સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“તમે બાઇબલ વિષે ઘણું બધું જાણો છો”

“તમે બાઇબલ વિષે ઘણું બધું જાણો છો”

રાજ્ય પ્રચારકોના અનુભવ

“તમે બાઇબલ વિષે ઘણું બધું જાણો છો”

બાર વર્ષના ઈસુએ યરૂશાલેમમાંના ધાર્મિક આગેવાનો સાથે હિંમતથી વાત કરી ત્યારે, “જેઓએ તેનું સાંભળ્યું તેઓ બધા તેની બુદ્ધિથી તથા તેના ઉત્તરોથી વિસ્મિત થયા.” (લુક ૨:૪૭) એ જ રીતે આજે, યહોવાહના અનેક યુવાન સેવકો પોતાના શિક્ષકો અને સહાદ્યાયીઓ સાથે દેવ અને બાઇબલ વિષે વાત કરવામાં હિંમત બતાવીને ઘણી વાર સંતોષજનક પરિણામોનો અનુભવ કરે છે.

ટીફની ૧૪ વર્ષની હતી ત્યારે તેના શાળાકીય અભ્યાસ દરમિયાન એક વખત દાનીયેલ ૯:૨૪-૨૭માં જોવા મળતી વર્ષોના સિત્તેર અઠવાડિયાંની બાઇબલ ભવિષ્યવાણીની ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષકે કલમો વિષે થોડીક માહિતી આપીને ઉપરછલ્લી રીતે સમજાવી દીધું.

શરૂઆતમાં તો, ટીફની આંગળી ઊંચી કરી જવાબ આપતા અચકાઈ. તે કહે છે “પરંતુ કોઈ કારણોસર, એણે મને બેચેન બનાવી કે કલમોને સારી રીતે સમજાવવામાં આવી નહોતી. અને એકાએક મેં આંગળી ઊંચી કરી.” શિક્ષકને આશ્ચર્ય થયું કે આ વિષય પર જણાવવા માટે કોઈકની પાસે કંઈક તો છે, જ્યારે કે મોટા ભાગના વિદ્યાર્થીઓને એ સમજવું પણ અઘરું લાગતું હતું.

ભવિષ્યવાણી સમજાવવાની તક મળતા, ટીફની ઊભી થઈને પૂર્વતૈયારી વિના જ સમજાવવા લાગી. તેણે પૂરું કર્યું ત્યારે, વર્ગમાં એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. ટીફની થોડીક ગભરાઈ ગઈ. ત્યાર બાદ વર્ગમાં તેની ઘણી પ્રસંશા કરવામાં આવી.

“એ ખૂબ જ સરસ રહ્યું ટીફની, ખરેખર ખૂબ જ સરસ,” તેના શિક્ષક વારંવાર બોલતા રહ્યા. તેમણે ઉમેર્યું કે પોતે જાણે છે કે એ કલમોમાં ઘણી બધી બાબતો સમાયેલી છે, પરંતુ ફક્ત ટીફની જ એક પ્રથમ વ્યક્તિ હતી જે તેમને આટલું સ્પષ્ટ રીતે સમજાવી શકી. તાસ પૂરો થતાં, તેમણે ટીફનીને પૂછ્યું કે તે બાઇબલ વિષે આટલું બધું કઈ રીતે જાણે છે.

કારણ કે “હું એક યહોવાહની સાક્ષી છું” તેણે જવાબ આપ્યો. “હું પૂરેપૂરી રીતે એ ભવિષ્યવાણી સમજી ન લઉં ત્યાં સુધી મારા માબાપે મને અનેક વખત એ વિષે શીખવ્યું છે.”

સહાદ્યાયીઓ પણ તેના બાઇબલ જ્ઞાનથી આશ્ચર્ય પામ્યા. એક બહેનપણીએ તેને જણાવ્યું: “હવે મને ખબર પડી કે તમે યહોવાહના સાક્ષીઓ શા માટે ઘરે ઘરે જાવ છો; કારણ કે તમે બાઇબલ વિષે ઘણું બધું જાણો છો.” બીજાઓએ વચન આપ્યું કે તેઓ તેની માન્યતા બાબતે તેને ફરીથી ચીડવશે નહિ.

ટીફનીએ પોતાના અનુભવ વિષે પોતાના માબાપને જણાવ્યું ત્યારે, તેઓએ તેને જણાવ્યું કે તેણે પોતાના શિક્ષકને જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તક આપવું જોઈએ. તેણે શિક્ષકને પુસ્તક આપ્યું અને દાનીયેલની ભવિષ્યવાણીવાળો ભાગ બતાવ્યો, તેમણે આનંદથી એનો સ્વીકાર કર્યો અને એ માટે તેનો આભાર માન્યો.

સાચે જ, ખ્રિસ્તી યુવાનો પોતાના માબાપ પાસેથી દેવ અને બાઇબલ વિષે જે શીખ્યા છે એ હિંમતથી બોલે છે ત્યારે, તેઓ યહોવાહ માટે સ્તુતિ અને આદર લાવે છે અને પોતાના માટે આશીર્વાદો લાવે છે.—માત્થી ૨૧:૧૫, ૧૬.