સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દિલાસાની જરૂર!

દિલાસાની જરૂર!

દિલાસાની જરૂર!

“જુલમ વેઠનારાઓનાં આંસુ પડતાં હતાં, અને તેમને દિલાસો દેનાર કોઈ નહોતું; તેમના પર જુલમ કરનારાઓના પક્ષમાં બળ હતું, પણ તેમને દિલાસો દેનાર કોઈ નહોતું.”—સભાશિક્ષક ૪:૧.

શું તમને દિલાસાની જરૂર છે? શું તમે નિરાશામાંથી બહાર આવવાની આશા રાખો છો? શું તમે જીવનના કડવા અનુભવો અને દુઃખમાંથી થોડીક રાહત મેળવવાનું ઇચ્છો છો?

આપણ સર્વને સમયોસમય દિલાસો અને ઉત્તેજનની જરૂર હોય છે. કારણ કે, જીવનમાં ઘણી એવી બાબતો હોય છે જે દુઃખ લાવે છે. આપણે સર્વને રક્ષણ અને પ્રેમાળ હૂંફની જરૂર છે. આપણામાંના ઘણાને વૃદ્ધ થવાનું ગમતું નથી. કેટલાક લોકો ઇચ્છતા હોય છે એમ બાબતો બનતી નથી ત્યારે તેઓ એકદમ હતાશ થઈ જાય છે. વધુમાં, કેટલાક લોકો જ્યારે હૉસ્પિટલમાંથી રીપોર્ટ મેળવે છે તે જોઈને આઘાત પામે છે.

આ ઉપરાંત, આજકાલ આપણી ફરતે જે બની રહ્યું છે એના કારણે દિલાસા અને આશાની જરૂરિયાત ઊભી થઈ છે. ફક્ત ગઈ સદી દરમિયાન જ, દસ કરોડ કરતાં વધારે લોકો યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. * તેઓના માબાપ, ભાઈબહેનો, વિધવા પત્નીઓ અને અનાથ બાળકોને દુઃખી અને વ્યથિત હાલતમાં છોડી ગયા છે, જેઓને દિલાસાની સખત જરૂર છે. આજે સો કરોડ કરતાં પણ વધારે લોકો અત્યંત ગરીબીમાં જીવી રહ્યાં છે. જગતની અડધી વસ્તી નિયમિત તબીબી સારવાર અને દવાઓ મેળવી શકતી નથી. રસ્તા પર વિપુલ પ્રમાણમાં તરછોડાયેલાં બાળકો રખડતાં જોવા મળે છે, જેઓ વેશ્યાવૃત્તિ ઉપરાંત અનેક ખરાબ કામોમાં સંડોવાય છે. તેઓમાંના ઘણા ડ્રગ્સ લેતા હોય છે. કરોડો લોકો એકદમ ખરાબ છાવણીઓમાં રહેતા હોય છે.

જોકે, ફક્ત આંકડાઓ જ લોકોએ અનુભવેલા વ્યક્તિગત દુઃખ અને તકલીફોને વ્યક્ત કરી શકતા નથી. ચાલો આપણે થોડાંક અનુભવો વિષે વિચાર કરીએ. બાલ્કન્સમાંની સેવલાના નામની એક યુવાન સ્ત્રી જેનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો, * તે કહે છે, “મારા માબાપે મને કહ્યું જા ગમે ત્યાંથી પૈસા લઈ આવ ન મળે તો ચોરી કર અથવા ભીખ માંગ. અમારું કૌટુંબિક જીવન એકદમ ખરાબ થઈ ગયું હતું, અને આ ઉપરાંત મારા સગાએ મારી ઇજ્જત લૂંટી લીધી. પછી, મને વેઇટર તરીકેની નોકરી મળી. હું જે પૈસા કમાતી એ મારી મમ્મી લઈ લેતી હતી. તેણે મને ધમકી આપતા કહ્યું કે જો તું કદી પણ આ નોકરી છોડી દઈશ તો હું આત્મહત્યા કરી લઈશ. છેવટે હું વેશ્યા બની. એ સમયે હું ફક્ત ૧૩ વર્ષની હતી. સમય જતાં, હું ગર્ભવતી બની અને મારે ગર્ભપાત કરાવવો પડ્યો. હું ૧૫ વર્ષની હોવા છતાં, ૩૦ વર્ષની દેખાતી હતી.”

લૅટ્‍વીઆમાં લીમેન્સીસ નામનો એક યુવાન કહે છે કે, જીવનના કડવા અનુભવના કારણે તેને દિલાસાની જરૂર હતી. તે ૨૯ વર્ષના હતો ત્યારે કાર ઍક્સિડન્ટમાં કમરની નીચેનો ભાગ અપંગ થઈ ગયો હતો. તે સાવ જ ઉદાસ થઈ ગયો અને પછી દારૂની લતે ચઢી ગયો. તે ક્યાંથી દિલાસો મેળવી શકે?

વળી, એન્જીનો પણ વિચાર કરો. તેના પતિની ત્રણવાર મગજની સર્જરી કરવામાં આવી હતી, જેના કારણે તેનો અડધો ભાગ લગભગ અપંગ થઈ ગયો હતો. છેલ્લી સર્જરીના પાંચ વર્ષ પછી, તેમનો ખરાબ રીતે ઍક્સિડન્ટ થયો, જેમાં તે મરણની અણી પર હતા. એન્જી હૉસ્પિટલના તાત્કાલિક સારવાર રૂમમાં પ્રવેશી ત્યારે તેણે જોયું કે તેના પતિના માથામાં બહુ જ ઈજા થઈ છે, અને તે બચશે એવી કોઈ આશા ન હતી. તેઓના કુટુંબ પર દુઃખના દિવસો આવવાના જ હતા. તે કેવી રીતે મદદ અને ઉત્તેજન મેળવી શકે?

અમુક વર્ષો પહેલાં પેટ્રિશા માટે શિયાળો સામાન્ય હતો. છતાં, પછીના ત્રણ દિવસમાં શું થયું એના વિષે તેને કંઈ યાદ ન હતું. પછીથી તેના પતિએ તેને કહ્યું કે, છાતીના સખત દુઃખાવા પછી તેના હૃદયના ધબકારા જાણે બંધ જ થઈ ગયા હતા. પહેલાં તેનું હૃદય ખૂબ ઝડપથી અને અનિશ્ચિત રીતે ધબકતું હતું. ત્યાર પછી તેનું હૃદય અચાનક બંધ થઈ ગયું અને શ્વાસ પણ બંધ થઈ ગયો. પેટ્રિશા કહે છે, “તબીબી દૃષ્ટિએ હું મરી ગઈ હતી.” પરંતુ, કોઈક રીતે હું બચી ગઈ. લાંબા સમય સુધી દવાખાનામાં રહ્યા પછી, તે કહે છે: “મારા હૃદયના ધબકારા સામાન્ય રીતે ચાલુ બંધ કરવા માટે જે ટેસ્ટ લીધા હતા એનાથી હું ખૂબ ડરી ગઈ હતી.” કઈ રીતે તે આ મુશ્કેલ સમયમાં મનની શાંતિ મેળવી શકે?

જૉ અને રીબેકાનો ૧૯ વર્ષના દીકરાનું ગાડીના ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. તેઓ કહે છે, “અમે પહેલા એના જેવા કોઈ પણ ગંભીર બનાવનો સામનો કર્યો ન હતો. જોકે અમે, સગા સંબંધીઓના દુઃખમાં સહભાગી થયા હતા. પરંતુ, આના જેવું દુઃખ અમે કદી પણ અનુભવ્યું ન હતું.” તોપછી, આવા “દુઃખદ” સમયમાં તેઓ શામાંથી દિલાસો મેળવી શકે? જ્યારે કે ખાસ કરીને જેને તમે ચાહતા હો તેને મરણમાં ગુમાવ્યા હોય ત્યારે?

આ બધી જ વ્યક્તિઓ અને બીજા કરોડો લોકો ખરેખર દિલાસો અને મનની શાંતિ મેળવી શક્યા છે. તમે પણ એ માહિતીમાંથી કેવી રીતે લાભ મેળવી શકો એ જોવા માટે કૃપા કરીને હવે પછીનો લેખ પણ વાંચો.

[ફુટનોટ્‌સ]

^ વાસ્તવમાં લશ્કરના સૈનિકો કે નાગરિકો કેટલી સંખ્યામાં મૃત્યુ પામ્યા છે એનો ચોક્કસ આંકડો કોઈ જાણતું નથી. દાખલા તરીકે, વર્ષ ૧૯૯૮નું અમેરિકાના યુદ્ધોની હકીકત (અંગ્રેજી) નામનું પુસ્તક બતાવે છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ દસ કરોડ કરતાં વધારે લોકો માર્યા ગયા હતા. એ નોંધે છે: “મોટા ભાગના ઇતિહાસકારો બતાવે છે કે, યુદ્ધના કારણે ૫ કરોડ લોકો (સૈનિકો અને નાગરિકો) મૃત્યુ પામ્યા એવો અહેવાલ જોવા મળે છે. પરંતુ, એ વિષે વધુ તપાસ કરનારાઓ માને છે કે વાસ્તવમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા વધારે છે, અર્થાત્‌ બમણી છે.”

^ નામ બદલવામાં આવ્યું છે.

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

UNITED NATIONS/PHOTO BY J. K. ISAAC

UN PHOTO 146150 BY O. MONSEN