સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પૂરા હૃદયથી યહોવાહને શોધો

પૂરા હૃદયથી યહોવાહને શોધો

પૂરા હૃદયથી યહોવાહને શોધો

ઈસ્રાએલના યાજક એઝરા, દેવના નિયમના પંડિત, સંશોધક, શિક્ષક, અને શાસ્ત્રની હાથેથી નકલ કરવામાં અજોડ હતા. તે ખ્રિસ્તીઓ માટે આજે પૂરા જીવથી યહોવાહની સેવા કરવામાં સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. કેવી રીતે? તે બાબેલોનમાં હતા, ત્યારે તેની આસપાસના લોકો જૂઠાં દેવો અને શેતાનની ઉપાસના કરતા હતા. પરંતુ, તે યહોવાહની ભક્તિમાં એકના બે ન થયા.

એઝરા, કંઈ રાતો રાત યહોવાહના ભક્ત બની ગયા ન હતા. તેમણે એમ કરવા સખત મહેનત કરી હતી. ખરેખર, તે આપણને કહે છે એમ, ‘યહોવાહના નિયમનું સંશોધન કરીને તેને પાળવા તેણે પોતાનું મન લગાડયું.’ (ત્રાંસા અક્ષરો અમારા છે.)—એઝરા ૭:૧૦.

એઝરાની જેમ, આજે યહોવાહ એમના લોકો પાસેથી જે માંગે છે એમ કરવા તેઓ તૈયાર છે. પછી ભલેને આ જગત તેઓની સાચી ઉપાસનાનો વિરોધ પણ કરે. તેથી, ચાલો આપણે પણ વિચાર કરીએ કે, કઈ રીતે આપણું હૃદય, ગુપ્ત વિચારો, વર્તન, ઇચ્છાઓ અને ભાવનાઓ, “યહોવાહના નિયમનું સંશોધન કરીને તેને પાળવામાં” તૈયાર રહી શકીએ.

આપણું હૃદય તૈયાર કરીએ

‘તૈયાર કરવાનો’ મૂળ હેબ્રુ ભાષામાં એનો અર્થ થાય કે, “અમુક હેતુ માટે પોતાના સ્વભાવમાં કે શક્તિમાં તૈયાર થવું કે બનાવવું.” જોકે, બાઇબલનું જ્ઞાન પૂરા હૃદયથી શીખ્યા પછી, જો હવે તમે યહોવાહના સાક્ષી બન્યા હો તો, તમે ખરેખર તમારૂં હૃદય તૈયાર કર્યું છે. તેથી, તમારા હૃદયને “સારી ભોંય” સાથે સરખાવી શકાય, જેનો વિષે ઈસુએ પોતાના બી વાવનારના દૃષ્ટાંતમાં કર્યો હતો.—માત્થી ૧૩:૧૮-૨૩.

છતાં, આપણે આપણા હૃદયને સતત ધ્યાન આપવાની અને શુદ્ધ રાખવાની જરૂર છે. શા માટે? એના બે કારણ છે. એનું પ્રથમ કારણ આપણામાં ઘણી કુટેવો હોય છે. બગીચામાં જેમ ખડ ઊગી નીકળે છે એની સાથે પોતાને સરખાવી શકીએ. ખાસ કરીને “છેલ્લા સમયમાં” આ ખડ જેવી કુટેવો સહેલાઈથી જડ પકડી શકે છે. એનું કારણ કે, શેતાન આ વ્યવસ્થાના ‘વાયુમાં’ વધારે પ્રબળ છે. તેથી, આપણામાં મનમાં ખોટા વિચારો બીની જેમ સહેલાઈથી તે વાવી શકે છે. (૨ તીમોથી ૩:૧-૫; એફેસી ૨:૨) બીજું કારણ ભોંય અર્થાત્‌ જમીન અસર કરે છે. જો જમીને ઉજ્જડ રહેવા દેવામાં આવે તો, એ જલદી જ સૂકાઈ જશે અને કઠણ થઈ જવાથી નકામી બની શકે. અથવા જેમ લોકો બગીચામાં મન ફાવે તેમ ફરીને જમીનને ખૂંદીને કઠણ બનાવી દે તેમ બની શકે. એવી જ રીતે ઉદાહરણ તરીકે, આપણું હૃદય પણ જમીન જેવું જ છે. તેથી, જે લોકોને આપણી માન્યતામાં રસ ન હોય એવા લોકો આપણા હૃદયને જમીનની જેમ ખૂંદે નાખે તો, એ કઠણ બની શકે.

તેથી, આપણે સર્વ આ બાઇબલ સલાહને લાગુ પાડીએ એ આપણા માટે કેટલું મહત્ત્વનું છે, જે કહે છે: “પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ; કેમકે તેમાંથી જ જીવનનો ઉદ્‍ભવ છે.”—નીતિવચન ૪:૨૩.

“ભોંય” જેવા હૃદયને ફળદ્રુપ બનાવતા ઘટકો

ચાલો આપણે અમુક ગુણો વિષે વિચારીએ, જે આપણા “ભોંય” જેવા હૃદયને ફળદ્રુપ બનાવવા મદદ પૂરી પાડશે. જેથી, એના પર સારી અસર પડે. જોકે, એવી ઘણી બધી બાબતો છે, જે આપણા હૃદયની સ્થિતિ સુધારવામાં મદદ કરી શકે. પરંતુ, આપણે એમાંની છ બાબતો વિષે વિચારીશું: આપણી આત્મિક જરૂરિયાત ઓળખવી, નમ્રતા, પ્રમાણિકતા, દેવનો ડર, વિશ્વાસ અને પ્રેમ.

ઈસુએ કહ્યું, “આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે.” (ત્રાંસા અક્ષરો અમારા છે.) (માત્થી ૫:૩) આપણને ભૂખ લાગે છે ત્યારે આપણે ખોરાક લઈએ છીએ. એવી જ રીતે આપણે પણ દેવનું જ્ઞાન લેવા આતુર હોઈશું તો, આપણી આત્મિક ખોરાકની ભૂખ જાગશે. કુદરતી રીતે જ મનુષ્યોમાં આ પ્રકારની ભૂખ હોય છે. એનું કારણ કે, એ જીવનનો અર્થ અને હેતુ પૂરો પાડે છે. પરંતુ, શેતાનની વ્યવસ્થા તરફથી આવતા દબાણો અને પોતાના આળસના કારણે, આપણે બાઇબલ અને એને લગતાં પ્રકાશનનો અભ્યાસ નહિ કરીએ તો, આપણે મંદ પડી શકીએ. તેથી, ઈસુએ કહ્યું: “માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.”—માત્થી ૪:૪.

જેમ કે, નિયમિત અને સારો ખોરાક આપણા શરીરને તંદુરસ્ત બનાવે છે. વળી, એક ભોજનથી બીજા ભોજન સુધીમાં આપણી ભૂખ પણ ઉઘડે છે. એવી જ રીતે દેવ જ્ઞાન વિષે પણ એ સિદ્ધાંત લાગુ પડે છે. તમને કદાચ લાગી શકે કે, હું અભ્યાસ અને વાચન કરવાનો શોખીન નથી. પરંતુ, જો તમે દરરોજ બાઇબલ અને એને લગતાં પ્રકાશનો વાંચવાની ટેવ પાડશો તો, એમ કરવાથી તમારી દેવના જ્ઞાન માટેની ભૂખ જાગશે. તમે તમારા બાઇબલ અભ્યાસ માટે આતુર બનશો. તેથી, પડતું ન મૂકો; આત્મિક ભૂખ વધારવા માટે સખત મહેનત કરો.

નમ્ર બનવાથી હૃદય કોમળ બનશે

હૃદયને તૈયાર થવા મદદ કરતું મહત્ત્વનું ઘટક નમ્રતા છે. કેમ કે નમ્રતાથી આપણે જે શીખીએ છીએ એ લાગુ પાડવા હૃદય મદદ કરે છે. તેમ જ એ આપણને સારી સલાહસૂચન સહેલાઈથી સ્વીકારવા પણ મદદ કરે છે. એ સમજવા માટે ચાલો આપણે રાજા યોશીયાહના સરસ ઉદાહરણનો વિચાર કરીએ. તેમના રાજમાં તેમને મુસા દ્વારા આપવામાં આવેલા દેવના નિયમનો વીંટો મળ્યો. યોશીયાહે નિયમો સાંભળ્યા ત્યારે તેમને ખબર પડી કે, તેમના પૂર્વજો સાચી ઉપાસનાથી કેટલા દૂર જતા રહ્યા હતા. તેથી, તેમણે પોતાનાં વસ્ત્રો ફાડ્યા અને યહોવાહની આગળ રડ્યા. રાજાના હૃદય પર શા માટે દેવનાં વચનોની આટલી ઊંડી અસર પડી? અહેવાલ બતાવે છે કે તેમનું હૃદય “નમ્ર” હતું. તેથી, તેમણે યહોવાહના શબ્દો સાંભળવા માટે પોતાને નમ્ર બનાવ્યા. યહોવાહે યોશીયાહની નમ્રતાની નોંધ લીધી, અને તેમણે કરેલી પ્રાર્થનાનો સ્વીકાર કરી તેમને એ પ્રમાણે આશીર્વાદ આપ્યો.—૨ રાજા ૨૨:૧૧, ૧૮-૨૦.

નમ્ર હૃદયના કારણે ઈસુના “અભણ તથા અજ્ઞાન” શિષ્યો દેવના સત્યોને સમજી શક્યા અને એને પોતાના જીવનોમાં લાગુ પાડી શક્યા. પરંતુ, “જગતમાં ગણાતા” ‘જ્ઞાનીઓ અને બુદ્ધિમાનો’ સત્ય સમજી શક્યા નહિ. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩; લુક ૧૦:૨૧; ૧ કોરીંથી ૧:૨૬) તેઓએ યહોવાહના શબ્દનો સ્વીકાર કરવા પોતાનાં હૃદયને તૈયાર કર્યા ન હતા. એનું કારણ કે, તેઓનાં હૃદય ગર્વથી કઠણ થઈ ગયા હતા. તેથી, આપણે સમજી શકીએ છીએ કે શા માટે યહોવાહ ગર્વને ધિક્કારે છે.—નીતિવચન ૮:૧૩; દાનીયેલ ૫:૨૦.

પ્રમાણિકતા અને દેવનો ડર

પ્રબોધક યિર્મેયાહે લખ્યું કે “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે; તેને કોણ જાણી શકે?” (યિર્મેયાહ ૧૭:૯) આ કપટીપણું વિવિધ રીતે જોવા મળી શકે. જેમ કે પોતાની ભૂલ ઢાંકવા આપણે બાના શોધતા હોઈએ છીએ. વળી, ઘણી વખતે એ સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણો ખરો રંગ પણ દેખાઈ આવી શકે છે. છતાં, પ્રમાણિકતા આપણને આપણા કપટી હૃદય પર જીત મેળવવા મદદ કરશે. એ આપણને પોતા વિષે સત્ય સ્વીકારવા અને સુધારો કરવા મદદ રૂપ છે. ગીતકર્તાએ પણ આવી જ પ્રમાણિકતા બતાવી જ્યારે તેમણે પ્રાર્થના કરી: “હે યહોવાહ, મારી કસોટી કરીને મારી પરીક્ષા કર; મારા અંતઃકરણ તથા હૈયાને કસી જો.” આ કલમ પરથી આપણને સ્પષ્ટપણે જોવા મળે છે કે, ગીતકર્તાએ યહોવાહ તરફથી આવતા માર્ગદર્શનને સ્વીકારવા માટે પોતાનું હૃદય તૈયાર કર્યું હતું. એનો અર્થ એવો પણ થઈ શકે કે, તેમણે પોતાનામાં અમુક કુટેવો છે એનો સ્વીકાર કર્યો જેથી પોતે તેનો સામનો કરી શકે.—ગીતશાસ્ત્ર ૧૭:૩; ૨૬:૨.

દેવનો ડર, રાખવામાં ‘દુષ્ટતાનો ધિક્કાર કરવાનો’ સમાવેશ થાય છે, જે આ શુદ્ધિકરણની પ્રક્રિયામાં મહત્ત્વનું સાધન છે. (નીતિવચન ૮:૧૩) જેઓ યહોવાહની પ્રેમાળકૃપા અને ભલાઈની કદર કરે છે તેઓ સાચે જ દેવનો ડર રાખે છે. તેઓ જાણે પણ છે કે, યહોવાહ તેને મરણની સજા પણ કરી શકે જો તેઓ તેની આજ્ઞા ન પાડે તો. યહોવાહ દેવે બતાવ્યું હતુ કે, જેઓ તેમનો ભય રાખે છે તેઓ તેમની આજ્ઞા પાળશે, જ્યારે તેમણે ઈસ્રાએલ વિષે કહ્યું: “અરે, જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે ને મારા સર્વ હુકમ સદા પાળે તો કેવું સારૂં, કેમકે ત્યારે તો તેમનું તથા તેમના વંશજોનું સદા ભલું થાય!”—પુનર્નિયમ ૫:૨૯.

દેવનો ભય રાખવાનો અર્થ એમ નથી કે, આપણે તેનું કહ્યું નહિ કરીએ તો તે આપણને શિક્ષા કરશે. પરંતુ, એ આપણને દેવને આધીન રહેવા પ્રેરે છે. વળી, આપણે જાણીએ છીએ કે, તે એક પ્રેમાળ પિતા છે અને આપણાં ભલા માટે બધુ જ કરશે. આ પ્રકારનો દેવનો ભય ઉન્‍નતિ કરનાર અને આનંદ આપનાર હોય છે. ઈસુ ખ્રિસ્તે પોતે એનું અનુસરણ કરી બતાવ્યું.—યશાયાહ ૧૧:૩; લુક ૧૨:૫.

તૈયાર હૃદય વિશ્વાસથી ભરપૂર

જેઓ વિશ્વાસથી ભરપૂર હોય છે તેઓ જાણે છે કે, યહોવાહ પોતાના શબ્દ દ્વારા જે કહે છે એ કરશે. વળી, આપણને જે માર્ગદર્શન આપે છે એ હંમેશા સારુ અને આપણા સારા માટે હોય છે. (યશાયાહ ૪૮:૧૭, ૧૮) આવી વ્યક્તિનું હૃદય નીતિવચન ૩:૫, ૬માં આપવામાં આવેલી સલાહ લાગુ પાડવામાં ઊંડો સંતોષ મેળવે છે. જે કહે છે: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.” છતાં, જે વિશ્વાસમાં ખામી ધરાવતું હોય છે તેનું હૃદય, યહોવાહમાં ભરોસો રાખતું નથી. ખાસ કરીને તેમનામાં ભરોસો મૂકવામાં એવો અર્થ થાય કે તેને કંઈ જતું કરવું પડશે. જેમ કે રાજ્ય હિતો વધારવા પોતાનું જીવન સાદું બનાવવાની જરૂર પડે છે. (માત્થી ૬:૩૩) તેથી જ યહોવાહ અવિશ્વાસુ હૃદયને ‘ભૂંડા’ તરીકે જુએ છે.—હેબ્રી ૩:૧૨.

યહોવાહ દેવમાં આપણો વિશ્વાસ કેટલોક છે એ આપણા ખાનગી જીવનના ઘણા પાસામાં જોવા મળે છે. દાખલા તરીકે, ગલાતી ૬:૭નો સિદ્ધાંત કહે છે: “ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ: કોઈ માણસ જે કંઈ વાવે તેજ તે લણશે.” આ સિદ્ધાંતમાં આપણો કેટલોક વિશ્વાસ છે એ, આપણી ફિલ્મોની પસંદગી, શું વાંચીએ છીએ, બાઇબલ અભ્યાસ અને પ્રાર્થનામાં કેટલોક સમય પસાર કરીએ છીએ એના પરથી દેખાઈ આવશે. હા, યહોવાહમાં દૃઢ વિશ્વાસ આપણને “આત્માને અર્થે” વાવવા માટે પ્રેરે એ મહત્ત્વનો ઘટક છે. આ પ્રકારનું હૃદય યહોવાહનું કહ્યું કરવા આપણને તૈયાર કરે છે.—ગલાતી ૬:૮.

પ્રીતિ સૌથી શ્રેષ્ઠ ગુણ

બીજા બધા ગુણો કરતાં, પ્રીતિ સાચે જ આપણી હૃદયરૂપી જમીનને એવી બનાવે છે કે, યહોવાહના માર્ગદર્શન પ્રમાણે કરવા તૈયાર હોય છે. આમ, પાઊલે વિશ્વાસ અને આશાની સરખામણી કરી ત્યારે, તેમણે પ્રીતિનું “શ્રેષ્ઠ” ગુણ તરીકે વર્ણન કર્યું. (૧ કોરીંથી ૧૩:૧૩) પૂરા દિલથી દેવને પ્રીતિ કરતાં હોવાથી તેમને આધીન રહેવામાં પુષ્કળ સંતોષ અને આનંદ મેળવે છે. વળી, તે દેવની જરૂરિયાતો પ્રમાણે જીવવાથી શરમાતો નથી. પ્રેરિત યોહાને કહ્યું: “કેમકે આપણે દેવની આજ્ઞાઓ પાળીએ, એજ દેવ પરનો પ્રેમ છે; અને તેની આજ્ઞાઓ ભારે નથી.” (૧ યોહાન ૫:૩) ઈસુએ પણ એમ જ કહ્યું: “જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો તે મારૂં વચન પાળશે; અને મારો બાપ તેના પર પ્રેમ રાખશે.” (યોહાન ૧૪:૨૩) નોંધ કરો કે, આ પ્રકારનો પ્રેમ બતાવો પણ જોઈએ. હા, જેઓ યહોવાહ દેવ તરફ ખેંચાય છે તેઓને તે ખુબ જ પ્રેમ બતાવશે.

યહોવાહ જાણે છે કે, આપણે સર્વ અપૂર્ણ છીએ અને ભૂલને પાત્ર છીએ. તેમ છતાં, તે આપણાથી દૂર નથી. યહોવાહ તેમના સેવકોમાં ‘સંપૂર્ણ હૃદય’ જોઈ શકે છે. વળી, તે આપણને આનંદ અને મરજીથી તેમની સેવા કરવા પ્રેરણા આપે છે. (૧ કાળવૃત્તાંત ૨૮:૯) જોકે યહોવાહ જાણે છે કે, આપણા હૃદયમાં સારા ગુણો કેળવવા અને પવિત્ર આત્માના ફળો વિકસાવવા સમય અને પ્રયત્નો માંગી લે છે. (ગલાતી ૫:૨૨, ૨૩) તેથી, તે આપણી સાથે ધીરજથી વર્તે છે. શા માટે? “કેમકે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪) ઈસુનો પણ અવો જ સ્વભાવ છે. તેમણે કદી પણ તેમના શિષ્યોની ભૂલો માટે તેઓને તોડી પાડ્યા ન હતા. પરંતુ, ધીરજપૂર્વક તેમને મદદ કરી અને ઉત્તેજન આપ્યું. યહોવાહ અને તેમના પુત્ર ઈસુ આપણી સાથે જે રીતે પ્રેમ, દયા અને ધીરજથી વર્તાવ કરે છે, એમના માટે શું આપણો પ્રેમ ઊભરાવો ન જોઈએ?—લુક ૭:૪૭; ૨ પીતર ૩:૯.

તમને એક સમયે ઊંડા મૂળ કરી ગયેલી ખડ જેવી વર્ષો જૂની કુટેવો દૂર કરવી અઘરું લાગતું હોય તો, નિરાશ થઈને હિંમત હારશો નહિ. એના બદલે, તમે “પ્રાર્થનામાં લાગુ રહો” અને એમાં સુધારો કરવાનું ચાલુ રાખો. તેમ જ યહોવાહ દેવને અવારનવાર મદદ માટે પ્રાર્થના કરો. (રૂમી ૧૨:૧૨) તેમની મદદથી તમે પણ એઝરાની જેમ તમારા હૃદયને પૂરેપૂરું તૈયાર કરવામાં અર્થાત્‌ ‘પોતાનું મન લગાડવા’ સફળ થશો.

[પાન ૩૧ પર ચિત્ર]

એઝરા બાબેલોનમાં યહોવાહની ભક્તિમાં એકના બે ન થયા.

[ચિત્ર Credit line on page 29]

Garo Nalbandian