સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | આફત આવી પડે ત્યારે શું કરશો?

માલમિલકત ગુમાવવી

માલમિલકત ગુમાવવી

શુક્રવાર, માર્ચ ૧૧, ૨૦૧૧ના રોજ જાપાનમાં ૯.૦ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ થયો હતો. એમાં ૧૫,૦૦૦ કરતાં વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમ જ, ૧૧,૭૦૦ અબજ કરતાં વધારે રૂપિયાનું નુકસાન થયું હતું. સુનામીની ચેતવણી મળતા જ ૩૨ વર્ષના કૅય નામના ભાઈ સુરક્ષિત જગ્યા પર જતા રહ્યા. પોતાનો અનુભવ જણાવતા તે કહે છે, “બીજા દિવસે સવારે મારી વસ્તુઓ લેવા ઘરે પાછો ગયો. પણ, કશું જ બચ્યું ન હતું. મારા ઍપાર્ટમેન્ટના પાયા જ રહી ગયા હતા.”

કૅય જણાવે છે, “એ સ્વીકારતા મને ઘણો સમય લાગ્યો કે, મેં અમુક વસ્તુઓ જ નહિ પરંતુ, મારું સર્વસ્વ ગુમાવી દીધું હતું. જેમ કે, કાર, કૉમ્પ્યુટર, ટેબલ, ખુરશી, સોફા, ગિટાર, વાજાપેટી અને વાંસળી જેવા સંગીતનાં વાજિંત્રો. ઉપરાંત, પેઇન્ટિંગનાં સાધન-સામગ્રી અને ચિત્રો પણ ગુમાવ્યાં.”

દુઃખદ બનાવનો સામનો કરવો

જે ગુમાવ્યું એના પર નહિ પણ, જે છે એના પર ધ્યાન આપો. બાઇબલ જણાવે છે: ‘કોઈનું જીવન તેની પુષ્કળ માલમિલકતમાં રહેલું નથી.’ (લુક ૧૨:૧૫) પોતાના સંજોગો યાદ કરતા કૅય જણાવે છે: “સૌથી પહેલા, જોઈતી વસ્તુઓની મેં યાદી બનાવી. પરંતુ, એમ કરવાથી ગુમાવેલી વસ્તુઓની યાદ આવી જતી. તેથી, મેં જરૂરી વસ્તુની જ યાદી બનાવવાનું નક્કી કર્યું. મારી જરૂરિયાત પૂરી થતી ગઈ તેમ, યાદીમાં સુધારો કરતો ગયો. આમ, નવેસરથી જીવન જીવવા મદદ મળી.”

દુઃખના રોદણાં રડવાને બદલે, પોતાના અનુભવથી બીજાને દિલાસો આપો. કૅય જણાવે છે: “મિત્રો અને સરકાર તરફથી મને ઘણી મદદ મળી. શરૂ શરૂમાં મને એ ગમતું. પછીથી, મારું દિલ ડંખવા લાગ્યું અને શરમ આવવા લાગી. પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫માં આપેલો આ સિદ્ધાંત મેં યાદ કર્યો: ‘લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.’ જોકે, આફતનો શિકાર બનેલા લોકોને મદદ કરવા મારી પાસે બહુ ન હતું. પણ, મેં નક્કી કર્યું કે મારા શબ્દોથી તેઓને ઉત્તેજન આપીશ. આમ, ઉદારતા બતાવવાથી મને પણ ઘણી મદદ મળી.”

પરિસ્થિતિનો સામનો કરવા ઈશ્વર પાસે પ્રાર્થનામાં મદદ માંગો. બાઇબલ ખાતરી આપે છે કે ‘લાચારની પ્રાર્થના પર ઈશ્વર ધ્યાન આપે છે.’ (ગીતશાસ્ત્ર ૧૦૨:૧૭) એ વચન પર કૅયને ભરોસો હતો. તમે પણ ઈશ્વર પાસે પ્રાર્થનામાં મદદ માંગી શકો.

શું તમે જાણો છો? બાઇબલ એવા ભાવિ વિશે જણાવે છે, જ્યારે કુદરતી આફતો થશે જ નહિ અને કોઈ પોતાની માલમિલકત ગુમાવશે જ નહિ. *યશાયા ૬૫:૨૧-૨૩. (g14-E 07)

^ ફકરો. 9 પૃથ્વી માટે ઈશ્વરનો હેતુ શું છે, એ વિશે વધુ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૩ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. એ તમે www.pr418.com/gu પરથી ડાઉનલોડ કરી શકો.