ઈસુ વિષેના લખાણો પર - વિવાદ
ઈસુ વિષેના લખાણો પર - વિવાદ
શું ઈસુ ખ્રિસ્તના જન્મ વિષે બાઇબલમાં આપેલા અહેવાલો સાચા છે?
શું તેમણે પહાડ પરનો ઉપદેશ આપ્યો હતો?
શું ઈસુને ખરેખર સજીવન કરવામાં આવ્યા હતા?
શું તેમણે ખરેખર આમ કહ્યું હતું કે: “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું”?—યોહાન ૧૪:૬.
આવા પ્રશ્નોના જવાબો મેળવવા માટે ૧૯૮૫થી દર વર્ષે લગભગ ૮૦ પંડિતો ભેગા થાય છે. વર્ષમાં બે વાર તેઓ ‘ઈસુને લગતા પ્રશ્નોની ચર્ચા કરવા’ માટે ભેગા મળે છે. આવા પ્રશ્નોના જવાબો મેળવવા માટે પંડિતોએ વિચિત્ર રીત અપનાવી છે. ઈસુએ આપેલા દરેક પ્રવચનો ખરા છે કે નહિ, એ નક્કી કરવા પંડિતો મત આપીને નિર્ણય
લે છે. જેમાં લાલ રંગનો કાગળ દર્શાવે છે કે ઈસુએ પોતે એ વચનો કહ્યાં હતા. ગુલાબી રંગનો કાગળ દર્શાવે છે કે, ઈસુએ કદાચ એમ કહ્યું હશે. ભૂખરા રંગનો કાગળ દર્શાવે છે કે એ ઈસુના વિચારો સાથે મળતા આવે છે ખરા, પરંતુ હકીકતમાં ઈસુએ એમ કહ્યું ન હતું. અને કાળા રંગનો કાગળ એમ દર્શાવે છે કે ઈસુ વિષેનો અહેવાલ સાચો નથી. રિવાજ પ્રમાણે ઈસુ વિષેની આ બધી વાતો પાછળથી લખવામાં આવી છે.આ રીતે ‘ઈસુને લગતા પ્રશ્નોની ચર્ચામાં’ આવેલા પંડિતોએ શરૂઆતમાં પૂછેલા ચાર પ્રશ્નોનો જવાબ “ના”માં આપ્યો. હકીકતમાં, ૮૨ ટકા પંડિતોએ કાળા રંગનો કાગળ વાપરીને કહ્યું કે, ઈસુના લખાણો પાછળથી લખવામાં આવ્યાં છે. તેઓના કહેવા પ્રમાણે, બાઇબલમાં આપેલો ઈસુ વિષેનો અહેવાલ અને બીજા લખાણોમાંથી ફક્ત ૧૬ ટકા માહિતી જ સાચી છે.
જોકે, પહેલી વાર જ ઈસુના લખાણો પર આવી ટીકાઓ કરવામાં આવી નથી. વર્ષ ૧૭૭૪માં હેમબર્ગ, જર્મનીમાં એશિયન ભાષાના પંડિત હર્મોન રીમોરસે, ઈસુના લખાણો પર ૧૪૦૦ પાનનું પુસ્તક લખ્યું હતું. એ તેના મૃત્યુ પછી બહાર પાડવામાં આવ્યું. એમાં રીમોરસે ઈસુના લખાણો પર શંકાઓ ઉઠાવી હતી. રીમોરસનો નિર્ણય ભાષાના અભ્યાસ પરથી જ કરવામાં આવ્યો હતો. તેથી, તેને ઈસુના લખાણો પરથી એવું લાગ્યું કે, એ સુસંગત નથી. ત્યારથી માંડીને ટીકાકારો ઈસુના લખાણો સાચા છે કે નહિ એ પર શંકા ઉઠાવી રહ્યા છે. આ કારણે ઘણા લોકોનો એમાં વિશ્વાસ રહ્યો નથી.
વળી, આ પંડિતો એક વાત પર સહમત થાય છે કે, ઈસુ વિષેના લખાણો ધાર્મિક દંતકથાઓ છે. એ જુદી જુદી વ્યક્તિઓ દ્વારા પેઢી દર પેઢીથી ઉતરી આવી છે. શંકાના કારણે પંડિતોના મનમાં આવા પ્રશ્નો ઊઠે છે: લેખકો ખ્રિસ્તીઓ હતા તેથી શું તેઓએ ઈસુ વિષે મરી-મસાલો ઉમેરીને લખ્યું હશે? શું પ્રથમ સદીના ખ્રિસ્તીઓનો એવો ધ્યેય હતો કે, ઈસુએ જે કહ્યું હતું એમાં વધારાની બાબતો ઉમેરે? બાઇબલમાં ઈસુ વિષેના ક્યાં લખાણો ભરોસાપાત્ર છે?
નાસ્તિક સમાજમાં મોટા થયા છે તેઓ એવું માને છે કે, ઈસુ વિષેના બાઇબલના લખાણો દંતકથાઓ જ છે. વળી, કેટલાકને ખ્રિસ્તી રાષ્ટ્રનો ઇતિહાસ જોઈને શરમ આવે છે. કારણ કે તેઓ ધાર્મિક હોવાનો દાવો કરે છે, પરંતુ તેઓએ જુલમ કરીને લોહીની નદીઓ વહેવડાવી છે. વળી, લોકો તેઓનું વર્તન જોઈને તેઓના ધર્મ પુસ્તકમાં શું લખેલું છે એ પણ જાણવા તૈયાર નથી. તેથી લોકો એવું માને છે કે, આ ધાર્મિક પુસ્તક વાંચતા લોકોમાં આટલો બધો ઢોંગ હોય તો એમાં દંતકથા સિવાય બીજુ શું હોય શકે?
તમને શું લાગે છે? શું તમે પણ કેટલાક પંડિતોની જેમ ઈસુના લખાણો પર શંકા કરશો? જ્યારે તમે એવું સાંભળો કે, બાઇબલના લેખકોએ મરી મસાલો ઉમેરીને ઈસુ વિષે લખ્યું છે, ત્યારે એનાથી શું તમારો વિશ્વાસ ડગમગી જવો જોઈએ છે? ખ્રિસ્તી રાષ્ટ્રના કૃત્યો જોઈને શું તમારે પણ ઈસુના લખાણો પર શંકા કરવી જોઈએ? અમે તમને ઉત્તેજન આપીએ છીએ કે તમે એના વિષે સત્ય જાણો. ચાલો એ માટે હવે પછીનો લેખ તપાસીએ.
[પાન ૪ પર ચિત્ર]
ઈસુ વિષે બાઇબલમાં આપેલો અહેવાલ સાચો કે ખોટો?
[ક્રેડીટ લાઈન]
Jesus Walking on the Sea/The Doré Bible Illustrations/Dover Publications
[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Background, pages 3-5 and 8: Courtesy of the Freer Gallery of Art, Smithsonian Institution, Washington, D.C.