સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નિયામક જૂથના નવા સભ્યો

નિયામક જૂથના નવા સભ્યો

નિયામક જૂથના નવા સભ્યો

શનિવાર, ઑક્ટોબર ૨, ૧૯૯૯ના રોજ, વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સીલ્વેનિયાની વાર્ષિક સભા એક આશ્ચર્યજનક જાહેરાત સાથે સમાપ્ત થઈ. હાજર રહેનાર ૧૦,૫૯૪ અને ટેલિફોન લાઇનથી જોડાયેલ અન્યો એ સાંભળીને રોમાંચિત થયા કે યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથમાં ચાર નવા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા સભ્યોમાં બધા જ અભિષિક્ત ખ્રિસ્તીઓ છે જેઓમાં શેમ્યુલ એફ. હર્ડ; એમ. સ્ટીવન લેટ; ગાઈ એચ. પીઅર્સ; અને ડેવિડ એચ. સ્પ્લેનને નિયુક્ત કરવામાં આવ્યા છે.

• શેમ્યુલ હર્ડે ૧૯૫૮માં પાયોનિયરીંગ શરૂ કર્યું, તેઓ ૧૯૬૫થી ૧૯૯૭ સુધી સરકીટ અને ડિસ્ટ્રીક્ટ કાર્ય સાથે જોડાયેલા હતા. ત્યાર બાદ, તે અને તેમના પત્ની ગ્લોરીએ યુનાઈટેડ સ્ટેટ્‌સના બેથેલ કુટુંબમાં સેવા આપી, જ્યાં ભાઈ હર્ડ સેવા વિભાગમાં કામ કરતા હતા. તેમણે એક મદદનીશ તરીકે સેવા સમિતિમાં પણ સેવા આપી હતી.

• ભાઈ સ્ટીવન લેટે ડિસેમ્બર ૧૯૬૬માં પાયોનિયરીંગ શરૂ કર્યું, અને ૧૯૬૭થી ૧૯૭૧ દરમિયાન તેમણે યુનાઈટેડ સ્ટેટ્‌સ બેથેલમાં સેવા આપી. ઑક્ટોબર ૧૯૭૧માં તેમણે સુઝન સાથે લગ્‍ન કર્યા, અને તેઓ ખાસ પાયોનિયર સેવામાં જોડાયા. તેમણે ૧૯૭૯થી ૧૯૯૮ દરમિયાન સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપી. એપ્રિલ ૧૯૯૮થી તે અને સુઝન યુનાઈટેડ સ્ટેટ્‌સમાં આવેલ બેથેલ કુટુંબનો એક ભાગ રહ્યા છે. ત્યાં તેમણે સેવા વિભાગમાં કામ કર્યું અને એક મદદનીશ તરીકે શિક્ષણ સમિતિમાં પણ સેવા આપી હતી.

• ભાઈ ગાઈ પીઅર્સે પોતાના કુટુંબની જવાબદારીઓ પૂર્ણ કરીને એપ્રિલ ૧૯૮૨માં તેમના પત્ની સાથે પાયોનિયરીંગ કાર્ય શરૂ કર્યું. તેમણે એક સરકીટ નિરીક્ષક તરીકે ૧૯૮૬થી ૧૯૯૭ સુધી સેવા આપી, પછી તે અને તેમના પત્ની પેની, યુનાઈટેડ સ્ટટ્‌સ બેથેલ કુટુંબનો એક ભાગ બન્યા. ભાઈ પીઅર્સ એક મદદનીશ તરીકે કર્મચારી સમિતિમાં સેવા કરતા હતા.

• ડેવિડ સ્પ્લેને સપ્ટેમ્બર ૧૯૬૩થી પાયોનિયરીંગ શરૂ કર્યું. ગિલયડના ૪૨મા વર્ગમાં સ્નાતક થઈને તેમણે એક મિશનરિ તરીકે સેનેગલ, આફ્રિકામાં સેવા આપી, પછી તે કૅનેડામાં ૧૯ વર્ષ સુધી સરકીટ કાર્ય સાથે સંકળાયેલા રહ્યા. તે અને તેમના પત્ની લીન્ડા ૧૯૯૦થી યુનાઈટેડ સ્ટેટ્‌સના બેથેલમાં છે, જ્યાં ભાઈ સ્પ્લેને સેવા અને લેખન વિભાગમાં કામ કર્યું હતું. તે વર્ષ ૧૯૯૮થી લેખન સમિતિમાં મદદનીશ તરીકે કામ કરતા હતા.

આ ચાર નવા સભ્યો ઉપરાંત, નિયામક જૂથ હવે સી. ડબલ્યુ. બાર્બર, જે. ઈ. બાર, એમ. જી. હેન્સેલ, જી. લૉશ, ટી. જાર્ક્ઝ, કે. એફ. ક્લેઈન, એ. ડી. શ્રોડર, એલ. એ. સ્વીંગલ અને ડી. સિડલીકનું બનેલું છે. બધાની એજ પ્રાર્થના છે કે હવે એક મોટા જૂથ તરીકે, પૃથ્વી ફરતે દેવના લોકોની પ્રવૃત્તિઓ પર દેખરેખ કરનાર અને તેઓના આત્મિક હિતોની કાળજી રાખનાર નિયામક જૂથને યહોવાહ સતત આશીર્વાદ આપે અને તેમને દૃઢ કરે.