શું તમને યાદ છે?
શું તમને યાદ છે?
શું તમે ચોકીબુરજના તાજેતરના અંકો પર મનન કર્યું છે? એમ હોય તો, તમને નીચેના મુદ્દાઓ યાદ કરવાનું ગમશે:
• શા માટે કોરિયામાં નાતાલને સ્વીકારવું સહેલું બન્યું?
કોરિયાના અને બીજા કેટલાક દેશોના લોકો એવું માનતા હતા કે, ડિસેમ્બર મહિનામાં લોકોના ઘરના રસોડામાં ચીમની દ્વારા એક દેવ ઈનામ લાવતા હતા. વધુમાં, બીજા વિશ્વયુદ્ધ પછી યુ.એસ.ના સૈનિકો ચર્ચના લોકોને ભેટો આપીને મદદ પૂરી પાડતા હતા.—૧૨/૧૫, પાન ૪, ૫.
• યશાયાહ ૨૧:૮ની પરિપૂર્ણતામાં દેવે આપણા સમયમાં “ચોકીદાર” તરીકે કોને મૂક્યા છે?
અભિષિક્ત ખ્રિસ્તીઓ ચોકીદાર વર્ગની જેમ સેવા કરે છે. તેઓ જગતના બનાવો જે બાઇબલ ભવિષ્યવાણીને પરિપૂર્ણ કરે છે એ વિષે લોકોને ચેતવણી આપે છે. તેઓ બાઇબલ વિદ્યાર્થીઓને બિનશાસ્ત્રીય સિદ્ધાંતોને ઓળખવા અને ટાળવા મદદ કરે છે.—૧/૧, પાન ૮, ૯.
• “પૉલિશ ભાઈઓ” કોણ હતા?
પૉલેન્ડની અંદર ૧૬મી અને ૧૭મી સદીમાં તેઓનું એક નાનું જૂથ હતું, જેઓએ બાઇબલને વળગી રહેવાનું ઉત્તેજન આપ્યું. આથી તેઓએ ચર્ચના સિદ્ધાંતો જેમ કે ત્રૈક્ય, નાનાં બાળકોનું બાપ્તિસ્મા અને નર્કની માન્યતાનો નકાર કર્યો. એ સમય દરમિયાન તેઓનો સખત વિરોધ થયો અને બીજા દેશોમાં ભાગી જવા માટે તેઓને દબાણ કરવામાં આવ્યું.—૧/૧, પાન ૨૧-૩.
• જ્યોતિષીઓ અથવા આગાહી કરનારાઓની ભવિષ્યવાણીઓ પર ભરોસો કરવા કરતાં શા માટે બાઇબલ પર ભરોસો કરવો જોઈએ?
કહેવાતા પ્રબોધકો તદ્દન બિનભરોસાપાત્ર સાબિત થયા છે, કારણ કે તેઓ યહોવાહ અને બાઇબલની અવગણના કરે છે. ફક્ત બાઇબલ ભવિષ્યવાણીઓ જ તમને દેવનો હેતુ જાણવા, લાભ મેળવવા અને તમારા કુટુંબનું રક્ષણ કરવામાં મદદ કરશે.—૧/૧૫, પાન ૩.
• કયા પુરાવા સાબિત કરે છે કે આપણે છેલ્લા સમયમાં જીવી રહ્યાં છીએ?
શેતાનને આકાશમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે એની અસર આપણે જોઈ શકીએ છીએ. (પ્રકટીકરણ ૧૨:૯) પ્રકટીકરણ ૧૭:૯-૧૧માં નોંધવામાં આવ્યા પ્રમાણે આપણે છેલ્લા ‘રાજાʼના સમયમાં જીવી રહ્યા છીએ. ખરા અભિષિક્તોની સંખ્યા ઘટી રહી છે છતાં, મહાન વિપત્તિ ચાલુ થશે ત્યારે કેટલાક અભિષિક્તો હજુ પૃથ્વી પર હશે.—૧/૧૫, પાન ૧૨, ૧૩.
• હબાક્કૂકનું પુસ્તક ક્યારે લખવામાં આવ્યું, અને શા માટે આપણે એમાં રસ ધરાવવો જોઈએ?
બાઇબલનું આ પુસ્તક ૬૨૮ બી.સી.ઈ.માં લખાયું હતું. એમાં પ્રાચીન યહુદાહ અને બાબેલોન વિરુદ્ધ યહોવાહના ન્યાયદંડ વિષે પણ સમાવેશ થયો છે. એમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે જલદી જ આપણા સમયમાં દુષ્ટોનો નાશ કરવામાં આવશે.—૨/૧, પાન ૮.
• સક્ષમ પત્નીઓ માટે એક માતાની શાણી સલાહ આપણને બાઇબલમાં ક્યાં જોવા મળી શકે?
નીતિવચનના પુસ્તકનો છેલ્લો અધ્યાય, અધ્યાય ૩૧ આવી સલાહ માટેનો શ્રેષ્ઠ ઉદ્ભવ છે.—૨/૧, પાન ૩૦, ૩૧.
• યહોવાહે આપણને “ખ્રિસ્તનું મન” પ્રગટ કર્યું હોવાથી શા માટે આપણે આભારી થવું જોઈએ? (૧ કોરીંથી ૨:૧૬)
સુવાર્તાના અહેવાલથી યહોવાહ આપણને ઈસુના વિચારો, લાગણીઓ, પ્રવૃત્તિઓ અને પસંદગી વિષે શીખવા સમર્થ કરે છે. એ આપણને ઈસુ જેવા બનવા મદદ કરી શકે. ખાસ કરીને એના પર ભાર મૂકવામાં આવે છે કે આપણે જીવન બચાવનાર પ્રચારકાર્યમાં ભાગ લેવો જ જોઈએ.—૨/૧૫, પાન ૨૫.
• શું આજે દેવ પ્રાર્થનાઓનો જવાબ આપે છે?
હા. તો પણ બાઇબલ બતાવે છે તેમ દેવ સર્વ પ્રાર્થનાઓનો જવાબ આપતા નથી. પરંતુ આધુનિક દિવસનાં ઉદાહરણો સાબિત કરે છે કે જે લોકોએ દિલાસા માટે પ્રાર્થના કરી હતી અને ભૌતિક બાબતની સમસ્યા અર્થે ઉકેલ માટે મદદ માંગી હતી તેઓને દેવે અવારનવાર પ્રત્યુત્તર આપ્યો છે.—૩/૧, પાન ૩-૭.
• દેવના સામર્થ્યનો ઉપયોગ કરવા આપણે શું કરવું જોઈએ?
આપણે એને પ્રાર્થનામાં માગી શકીએ, આત્મિક દૃઢતા માટે બાઇબલનો ઉપયોગ કરી શકીએ અને ખ્રિસ્તી સંગત દ્વારા દૃઢ થઈ શકીએ.—૩/૧, પાન ૧૫, ૧૬.
• ખ્રિસ્તી સભાઓમાંથી લાભ મેળવવા માબાપો કઈ રીતે બાળકોને મદદ કરી શકે?
તેઓ પોતાનાં બાળકોને જાગતા રહેવા મદદ કરી શકે. કદાચ તેઓ સભાઓમાં આવતા પહેલાં થોડી ઊંઘ લઈને આવી શકે. બાળકોને “નોંધ” લેવા માટે ઉત્તેજન આપી શકાય, જેમ કે દરેક સમયે પ્રખ્યાત શબ્દો અથવા નામોનો ઉપયોગ થાય છે એ વિષે નોંધ લેવી.—૩/૧૫, પાન ૧૭, ૧૮.
• આપણે અયૂબના ઉદાહરણ પરથી કઈ બાબતો શીખી શકીએ?
અયૂબે દેવ સાથેના પોતાના સંબંધને પ્રથમ સ્થાન આપ્યું. તે સાથી માનવો પ્રત્યે સારો વ્યવહાર કરતા હતા. તે પોતાની પત્નીને વફાદાર રહ્યા, પોતાના કુટુંબની આત્મિકતા વિષે ચિંતા બતાવી અને કસોટી હેઠળ પણ વિશ્વાસુ રહ્યા.—૩/૧૫, પાન ૨૫-૭.
• શું બાઇબલમાં કોઈ રહસ્યમય સંદેશ છે જેમાંથી રહસ્યમય બાબતોને સમજી શકાય?
ના. બાઇબલમાં કોઈ રહસ્યમય સંદેશ નથી. બાઇબલ સિવાયના બીજાં સાંસારિક પુસ્તકોમાં પણ રહસ્યમય બાબતો હોવાનો દાવો કરી શકાય. હેબ્રી હસ્તપ્રતના અક્ષરોમાં ઘણો તફાવત છે એથી બાઇબલમાં રહસ્યમય સંદેશ હોવાનો દાવો તદ્દન અર્થહીન છે.—૪/૧, પાન ૩૦,૩૧.