સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચેતવણીને ધ્યાન આપો!

ચેતવણીને ધ્યાન આપો!

ચેતવણીને ધ્યાન આપો!

ધડામ! જૂન ૩, ૧૯૯૧ના રોજ ગડગડાટના પડઘા સાથે, જાપાનમાં માઉન્ટ ફુગનના જ્વાળામુખીમાંથી ગેસ અને રાખ નીકળવા લાગ્યા. એના મુખમાંથી અતિશય ગરમ લાવાનું મિશ્રણ ઢોળાવ પરથી નીચે રેડાતું હતું. આ મિશ્રણે ૪૩ લોકોને મારી નાખ્યા. ભાગ્યે જ બચેલા લોકો સખત રીતે દાઝી ગયા હતા. કેટલાંક “પાણી, પાણી” એવી બૂમો પાડતા હતા. આ સમયે અગ્‍નિશામક કેન્દ્રના અને પોલીસના માણસો મુશ્કેલીમાં આવી પડેલી વ્યક્તિઓને મદદ કરવા પોતાનાથી બનતો પ્રયત્ન કરી રહ્યાં હતા.

જ્વાળામુખીનો લાવા માઉન્ટ ફુગનના શિખર પર બે સપ્તાહ પહેલાં અવલોકવામાં આવ્યો હતો, તેથી અધિકારીઓ અને રહેવાસીઓ એના વિષે સજાગ હતા. વિનાશના એક સપ્તાહ પહેલા, એ વિસ્તારને ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. જ્વાળામુખી ફાટી નીકળ્યો એના ફક્ત એક દિવસ પહેલાં, પોલીસે પત્રકારોને પ્રતિબંધિત વિસ્તારમાં જવાની ના પાડી હતી. તોપણ, એ ભયંકર વિસ્તારની પ્રાણઘાતક બપોરે ૪૩ લોકોનો ભોગ લીધો.

શા માટે આટલા બધા લોકોએ એ વિસ્તારમાં જઈને કે ત્યાં રહીને જોખમ વહોરી લીધું? પોતાનાં ઘરો ખાલી કરીને ગયેલા કેટલાક ખેડૂતો પોતાની મિલકત અને ખેતરોની તપાસ કરવા પાછા ગયા હતા. જ્વાળામુખીના ત્રણ અભ્યાસીઓ અભ્યાસ માટે જ્વાળામુખીની વધારે નજીક જવાનો પ્રયત્ન કરતા હતા. અસંખ્ય પત્રકારો અને ફોટોગ્રાફરો પ્રતિબંધિત વિસ્તારમાં જવાની હિંમત કરતા હતા, કારણ કે તેઓ જ્વાળામુખી વિષે વધારે રસપ્રદ માહિતી મેળવવા ઇચ્છતા હતા. પત્રકારોએ ભાડે રાખેલા ત્રણ ડ્રાઇવરો પણ ઘટના સ્થળ પર જોવા મળ્યા. પોલીસો અને અગ્‍નિશામક કેન્દ્રના સ્વયંસેવકો પોતાની ફરજ બજાવતા હતા. એ જોખમી વિસ્તારમાં જવાનું દરેકને પોતાનું વ્યક્તિગત કારણ હતું. પરિણામ? તેઓએ પોતાનાં જીવનો ગુમાવ્યા.

શું તમે “જોખમી વિસ્તારમાં” છો?

આપણે જ્વાળામુખી ફાટી નીકળવાનો હોય એવા વિસ્તાર નજીક રહેતા ન હોઈએ. તોપણ, આપણે ગોળાવ્યાપી મહાન દુર્ઘટનાના જોખમનો સામનો કરી રહ્યાં હોઈએ તો શું? એક પુસ્તક, કે જેની મોટા ભાગની ભવિષ્યવાણીઓ પરિપૂર્ણ થઈ છે અને બાકીની ટૂંકમાં જ પૂરી થવાની છે, આપણને જગતવ્યાપી આવનાર વિનાશ વિષે ચેતવણી આપે છે. આ પુસ્તક એનું વર્ણન આ રીતે કરે છે: “સૂરજ તરત અંધકારરૂપ થઈ જશે, ને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે, ને આકાશથી તારા ખરશે, ને આકાશનાં પરાક્રમો હલાવાશે. . . . ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે.” (માત્થી ૨૪:૨૯, ૩૦) અહીં વિશ્વવ્યાપી આકાશી ઘટનાઓ “પૃથ્વી પરનાં સઘળાં કુળો”ને અસર કરે છે એ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં, મહાન દુર્ઘટના વિષેની આ ભવિષ્યવાણી આપણામાંની દરેક વ્યક્તિને અસર કરશે.

ભરોસાપાત્ર ભવિષ્યવાણીનું આ પુસ્તક બાઇબલ છે. રસપ્રદપણે, ઉપર નોંધેલા શાસ્ત્રવચનનો સંદર્ભ ગોળાવ્યાપી ભયંકર બનાવો તરફ દોરી જતી બાબતોનું વર્ણન કરે છે. શીમ્બારા શહેરના અધિકારીઓએ જ્વાળામુખી ફાટવાના ચિહ્‍નો જણાયા કે તરત જ એને જોખમી વિસ્તાર તરીકે જાહેર કર્યો. એ જ રીતે, બાઇબલ આપણને સાવધ રહેવા અને આપણા બચાવ માટેની તૈયારી કરવાનાં કારણો આપે છે. આપણે માઉન્ટ ફુગનની કરુણ ઘટનામાંથી એક મહત્ત્વનો બોધપાઠ શીખી શકીએ અને આગળ રહેલી બાબતોના મહત્ત્વને પારખી શકીએ.

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Yomiuri/Orion Press/Sipa Press