બાઇબલને ચાહનાર સીરિલ લુકારીસ
બાઇબલને ચાહનાર સીરિલ લુકારીસ
વર્ષ ૧૬૩૮ના એ દિવસે ઉનાળાની ઋતુ હતી. ઑટોમન સામ્રાજ્યના મુખ્ય શહેર કોન્સ્ટેનટીનોપલ (આધુનિક ઈસ્તંબૂલ) નજીક મારમરા સમુદ્રમાં, માછીમારોએ પાણીમાં એક તરતી લાશ જોઈ. નજીકથી જોતાં તેઓ ભયથી ધ્રૂજી ઊઠ્યા કારણ કે આ લાશ કોન્સ્ટેનટીનોપલ, ઑર્થોડૉક્સ ચર્ચના મુખ્ય વડા, સીરિલ લુકારસની હતી. આમ, સત્તરમી સદીની પ્રખ્યાત ધાર્મિક વ્યક્તિ સીરિલ લુકારસના જીવનનો દુઃખદ અંત આવ્યો.
લુકારસ પોતાનું સ્વપ્ન સાકાર થાય ત્યાં સુધી જીવતો રહ્યો ન હતો. તેનું પહેલું સ્વપ્ન ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનું સરળ ભાષામાં ભાષાંતર બહાર પાડવાનું હતું. ઑર્થોડૉક્સ ચર્ચમાં સુવાર્તાના આ શિક્ષણને સરળ ભાષામાં બધા લોકોને જણાવવામાં આવે એવું લુકારસનું બીજું સ્વપ્ન ક્યારેય સાકાર થયું નહિ. આ માણસ કોણ હતો? તેણે પોતાના આ સ્વપ્નોને પૂરા કરવા માટે કયાં નડતરોનો સામનો કર્યો?
શિક્ષણની ખામીને કારણે નિરુત્સાહિત
સીરિલ લુકારસનો જન્મ ૧૫૭૨માં ક્રેત, કેનેડીયાએ જપ્ત કરેલ વેનિસ (હમણાંનું ઈરાક્લીઅન)માં થયો હતો. સારું જ્ઞાન ધરાવતો હોવાથી તેણે ઇટાલી નજીક આવેલ વેનિસ અને પાડુઓમાં અભ્યાસ કર્યો, પછીથી તેણે ઇટાલી અને બીજા દેશોમાં લાંબા અંતર સુધીની મુસાફરી કરી. ચર્ચમાં અંદરોઅદંર ભાગલા પડેલા જોઈને અને યુરોપમાં થતાં સુધારા વધારાથી પ્રભાવિત થઈને, તેણે જીનીવાની મુલાકાત લીધી હોય શકે જે કેલ્વિનવાદની અસર હેઠળ હતું.
પોલૅન્ડની મુલાકાત લેતા લુકારસે જોયું કે ઑર્થોડૉક્સ ચર્ચના સભ્યો, પાદરીઓ અને સામાન્ય માણસોમાં બાઇબલ શિક્ષણનું જ્ઞાન નહિવત્ હતું આથી તેઓ આત્મિક રીતે ખૂબ જ નબળા હતા. એલેક્ષાંડ્રિયા અને કોન્સ્ટેનટીનોપલમાં અમુક ચર્ચમાંથી ઉપદેશ માટેના વ્યાસપીઠ—જ્યાંથી શાસ્ત્રવચનો વાંચવામાં આવતા હતા—કાઢી નાખવામાં આવ્યાં એ જોઈને તેને ખૂબ જ આઘાત લાગ્યો!
વર્ષ ૧૬૦૨માં લુકારસ એલેક્ષાંડ્રિયા ગયો, જ્યાં તે પોતાના સગા પેટ્રીક મેલેટીઑસની જગ્યાએ મુખ્ય વડો થયો. પછીથી તેણે યુરોપમાં આધુનિક વિચારસરણી ધરાવતા જુદા જુદા ધર્મશાસ્ત્રીઓ સાથે પત્રવ્યવહાર શરૂ કર્યોં. એમાંના એક પત્રમાં તેણે નોંધ્યું કે ઑર્થોડૉક્સ ચર્ચ ઘણા ખોટાં આચરણો ચલાવી લે છે. બીજા પત્રમાં તેણે ભાર મૂક્યો કે ચર્ચે અંધશ્રદ્ધાને કાઢી નાખીને સુવાર્તાના શિક્ષણને સરળ રીતે સમજાવવાની જરૂર છે, અને એ માટે શાસ્ત્રવચનો પર જ આધાર રાખવાની જરૂર છે.
લુકારસને એ જાણીને ખૂબ જ આઘાત લાગ્યો કે ચર્ચના પાદરીઓ પોતાની મરજી પ્રમાણે શિક્ષણ આપતા હતા. તેમના શિક્ષણને ઈસુ અને તેમના માત્થી ૧૫:૬) તેણે પોતાના મંતવ્યમાં ઉમેર્યું કે મૂર્તિપૂજા વિનાશ તરફ દોરી જાય છે. તેણે એમ પણ જણાવ્યું કે “સંતો”ની ઉપાસના કરવી એ મધ્યસ્થ, ઈસુનું અપમાન છે.—૧ તીમોથી ૨:૫.
પ્રેષિતોના શિક્ષણ જેટલો જ આદર આપવામાં આવતો હતો. તેણે લખ્યું કે “શાસ્ત્રવચનો જેટલુ જ મહત્ત્વ માનવીય પ્રણાલિકાઓને આપવામાં આવે એ હું ક્યારેય સહન નહી કરી શકું.” (મુખ્ય વડાની ગાદીની હરાજી
લુકારસના આ વિચારો ઉપરાંત તેને રોમન કૅથલિક ચર્ચ પ્રત્યે પણ અણગમો હતો, એથી જેઝ્યુઈટ તથા ઑર્થોડૉક્સ ચર્ચના લોકો જેઓ કૅથલિકોને સાથ આપતા હતા તેઓએ લુકારસને ધિક્કાર્યો અને તેની સતાવણી કરી. વિરોધ હોવા છતાં, ૧૬૨૦માં લુકારસ કોન્સ્ટેનટીનોપલના મુખ્ય વડા તરીકે ચૂંટાયો. એ સમયે ઑટોમન સામ્રાજ્ય ઑર્થોડૉક્સ ચર્ચના મુખ્ય વડાની નિમણૂંક કરતું હતું. ઑટોમન સરકાર પૈસાના જોરે કોઈને પણ મુખ્ય વડા બનાવી શકતી હતી કે પદભ્રષ્ટ કરી શકતી હતી.
લુકારસના દુશ્મનો ખાસ કરીને જેઝ્યુઈટ અને કૉન્ગ્રીગેટઓ ડે પ્રોપોગંડા ફીડ (વિશ્વાસના પ્રચારનું મંડળ)માં વર્ચસ્વ ધરાવતા સર્વ પોપ હતા, તેઓ તેની વિરુદ્ધ નિંદા કરતા તહોમતો મૂકવા લાગ્યા. કીરીલૉસ લુકારસ નોંધે છે, “પોતાના આ હેતુને પૂરો કરવા માટે જેઝ્યુઈટના સભ્યોએ—તરકટ, ખોટો દોષ, એ ઉપરાંત લાંચનો પણ ઉપયોગ કર્યોં, જે [ઑટોમન]ની સરકારના વધારે પડતા વખાણ કરવા અને જીતવાનું સૌથી અસરકારક સાધન હતું.” પરિણામે, ૧૬૨૨માં લુકારસને રોડસ ટાપુમાં દેશનિકાલ કરવામાં આવ્યો, અને અમેસ્યાના જ્યોર્જીએ ગાદીને ૨૦,૦૦૦ ચાંદીના સિક્કા આપવાનો વાયદો કરીને ખરીદી લીધી. તેમ છતાં, જ્યોર્જી પૂરતા પૈસા ભેગા કરી શક્યો ન હોવાથી એન્ડ્રીઅનપોલના એન્થીમસએ ગાદી ખરીદી અને પછીથી રાજીનામું આપ્યું. આશ્ચર્યપણે લુકારસને મુખ્ય વડાની ગાદી પાછી મળી.
લુકારસે બાઇબલનું ભાષાંતર અને ધાર્મિક પત્રિકાઓ છાપવા દ્વારા ઑર્થોડૉક્સ પાદરીઓ તથા સામાન્ય લોકોને શિક્ષણ આપવાની તક ઝડપવાનો નિર્ણય લીધો. આ હેતુ પરિપૂર્ણ કરવા તેણે અંગ્રેજ રાજદૂતના રક્ષણ હેઠળ કોન્સ્ટેનટીનોપલમાં છાપખાનું લાવવાની ગોઠવણ કરી. તેમ છતાં, જૂન ૧૬૨૭માં છાપખાનું આવ્યું ત્યારે, એનો ઉપયોગ રાજકીય હેતુ માટે કરવામાં આવે છે એવો દાવો લુકારસના દુશ્મનોએ કર્યો, અને આખરે તેઓએ એનો નાશ કર્યોં. હવે લુકારસને જીનીવામાં છાપખાનાનો ઉપયોગ કરવો પડ્યો.
ખ્રિસ્તી શાસ્ત્રવચનોનું ભાષાંતર
લુકારસને બાઇબલ અને એની શક્તિ પ્રત્યે ઘણો આદર હતો. એ કારણે તેની ઇચ્છા બાઇબલને સરળ ભાષામાં બનાવવાની હતી જેથી સામાન્ય લોકો પણ શિક્ષણ મેળવી શકે. તેણે જોયું કે ગ્રીક બાઇબલ હસ્તપ્રતમાં જે મૂળ ભાષાનો ઉપયોગ થયો છે એ સામાન્ય લોકો સમજી શકતા ન હતા. એથી લુકારસે સૌ પ્રથમ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનું ભાષાંતર દરરોજ વપરાતી ગ્રીક ભાષામાં કર્યું. માક્સૅમસ કાલીપૉલાઈટ્સ નામના એક વિદ્ધાન બિશપે માર્ચ ૧૬૨૯માં કાર્યની શરૂઆત કરી. પ્રાચીન ગ્રીક લખાણોની વાચકોને ખબર ન પડે છતાં, ઘણા ઑર્થોડૉક્સ લોકો શાસ્ત્રવચનોનું ભાષાંતર કરવાને અપરાધ ગણતા હતા. તેઓને સંતોષ થાય એ માટે લુકારસે મૂળ લખાણ રાખ્યું અને એની સમાંતર બીજી બાજુએ આધુનિક ભાષાંતર કર્યું, સાથે થોડી નોંધો પણ ઉમેરી. કાલીપૉલાઈટ્સ બાઇબલ હસ્તપ્રતનું ભાષાંતર કર્યા પછી જલદી જ મૃત્યુ પામ્યો, લુકારસે જાતે જ પ્રૂફરીડીંગ કર્યું. વર્ષ ૧૬૩૮માં લુકારસના મૃત્યુ પછી જલદી જ ભાષાંતરનું છાપકામ થયું.
લુકારસે સાવચેતી રાખી હોવા છતાં, ઘણા બિશપોએ ભાષાંતરને નામંજૂર કર્યું. બાઇબલ ભાષાંતરની પ્રસ્તાવનામાં લુકારસનો દેવના શબ્દ પ્રત્યેનો ઊંડો પ્રેમ જોવા મળે છે. તેણે લખ્યું કે શાસ્ત્રવચનોને એવી ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે જેથી લોકો એમ કહે કે “આકાશમાંથી આપણને શાંતિનો આનંદકારક સંદેશો મળ્યો છે.” તેણે લોકોને “[બાઇબલ]ની અનુક્રમણિકાથી પરિચિત થવાની” સલાહ આપી, અને કહ્યું કે “સાચો વિશ્વાસ સાબિત કરવા, શીખવા તથા . . . દૈવી અને પવિત્ર સુવાર્તા દ્વારા બચવા સિવાય” બીજો કોઈ રસ્તો નથી.—ફિલિપી ૧:૯, ૧૦.
લુકારસે કહ્યું કે જે લોકો બાઇબલનો અભ્યાસ કરવાની મનાઈ કરશે તેમ જ ભાષાંતરના મૂળ લખાણનો નકાર કરશે તેઓને જાહેરમાં ઠપકો આપવામાં આવશે: “આપણે સમજ્યા વિના કંઈ પણ વાંચીશું કે કહીશું એ હવામાં શબ્દો ફેંકવા બરાબર છે.” (સરખાવો ૧ કોરીંથી ૧૪:૭-૯.) પ્રસ્તાવનાની સમાપ્તિમાં તેણે લખ્યું: “તમે સર્વ તમારી ભાષામાં આ દૈવી અને પવિત્ર સુવાર્તા વાંચો ત્યારે એમાંથી યોગ્ય લાભ ઉઠાવો, . . . અને સારા માટે હંમેશા દેવ તમારો માર્ગ સહેલો કરશે.”—નીતિવચન ૪:૧૮.
વિશ્વાસની કબુલાત
બાઇબલ ભાષાંતરની આગેવાની લીધા પછી લુકારસે બીજું એક હિંમતવાન પગલું ભર્યું. વર્ષ ૧૬૨૯માં તેણે જીનીવામાં વિશ્વાસની કબુલાત પુસ્તકનું પ્રકાશન કર્યું. એ પુસ્તકમાં તેની પોતાની કેટલીક વ્યક્તિગત માન્યતાઓ હતી, તે આશા રાખતો હતો કે ઑર્થોડૉક્સ ચર્ચ દ્વારા એને સ્વીકારવામાં આવે. ધ ઑર્થોડૉક્સ ચર્ચ પુસ્તક પ્રમાણે વિશ્વાસ પુસ્તકે “ઑર્થોડૉક્સના પાદરીપણાના અને (કહેવાતા) પવિત્ર સમાજના બધા જ સિદ્ધાંતોને સંપૂર્ણપણે કાઢી નાખ્યા. એમાં મૂર્તિપૂજા પ્રત્યે શોક પ્રગટ કરવામાં આવ્યો અને સંતોની ઉપાસનાને મૂર્તિપૂજાનું રૂપ આપવામાં આવ્યું.”
વિશ્વાસ પુસ્તકમાં ૧૮ પ્રકરણોનો સમાવેશ થાય છે. એના બીજા પ્રકરણમાં એણે બતાવ્યું કે શાસ્ત્રવચન ઇશ્વરપ્રેરિત છે અને એનો અધિકાર ચર્ચ કરતાં પણ વધારે છે. એ કહે છે: “અમે માનીએ છીએ કે પવિત્ર શાસ્ત્રવચનો દેવ તરફથી છે, . . . અને શાસ્ત્રવચનોનો અધિકાર ચર્ચના અધિકારથી વિશેષ છે. પવિત્ર સુવાર્તા દ્વારા શીખવવામાં આવેલી બાબતો માણસે શીખવેલી બાબતો કરતાં જુદી છે.”—૨ તીમોથી ૩:૧૬.
પ્રકરણ આઠ અને દસ બતાવે છે કે ઈસુ ખ્રિસ્ત જ મધ્યસ્થ, પ્રમુખયાજક અને મંડળના શિર છે. લુકારસે લખ્યું: “અમે માનીએ છીએ કે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના પિતાના જમણા હાથે બેઠા છે, ત્યાં તે આપણા માટે સાચી અને ન્યાયી રીતે યાજક અને મધ્યસ્થીનું કાર્ય કરે છે.”—માત્થી ૨૩:૧૦.
બારમાં પ્રકરણમાં તેણે જણાવ્યું કે ખરાંને ખોટું માનીને ચર્ચ વિમુખ થઈ શકે, પરંતુ વિશ્વાસુ અને શાણા ચાકર દ્વારા પવિત્ર આત્માનો પ્રકાશ તેઓને સાચું માર્ગદર્શન આપી શકે. એના ૧૮માં પ્રકરણમાં લુકારસે જણાવ્યું કે મરણ પછીની માન્યતાઓ દંતકથા છે: “એ સ્પષ્ટ છે કે મરણ પછીની માન્યતાઓ જૂઠી છે અને એ કબૂલવું જ પડશે.”
વિશ્વાસ પુસ્તકની અનુક્રમણિકામાં સંખ્યાબંધ પ્રશ્નોના જવાબોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાં લુકારસે ભાર મૂક્યો કે દરેક વ્યક્તિએ વિશ્વાસથી શાસ્ત્રવચનો વાંચવા જોઈએ અને દેવનો શબ્દ વાંચવામાં નિષ્ફળ જવું એ ખ્રિસ્તીઓ માટે નુકસાનકારક છે. પછીથી તેણે ઉમેર્યું કે પ્રકટીકરણ ૨૨:૧૮, ૧૯.
જૂઠાં શિક્ષણ આપતાં પુસ્તકોને ફેંકી દેવા જોઈએ.—ચોથો પ્રશ્ન આમ પૂછે છે: “આપણે મૂર્તિપૂજાને કઈ દૃષ્ટિથી જોઈએ છીએ?” લુકારસ જવાબ આપે છે: “આપણને દૈવી અને પવિત્ર શાસ્ત્રવચનોમાં શીખવવામાં આવ્યું છે જે કહે છે ‘તું તારે સારૂ કોઈ કોરેલી મૂર્તિ ન કર, અથવા ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની; કોઈ પણ ચીજની પ્રતિમા ન કર, અને તેઓની આગળ નમ પણ નહિ; [નિર્ગમન ૨૦:૪, ૫]’ તેથી આપણે મૂર્તિની કે પ્રતિમાની ઉપાસના કરવી જોઈએ નહિ, પરંતુ ફક્ત આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તાની ઉપાસના કરવી જોઈએ અને તેમની જ આરાધના કરવી જોઈએ. . . . પવિત્ર શાસ્ત્રવચનોમાં . . . [મૂર્તિપૂજા] કરવાની મનાઈ કરવામાં આવી છે, આપણે મૂર્તિપૂજાને ત્યજીશું નહિ તો, ઉત્પન્નકર્તાની ઉપાસના કરવાને બદલે રંગો, કળા અને વ્યક્તિઓની ઉપાસના કરીશું.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૯.
લુકારસ જે સમયમાં જીવતો હતો * એ સમયના આત્મિક અંધકારમાં બાબતો વિષેની પૂરેપૂરી જાણકારી ન હોવા છતાં, તેણે ચર્ચને બાઇબલના સિદ્ધાંત પ્રમાણે અનુસરવા અને લોકોને એનું શિક્ષણ આપવા જે પ્રયાસ કર્યો એ ખરેખર પ્રશંસનીય છે.
આ વિશ્વાસ પુસ્તક બહાર પડ્યા પછીથી તરત જ લુકારસનો ફરીથી વિરોધ શરૂ થયો. વર્ષ ૧૬૩૩માં સીરિલ કૉન્ટારી, જે બેરીયા (હમણાંનું એલેપ્પો)નો વતની હતો તેણે લાંચ આપીને ઑટોમન્સના મુખ્ય વડાની ગાદી પચાવી પાડવાનો પ્રયાસ કર્યો. તે લુકારસનો વ્યક્તિગત દુશ્મન હતો, અને જેઝ્યુઈટ્સ પણ તેને ટેકો આપતા હતા. તેમ છતાં, તે જરૂરી પૈસા ભેગા કરી શક્યો નહિ ત્યારે તેની તરકટ નિષ્ફળ ગઈ. લુકારસે ફરીથી ગાદી મેળવી. પછીના વર્ષે થેસ્સાલોનીકાના ઍથેન્સયુસે એ ગાદી માટે ૬૦,૦૦૦ ચાંદીના સિક્કા ચૂકવ્યા. લુકારસને ફરીથી પદભ્રષ્ટ કરવામાં આવ્યો. પરંતુ મહિનામાં જ તેને ફરીથી બોલાવવામાં આવ્યો અને મૂળ પદ પાછું આપવામાં આવ્યું. આ સમય દરમિયાન સીરિલ કૉન્ટારીએ ૫૦,૦૦૦ ચાંદીના સિક્કા ભેગા કર્યાં, અને મુખ્ય વડાની ગાદી પચાવી પાડી. આ વખતે પણ લુકારસને રોડસ ટાપુમાં દેશનિકાલ કરવામાં આવ્યો. છ મહિના પછી, તેના મિત્રો તેને સહીસલામત પાછા લઈ આવ્યા.
તેમ છતાં, વર્ષ ૧૬૩૮માં જેઝ્યુઈટ અને ઑર્થોડૉક્સે ભેગા થઈને ઑટોમન સામ્રાજ્ય વિરુદ્ધ લુકારસ પર રાજદ્રોહનો ખોટો આરોપ મૂક્યો. આ વખતે રાજાએ તેને મારી નાખવાનો હુકમ કર્યો. પછી લુકારસની ધરપકડ કરવામાં આવી અને જુલાઈ ૨૭, ૧૬૩૮માં તેને દેશનિકાલ કરવા નાની હોડીમાં લઈ જવામાં આવ્યો. હોડી દરિયામાં પહોંચી કે તરત જ તેને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો. તેના શરીરને સમુદ્રના કાંઠે દાટવામાં આવ્યું, પછીથી એને બહાર કાઢીને પાછું સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. એ લાશ માછીમારોના જોવામાં આવી અને પછીથી તેના મિત્રોએ એને ફરીથી દાટી દીધી.
આપણા માટે બોધપાઠ
એક વિદ્વાન જણાવે છે, “પાદરી અને સામાન્ય લોકોનું શિક્ષણ ઊંચું લાવવાના [લુકારસ]ના પ્રાથમિક હેતુની અવગણના કરવી ન જોઈએ કારણ કે સોળમી અને સત્તરમી સદીમાં લોકોનું બાઇબલ જ્ઞાન નહિવત્ પ્રમાણમાં હતું.” લુકારસને તેના ધ્યેય સુધી પહોંચવા સંખ્યાબંધ નડતરોનો સામનો કરવો પડ્યો. તેને મુખ્ય વડાની ગાદીમાંથી પાંચવાર પદભ્રષ્ટ કરવામાં આવ્યો. તેના મરણના ૩૪ વર્ષ પછી યરૂશાલેમની ધાર્મિક સમિતિએ તેની માન્યતાઓ ચર્ચ વિરુદ્ધ છે એમ સમજીને તેના શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો. તેઓએ જાહેર કર્યું કે શાસ્ત્રવચનોને “કોઈ પણ સામાન્ય વ્યક્તિ વાંચી શકશે નહિ, પરંતુ ફક્ત તેઓ જ વાંચી શકશે જેઓ પવિત્ર આત્માની બાબતોને ગહનપણે સમજે છે અને એનું યોગ્ય સંશોધન કરે છે”—એ ફક્ત શિક્ષિત પાદરીઓ જ કરી શકે.
ફરીથી શાસકોએ દેવનો શબ્દ પોતાના લોકો ન વાંચે એ માટે બનતા પ્રયત્નો કર્યાં. આમ, તેઓએ બાઇબલ શિક્ષણના સુમેળમાં નથી એવી પોતાની જૂઠી માન્યતાઓની સામે આંગળી ચિંધનારાઓનો અવાજ હિંસકપણે બંધ કર્યો. તેઓ ધાર્મિક સ્વતંત્રતા અને સત્યના કટ્ટર દુશ્મનો સાબિત થયા. દુઃખની વાત છે કે આવી સતાવણીઓ આપણા દિવસોમાં પણ જુદી જુદી રીતે થાય છે. આ રીતે પાદરીઓ સ્વતંત્રતાના વિચાર અને વક્તવ્યમાં દખલગીરી કરે છે ત્યારે કેવા ગંભીર પરિણામો આવે છે એ આના પરથી જોવા મળે છે.
લુકારસ અને કોડેક્ષ એલેક્ષાંડ્રિનસ મૂલ્યવાન વસ્તુઓમાં બ્રિટીશ પુસ્તકાલય પાંચમી સદી સી.ઈ.ની એક કોડેક્ષ એલેક્ષાંડ્રિનસ બાઇબલની હસ્તપ્રત છે. હવે એના ૮૨૦ પાનામાંથી ફક્ત ૭૭૩ બચ્યા છે.
લુકારસ ઇજિપ્ત, એલેક્ષાંડ્રિયાનો મુખ્ય વડો હતો ત્યારે, તેની પાસે પુસ્તકોનો વિશિષ્ટ સંગ્રહ હતો. તે કોન્સ્ટેનટીનોપલનો મુખ્ય વડો બન્યો ત્યારે, તેણે પ્રાચીન એલેક્ષાંડ્રિનસ કોડેક્ષને પોતાની સાથે રાખી લીધું. વર્ષ ૧૬૨૪માં તેણે આ હસ્તપ્રત અંગ્રેજ રાજા જેમ્સ પહેલાને ભેટ તરીકે આપવા તુર્કસ્તાનના બ્રિટીશ રાજદૂતને આપી. આ હસ્તપ્રત તેના વારસ ચાર્લ્સ પહેલાને ત્રણ વર્ષ પછી આપવામાં આવી.
વર્ષ ૧૭૫૭માં રાજાનું રાજવી પુસ્તકાલય બ્રિટીશ રાષ્ટ્રને આપવામાં આવ્યું. હવે આ શ્રેષ્ઠ પ્રાચીન કૃતિ નવા બ્રિટીશ સંગ્રહાલયના જૉન રીટબ્લેટ ગેલેરીમાં જોવા મળે છે.
[ફુટનોટ]
^ વિશ્વાસ પુસ્તકમાં તેણે ત્રૈક્ય, પૂર્વનિયતીનો સિદ્ધાંત અને અમર જીવ જેવા શિક્ષણોને બાઇબલ આધારિત માનવાનો નકાર કર્યો.
[પાન ૨૯ પર બ્લર્બ]
લુકારસે ચર્ચમાં બાઇબલ શીખવવા અને લોકોને એનું શિક્ષણ આપવા જે પ્રયાસ કર્યો એની પ્રસંશા કરવામાં આવે છે
[ક્રેડીટ લાઈન્સ]
Gewerbehalle, Vol. 10
From The Codex Alexandrinus in Reduced Photographic Facsimile, 1909
[ચિત્ર Credit on page 26]
Bib. Publ. Univ. de Genève