સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

ઈસુના માથા પર મૂલ્યવાન અત્તર રેડવામાં આવ્યું એ સંબંધી ત્રણ સુવાર્તાઓમાં ફરિયાદ કરવામાં આવી છે. શું એ ફરિયાદ ખાલી યહુદાએ જ કરી કે ઘણા પ્રેષિતોએ પણ કરી?

આ બનાવ આપણને માત્થી, માર્ક અને યોહાનની સુવાર્તાઓમાં જોવા મળે છે. એમાં જોવા મળે છે કે યહુદા ફરિયાદ કરવાનું શરૂ કરે છે ત્યારે તેની સાથે કેટલાક પ્રેષિતો પણ જોડાય છે. આ બનાવનો ચારેય સુવાર્તાઓમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાથી આપણે એના આભારી થઈ શકીએ. દરેક લેખકે જે લખ્યું એ ચોક્કસ હતું, પરંતુ દરેક વ્યક્તિએ સરખી માહિતી આપી નથી. અહેવાલોની સરખામણી કરવાથી આપણને ઘણા બનાવો વિગતવાર જાણવા મળે છે.

માત્થી ૨૬:૬-૧૩નો અહેવાલ સ્થળ બતાવે છે—બેથાનીઆમાં સીમોન કોઢિયાનું ઘર—પરંતુ જે સ્ત્રી ઈસુના માથા પર મૂલ્યવાન અત્તર રેડે છે તેનું નામ જોવા મળતું નથી. માત્થીએ નોંધ્યું: “તેના શિષ્યોએ તે દીઠું ત્યારે તેઓએ ગુસ્સે થઈને” ફરિયાદ કરી કે એ અત્તરને વેચતા ઘણું મૂલ્ય મળી શક્યું હોત અને એ દરિદ્રીઓને આપી શક્યા હોત. (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.)

માર્કનો અહેવાલ ઘણી બધી વિગતોનો સમાવેશ કરે છે. પરંતુ તેમણે ઉમેર્યું કે એ સ્ત્રીએ ડબ્બી ભાંગીને ખોલી. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે એ ‘જટામાંસીનું અતિ મૂલ્વાન અત્તર’ હતું, આવું અત્તર ભારતમાંથી મેળવી શકાતું હતું. માર્કે ફરિયાદ વિષેનો અહેવાલ આપ્યો કે ‘કેટલાક પોતાના મનમાં નારાજ થયા’ અને “તેઓએ તેની વિરૂદ્ધ કચકચ કરી.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (માર્ક ૧૪:૩-૯) આમ, બે અહેવાલો બતાવે છે કે એક કરતાં વધારે પ્રેષિતોનો ફરિયાદ કરવામાં સમાવેશ થતો હતો. તેમ છતાં એની શરૂઆત કઈ રીતે થઈ?

યોહાન આંખેદેખ્યા સાક્ષી હોવાથી તેમણે મુદ્દાસર માહિતી પૂરી પાડી. તેમણે જણાવ્યું કે તે સ્ત્રીનું નામ મરિયમ હતું, તે માર્થા અને લાજરસની બહેન હતી. તેણે “અત્તર લઈને ઈસુને પગે ચોળ્યું, અને પોતાને ચોટલે તેના પગ લૂછ્યા.” યોહાને પણ આ જે વિગત પૂરી પાડી એને આપણે વિરોધાભાસ ગણવાને બદલે પૂરક ગણી શકીએ. અહેવાલોને સંયુક્ત કરતા આપણે જોઈ શકીએ છીએ કે મરિયમે ‘જટામાંસીનું અત્તર’ ઈસુના માથા અને પગ પર રેડ્યું, જેમ યોહાન જણાવે છે. યોહાન ઈસુ ખ્રિસ્તના ગાઢ મિત્ર હતા અને તેમનો કોઈ અનાદર કરે એ યોહાનને ગમતું ન હતું. આપણે વાંચીએ છીએ: “તેના શિષ્યોમાંનો એક, યહુદા ઈસકારીઓત, જે તેને પરસ્વાધીન કરનાર હતો, તે કહે છે, કે એ અત્તર ત્રણસો દીનારે વેચીને તે પૈસા ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહિ?”—યોહાન ૧૨:૨-૮.

અલબત્ત, યહુદા “તેના શિષ્યોમાંનો એક” હતો, પરંતુ આપણે યોહાનના ગુસ્સાનો અંદાજ લગાવી શકીએ છીએ, કારણ કે તે જાણતા હતા કે તેઓમાંથી એક પ્રેષિત ઈસુને પરસ્વાધીન કરાવશે. યોહાન ૧૨:૪ને અવલોકતા ભાષાંતરકાર ડૉ. સી. હૉવર્ડ મેથનીએ કહ્યું કે ગ્રીક વ્યાકરણને જોતા સ્પષ્ટ દેખાય છે કે યહુદાએ ઈસુનો વિશ્વાસઘાત કરવાની યોજના એક પળમાં બનાવી નહોતી, પરંતુ એ યોજના તેણે ઘણા દિવસોથી બનાવી હતી. યોહાને ઉમેર્યું કે યહુદાએ ફરિયાદ કરી, પરંતુ “ગરીબોને માટે તેને દાઝ હતી એ કારણથી તેણે આમ કહ્યું નહોતું; પણ તે ચોર હતો, અને થેલી રાખતો હતો, અને તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો, તે માટે કહ્યું.”

એથી આ સર્વ બાબતોથી ખબર પડે છે કે યહુદાએ ફરિયાદ કરવાનું શરૂ કર્યું. કારણ કે એ મૂલ્યવાન અત્તરને વેચીને એના જે પૈસા ભંડોળમાં નાખવામાં આવ્યા હોત, એની તે ચોરી કરી શક્યો હોત. યહુદાએ ફરિયાદ કરીને એનું કારણ બતાવ્યું ત્યારે કદાચ બીજા પ્રેષિતો પણ તેની સાથે સહમત થયા હોય શકે. તેમ છતાં, યહુદા ફરિયાદ કરવા માટે ઉશ્કેરનાર મુખ્ય વ્યક્તિ હતો.