જોખમી વિસ્તારથી દૂર રહો!
જોખમી વિસ્તારથી દૂર રહો!
જ્વાળામુખી વિષે ચેતવણી આપવાનું કામ વૈજ્ઞાનિકોનું છે. (એક વાર જ્વાળામુખી માઉન્ટ ફુગનમાં ફાટી નીકળ્યો ત્યારે પોલિસે લોકોને જોખમી વિસ્તારોથી દૂર રાખ્યા હતા.) એવી જ રીતે, બાઇબલ વિદ્યાર્થીઓ “જગતના અંતની” નિશાનીઓનું અવલોકન કરી અને લોકોને ઝઝૂમી રહેલા વિનાશ વિષે ચેતવણી આપે છે.—માત્થી ૨૪:૩.
બાઇબલના એ જ પ્રકરણમાં ઝઝૂમી રહેલી ગોળાવ્યાપી મહાન દુર્ઘટના વિષે ચેતવણી આપવામાં આવી છે. આપણે આ મહાન દુર્ઘટનાની શરૂઆત કેવી રીતે થશે એનું વર્ણન વાંચી શકીએ છીએ: “કેમકે પ્રજા પ્રજાની વિરૂદ્ધ, તથા રાજ્ય રાજ્યની વિરૂદ્ધ ઊઠશે, દુકાળો તથા મરકીઓ તથા ઠેકાણે ઠેકાણે ધરતીકંપ થશે. . . . જૂઠા પ્રબોધકો ઘણા ઊઠશે, ને ઘણાને ભુલાવશે, અને અન્યાય વધી જવાના કારણથી ઘણાખરાનો પ્રેમ થંડો થઈ જશે. . . . અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.”—માત્થી ૨૪:૭-૧૪.
આપણે આ ભવિષ્યવાણીની પરિપૂર્ણતા નક્કી કરવા તંત્રી બનવાની જરૂર નથી. ખાસ કરીને ૧૯૧૪થી આપણે એ અનુભવી રહ્યાં છીએ. આ સદીએ બે વિશ્વયુદ્ધો, મોટા પ્રમાણમાં નાગરિક યુદ્ધો, સ્થાનિક લડાઈઓ અને જ્ઞાતિય તથા ધાર્મિક વિગ્રહો જોયા છે. માણસજાત આ પ્રકારનાં યુદ્ધોના પરિણામે ભૂખમરાનો સામનો કરે છે. વધુમાં, તેઓ કુદરતી વિનાશથી પણ અછતોનો સામનો કરે છે. ધરતીકંપમાં ઘણા લોકો માર્યા ગયા છે. શંકાસ્પદ આગેવાનો અને ઝનૂની અનુયાયીઓના પંથો ફૂટી નીકળ્યા છે. વધતો જતો અન્યાય લોકોને એકબીજા પ્રત્યે પ્રેમ બતાવવા અટકાવે છે અને મિત્રતા જેવું તો કંઈ રહ્યું જ નથી.
જગતવ્યાપી પ્રચાર કાર્ય, એ ચિહ્નનું બીજું એક પાસું છે, જે ખરેખર પૂરું થઈ રહ્યું છે. આ સામયિકનું મુખપૃષ્ઠ કાઢો અને તમને શીર્ષકના ભાગ તરીકે “યહોવાહના રાજ્યને જાહેર કરે છે” શબ્દો જોવા મળશે. ચોકીબુરજ ૧૩૨ ભાષાઓમાં પ્રકાશિત થાય છે અને એની ૨.૨ કરોડ કરતાં વધારે પ્રતોનું વિતરણ કરવામાં આવે છે. એ આખા જગતમાં “રાજ્યની આ સુવાર્તા” જાહેર કરનારાઓનું ૨ તીમોથી ૩:૧-૫; ૨ પીતર ૩:૩, ૪; પ્રકટીકરણ ૬:૧-૮.
મુખ્ય સાધન છે. એ સુસમાચારમાં જણાવે છે કે વિશ્વના ઉત્પન્નકર્તા યહોવાહે આકાશી રાજ્ય સ્થાપિત કર્યું છે કે જે દુષ્ટ વસ્તુવ્યવસ્થાનો અંત લાવી પૃથ્વી પર પારાદેશ લાવશે. ખરેખર, દેવ પગલાં ભરશે એ ચિહ્ન હમણાં નોંધનીય છે. એ બતાવે છે કે હાલના જગતમાં લોકોનાં જીવનો ભયમાં છે.—સરખાવોયહોવાહનો ભયંકર દિવસ
યહોવાહનો તેમના ન્યાયકરણને અમલમાં મૂકવાનો સમય પાકી જશે ત્યારે શું થશે? એ વિષેનું તેમનું પોતાના શબ્દોમાં કરેલું વર્ણન સાંભળો: “વળી હું આકાશોમાં તથા પૃથ્વી પર અદ્ભુત કામો દેખાડીશ, એટલે લોહી, અગ્નિ તથા ધુમાડાના સ્તંભો. યહોવાહનો મોટો તથા ભયંકર દિવસ આવે તે પહેલાં સૂર્ય અંધકારરૂપ તથા ચંદ્ર લોહીરૂપ થઈ જશે.”—યોએલ ૨:૩૦, ૩૧.
એ દિવસ, કોઈ પણ સ્થાનિક જ્વાળામુખી કે ધરતીકંપ ફાટી નીકળવા કરતાં વધારે બિહામણો અને વિનાશક હશે. એ દિવસ ઝઝૂમી રહેલો છે. પ્રબોધક સફાન્યાહ કહે છે: “યહોવાહનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે, . . . તેના ક્રોધના આવેશના અગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે; કેમકે તે પૃથ્વીના સર્વ રહેવાસીઓનો અંત, હા, ભયંકર અંત આણશે.” “યહોવાહના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ” છતાં, એ ભયંકર દિવસે બચવાનો માર્ગ છે.—સફાન્યાહ ૧:૧૪-૧૮.
એ બતાવીને, સફાન્યાહ કહે છે: “યહોવાહનો સખત ક્રોધ તમારા પર આવે, યહોવાહના કોપનો દિવસ તમારા પર આવી પડે, તે પહેલાં . . . હે પૃથ્વીના નમ્ર માણસો, . . . નેકીનો માર્ગ શોધો, નમ્રતા શોધો: કદાચિત યહોવાહના કોપને દિવસે તમને સંતાઈ રહેવાનું સ્થાન મળે.” (સફાન્યાહ ૨:૧-૩) આપણે ‘યહોવાહને શોધીને, નેકીને શોધીને અને નમ્રતા શોધીને’ આશ્રય મેળવી શકીએ. આજે યહોવાહને કોણ શોધી રહ્યું છે?
નિઃશંક તમે યહોવાહના સાક્ષીઓના પ્રચારકાર્યના કારણે “યહોવાહ” શબ્દ તેઓ સાથે સાંકળી શકો. આ સામયિક તમે તેઓમાંના એક પાસેથી મેળવ્યું હોય શકે. તેઓ પ્રમાણિક જીવન જીવતાં નીતિમાન નાગરિકો તરીકે જાણીતા છે. તેઓ “નવું માણસપણું” પહેરવાનું પૂરેપૂરો પ્રયત્ન કરે છે કે જેમાં નમ્રતા જરૂરી છે. (કોલોસી ૩:૮-૧૦) તેઓ સ્વીકારે છે કે આ યહોવાહના દૃશ્ય સંગઠન દ્વારા આપવામાં આવતા શિક્ષણને કારણે જ શક્ય બન્યું છે. આ સંગઠનને સમગ્ર પૃથ્વી પર યહોવાહના સાક્ષીઓના સ્થાનિક મંડળો પણ છે. હા, તમે યહોવાહના સાક્ષીઓના જગત ફરતેના ‘પૃથ્વી પરના ભાઈઓ’ સાથે આશ્રય મેળવી શકો છો.—૧ પીતર ૫:૯.
હમણાં આશ્રય લો
યહોવાહને શોધવામાં આશ્રય મેળવીને, આપણે પણ તેમના મિત્ર બનીએ છીએ. એનો અર્થ શું થાય છે? બાઇબલ પ્રત્યુત્તર આપે છે: “ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલૂમ નથી, કે જગતની મૈત્રી દેવ પ્રત્યે વૈર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે દેવનો વૈરી થાય છે.” (યાકૂબ ૪:૪) જગત દેવ પ્રત્યે બંડખોર વલણ બતાવે છે. તેથી, દેવના મિત્ર બનવા માટે આપણે એની પ્રત્યે કોઈ પણ લાગણી ધરાવવી જોઈએ નહિ.
બાઇબલ આપણને સલાહ આપે છે: “જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો, જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમકે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે. જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.” (૧ યોહાન ૨:૧૫-૧૭) આજે મોટા ભાગના લોકો દૈહિક ઇચ્છાઓ—નિરંકૂશ જાતીય તૃષ્ણાઓ, પૈસાનો લોભ અને સત્તાના દૂરુપયોગ જેવી બાબતો તરફ પ્રેરાયેલા છે. પરંતુ યહોવાહના પક્ષે રહેવા માટે, લોકોએ આ પ્રકારની ઇચ્છાઓને આંબવી જ જોઈએ.—કોલોસી ૩:૫-૮.
તમે આ સામયિક સમયાંતરે વાંચ્યું હોય શકે અને તમે સહમત થતા હશો કે બાઇબલ ભવિષ્યવાણીઓ હમણાં પૂરી થઈ રહી છે. તોપણ, તમે યહોવાહના સાક્ષીઓ સાથે સંગત રાખવા વધારાના પગલાં લેતા ખચકાતા હોય શકો. તેમ છતાં, આપણે વિનાશનો સામનો કરવાના હોઈએ તો, શું ફક્ત ચેતવણી સાંભળવી જ પૂરતું છે? માઉન્ટ ફુગનના કિસ્સામાં જોયું તેમ, આપણે ચેતવણી અનુસાર વર્તવાની જરૂર છે. યાદ રાખો, ઓછામાં ઓછા ૧૫ પત્રકારો અને ફોટોગ્રાફરો જ્વાળામુખીનું સારી રીતે વર્ણન કરવાનું
ઇચ્છતા હતા પરંતુ તેઓએ પોતાનાં જીવનો ગુમાવ્યા. હકીકતમાં, એક ફોટોગ્રાફર મૃત્યુ પામ્યો ત્યારે તેની એક આંગળી પોતાના કેમેરાના શટર બટન પર હતી. એક જ્વાળામુખીના અભ્યાસીએ તો એવી ટીકા કરી હતી કે, “એક દિવસે મારે મરવાનું જ હોય તો, હું જ્વાળામુખીની નજીક મરવા ઇચ્છું છું.” અને તેણે પોતાની ઇચ્છા પ્રમાણે જ જીવન ગુમાવ્યું. તેઓ સર્વ પોતાનાં કાર્યમાં મચ્યાં રહ્યાં હતા. તોપણ તેઓએ પોતાનાં જીવનો માટે ચેતવણીની અવગણના કરવાની કિંમત ચૂકવવી પડી.આજે ઘણા લોકો આ દુષ્ટ વસ્તુવ્યવસ્થાનો નાશ કરવાના દેવના નિર્ણય વિષે સાંભળે છે અને અમુક હદે એ ચેતવણીને પ્રમાણિક માને છે. તેઓ દલીલ કરી શકે, ‘એ તો ગમે ત્યારે આવશે, પરંતુ આજે તો નહિ જ આવે.’ તેઓ પોતાના મનમાં યહોવાહના દિવસને મુલતવી રાખે છે, જેથી તેઓ પોતાના કાર્યમાં મંડ્યા રહે.
બારૂખને આ જ પ્રકારની સમસ્યા હતી. પ્રાચીન પ્રબોધક યિર્મેયાહના મદદનીશ તરીકે, બારૂખે ઈસ્રાએલીઓને યરૂશાલેમના ઝઝૂમી રહેલા વિનાશ વિષે હિંમતપૂર્વક ચેતવણી આપી. તોપણ, એક પ્રસંગે તે પોતાની સોંપણીમાં ઢીલા પડી ગયા. એ સમયે યહોવાહે તેમને સુધાર્યા: “શું તું તારે પોતાને સારૂ મહત્તા શોધે છે? શોધીશ મા.” સંપત્તિ, મહત્તા કે ભૌતિક સલામતી ગમે તે હોય પરંતુ બારૂખે ‘પોતાને સારૂ મહત્તા શોધવાની’ ન હતી. તેણે એક જ બાબતમાં ધ્યાન રાખવાનું હતું, દેવની ઇચ્છા પ્રમાણે કરવું અને લોકોને તેમના પક્ષે પોતાનું સ્થાન લેવા મદદ કરવી. પરિણામે, યહોવાહ ‘તેનું રક્ષણ’ કરશે. (યિર્મેયાહ ૪૫:૧-૫, ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઈન્ડિયા) એવી જ રીતે, ‘પોતાના માટે મહત્તા શોધવાને’ બદલે, આપણે યહોવાહને શોધવાની જરૂર છે કે જેનાથી આપણે આપણાં જીવનો બચાવી શકીશું.
માઉન્ટ ફુગન પર ડઝન કરતાં વધારે પોલીસો અને અગ્નિશામક કેન્દ્રના સ્વયંસેવકો પોતાની ફરજ બજાવતા હતા ત્યારે જ્વાળામુખીના અતિશય ગરમ પ્રવાહમાં બળી ગયા. તેઓ જોખમમાં આવી પડેલા લોકોને મદદ કરવાનો અને રક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. તેઓ દયાળુ લોકોમાંથી હતા કે જેઓ આ જગતને સુધારવા માંગે છે. તેઓનો ઇરાદો સારો હતો છતાં, “વાંકું હોય તે સીધું કરી શકાતું નથી.” (સભાશિક્ષક ૧:૧૫) આમ, આ બગડી ગયેલી પરિસ્થિતિને સુધારી શકાતી નથી. તેથી, દેવે આ જગતનો નાશ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે એના મિત્ર બની અને એને બચાવવાનો પ્રયત્ન કરવો શું વ્યાજબી છે?
નાસી ગયા પછી, દૂર રહો
આ ભયજનક આવી રહેલી પરિસ્થિતિમાંથી નાસી જવું એ એક બાબત છે પરંતુ “બંધુમંડળ”ના રક્ષણમાં રહેવું એ બીજી બાબત છે. (૧ પીતર ૨:૧૭) માઉન્ટ ફુગન નજીક પોતાનાં ખેતરોની તપાસ કરવા પાછા ફરેલા ખેડૂતોને પણ ભૂલી જવા જોઈએ નહિ. કદાચિત, તેઓ પોતે અગાઉ જેવું જીવન જીવતા હતા એવા “સામાન્ય” જીવનમાં પાછા ફરવા વિષે ચિંતિત હતા. પરંતુ તેઓનો પાછા ફરવાનો નિર્ણય કેવો બિનડહાપણભર્યો હતો. તેઓ એક જ વાર એ જોખમી વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયત્ન નહિ કર્યો હોય. પહેલી વાર, તેઓ ફક્ત થોડી વાર માટે જોખમી વિસ્તારમાં ગયા હોય શકે અને કંઈ ન બન્યું હોય. બીજી વાર, તેઓ થોડી વધારે વાર ત્યાં રહ્યા હોય શકે, અને તોપણ કંઈ જ બન્યું નહિ હોય. દેખીતી રીતે જ, તેઓ જલદી જ રક્ષણાત્મક સીમાને ઓળંગવા ટેવાઈ ગયા હતા અને આમ તેઓ ભયજનક વિસ્તારમાં લાંબો સમય રહેવાની બાબતને સામાન્ય ગણવા લાગ્યા.
ઈસુ ખ્રિસ્તે પણ એવી જ પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો કે જે “જગતના અંત”માં થશે. તેમણે કહ્યું: “કેમકે જેમ જલપ્રલયની અગાઉ નુહ વહાણમાં ચઢી બેઠો ત્યાં સુધી તેઓ ખાતાપીતા, ને પરણતાપરણાવતા હતા; અને જલપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે.”—માત્થી ૨૪:૩, ૩૮, ૩૯.
નોંધ લો કે ઈસુએ ખાવા, પીવા અને પરણવાનો ઉલ્લેખ કર્યો. આમાંની એક પણ બાબત યહોવાહની નજરમાં ખોટી નથી. તો પછી શું ખોટું હતું? નુહના દિવસના લોકો એ “ન સમજ્યા” અને પોતાના નિત્યક્રમમાં રચ્યાપચ્યા રહ્યા. કોઈ પણ વ્યક્તિ તાકીદની પરિસ્થિતિમાં “સામાન્ય” જીવન જીવી શકે નહિ. એક વાર તમે વર્તમાન વિનાશક જગતમાંથી નાસી જાવ કે પોતાને અલગ કર્યા પછી, તમારે એમાંની કોઈ પણ બાબતોનો લાભ લેવા પાછા ફરવાની તીવ્ર ઇચ્છા સામે લડવું જ જોઈએ. (૧ કોરીંથી ૭:૩૧) કલ્પના કરો કે તમે આત્મિક રીતે સલામત વિસ્તારમાંથી થોડી વાર માટે બહાર જાવ છો અને કંઈ પણ ઈજા વગર પાછા પણ આવી જાવ છો. એની કોઈને ગંધ પણ આવતી નથી. તેમ છતાં, એ તમને હિંમતવાન બનાવશે અને તમે જગતની સંગત કરવા લાગો છો જેમાંથી તમે બહાર નીકળી આવ્યા હતા. જલદી જ તમે એવું વલણ વિકસાવી શકો કે: “આજે અંત આવશે નહિ.”
વળી, જ્વાળામુખીનો ધસમસતો પ્રવાહ નીચે ધસી આવતો હતો ત્યારે, પત્રકારો અને ફોટોગ્રાફરોની રાહ જોતા ત્રણ ભાડૂતી ડ્રાયવરોનો વિચાર કરો કે જેઓએ પોતાનાં જીવનો ગુમાવ્યા. એ જ રીતે આજે પણ કેટલાક જગતમાં પાછા ફરવાની હિંમત કરતા બીજાઓને સાથ આપી શકે. ગમે તે કારણ હોય, પરંતુ એ સ્પષ્ટ છે કે લાલચી બની જોખમી વિસ્તારમાં પાછા જવું એ કેટલું ખતરનાક છે.
માઉન્ટ ફુગનના જ્વાળામુખીનો ભોગ બનેલી સર્વ વ્યક્તિઓ સલામતી સીમા ઓળંગીને જોખમી વિસ્તારમાં ગઈ હતી. તેઓ આશા રાખતા હતા કે કોઈક દિવસે જ્વાળામુખી ફાટશે છતાં, કોઈએ પણ વિચાર્યું નહિ હોય કે એ દિવસે જ ફાટશે. એ જ રીતે વસ્તુવ્યવસ્થાની સમાપ્તિનાં ચિહ્નોનું અવલોકન કરીને, ઘણા આશા રાખે છે કે યહોવાહનો દિવસ કોઈક દિવસે આવશે, પરંતુ જલદી નહિ આવે. કેટલાક એવું પણ વિચારી શકે કે એ દિવસ કદી પણ “આજે” નહિ હોય. આ પ્રકારનું વલણ ખરેખર જોખમી છે.
પ્રેષિત પીતરે ચેતવણી આપી, “ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે.” તેથી આપણે ‘તેના આવવાની આતુરતાથી અપેક્ષા રાખી’ સાવધ રહેવાની જરૂર છે. આપણે “તેની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવા” આપણાથી બનતું બધું કરવાની જરૂર છે. (૨ પીતર ૩:૧૦-૧૪) વર્તમાન દુષ્ટ વસ્તુવ્યવસ્થાના વિનાશ પછી, દેવના રાજ્ય હેઠળ પારાદેશ પૃથ્વી રાહ જોઈ રહેલી છે. આપણે કદી પણ આપણા મનમાં આવતા ગમે તે કારણોસર જોખમી વિસ્તારમાં જવા લલચાવું જોઈએ નહિ, કેમ કે આપણે જે દિવસે જગતમાં પાછા ફરી સીમા ઓળંગીએ એ યહોવાહનો દિવસ હોય શકે.
યહોવાહના લોકો મધ્યે આશ્રય મેળવો અને તેમની સાથે રહો.
[પાન ૭ પર ચિત્રો]
યહોવાહના લોકો મધ્યે આશ્રય મેળવો અને તેમની સાથે રહો
[પાન ૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Iwasa/Sipa Press