલાહ આપે છે: “જો તમે હૉટલમાંથી જમવાનું બંધાવી બે કલાકમાં ઘરે ન પહોંચવાના હો, તો બંધાવશો નહિ.” (ધ યુ.એસ. ફુડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન) તમે જમવાનું બાંધી લેવાના હો તો સીધા ઘરે જઈને ફ્રીજમાં મૂકો, ખાસ કરીને જ્યારે તાપમાન ૩૨ ડિગ્રી સેલ્સિયસથી વધારે હોય.

આ ચાર લેખોમાં જોઈ ગયા તેમ કરશો તો, તમારો ખોરાક નીરોગી રહેશે. (g12-E 06)

[પાન ૭ પર બોક્સ/ચિત્ર]

બાળકોને શીખવો: “અમે બાળકોને શીખવીએ છીએ કે શરીર માટે સારું ન હોય એવું ખાવાનું ટાળવું જોઈએ.”—નાઓમી, ફિલિપાઇન્સ