ભારતમાં બાઇબલ અભ્યાસ દ્વારા વિશ્વાસ દૃઢ કરવો
આપણે વિશ્વાસ રાખનારા છીએ
ભારતમાં બાઇબલ અભ્યાસ દ્વારા વિશ્વાસ દૃઢ કરવો
હિમથી ઢંકાયેલો વિશાળ હિમાલય પર્વત ઉત્તર દિશાએ આવેલો છે. અને હિંદ મહાસાગર દક્ષિણે આવેલો છે. ભારત દેશમાં ભૌગોલિક અને ધાર્મિક રીતે વિવિધતા જોવા મળે છે. ભારતની ૧૦૦ કરોડ કરતાં વધારે વસ્તીમાં લગભગ ૮૩ ટકા હિંદુઓ, ૧૧ ટકા મુસલમાન અને બાકીના ખ્રિસ્તીઓ, શીખ, બૌદ્ધ અને જૈન છે. સર્વ સ્વતંત્ર રીતે ઉપાસના કરે છે. ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા કહે છે કે “ભારતીઓના જીવનમાં ધર્મ મહત્ત્વનો છે.”
બાઇબલ પ્રમાણે જીવન જીવતા લોકોને યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ભારતમાં ૨૧,૨૦૦ કરતાં પણ વધુ છે. જગતના બીજા ભાગોની જેમ ભારતમાં પણ સાક્ષીઓ પોતાના પડોશીઓને બાઇબલમાં વિશ્વાસ દૃઢ કરવા મદદ કરવાને એક લહાવો ગણે છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) ભારતની દક્ષિણે આવેલા ચેન્નઈમાં એક કૅથલિક કુટુંબે કઈ રીતે બાઇબલ સત્ય મેળવ્યું એ વિષે વિચાર કરો.
યહોવાહના સાક્ષીઓના સંપર્કમાં આવ્યા અગાઉ, આ કુટુંબ ચમત્કારો, સંદર્શનો, ભિન્ન ભાષાઓ બોલવી અને બીમારોને સાજા કરવામાં આગળ પડતો ભાગ લેતું હતું. તેઓ ચર્ચ અને સમાજમાં આગળ પડતા હતા. કુટુંબના કેટલાક સભ્યોને લોકો “સ્વામી” કહીને બોલાવતા હતા, જેનો અર્થ “પ્રભુ” થાય છે. એક દિવસે સાક્ષીઓએ કુટુંબની મુલાકાત લઈને તેઓને બાઇબલમાંથી બતાવ્યું કે ઈસુ સર્વશક્તિમાન દેવ નહિ પરંતુ તેમના પુત્ર છે. સાક્ષીઓએ એ પણ બતાવ્યું કે દેવનું નામ યહોવાહ છે અને યહોવાહનો હેતુ પૃથ્વીને સુંદર બગીચા જેવી બનાવવાનો છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮; લુક ૨૩:૪૩; યોહાન ૩:૧૬.
કુટુંબનાં સભ્યો બાઇબલને આદર આપતા હોવાથી તેઓને સાક્ષીઓની વાતમાં રસ પડવા લાગ્યો. આથી, તેઓ યહોવાહના સાક્ષીઓ સાથે નિયમિત બાઇબલ અભ્યાસ કરવા લાગ્યા. પરંતુ ચર્ચના સભ્યો તરફથી તેઓની ઠઠ્ઠા મશ્કરી થઈ. તોપણ, કુટુંબે બાઇબલ અભ્યાસ ચાલુ જ રાખ્યો. તેઓનું જ્ઞાન વધતું ગયું અને વિશ્વાસ દૃઢ થતો ગયો તેમ, તેઓએ જૂઠાં ધર્મની વિધિઓ છોડી દીધી. આજે આ કુટુંબમાંથી માતા, દિકરી અને જમાઈ બાપ્તિસ્મા પામેલા સાક્ષીઓ છે. અને માતા અમુક વાર સહાયક પાયોનિયર તરીકે સેવા આપે છે.
વિશ્વાસથી અપંગતા સહન કરવી
પંજાબના એક ગામડામાં સુંદરલાલ નામે એક યુવાન છે. સાચા દેવની ભક્તિ માટે તેમણે કુંટુંબ અને ગામના દેવદેવીઓનો ત્યાગ કર્યો હતો. ઉપરાંત તે પોતે અપંગ હતા. આ કારણોસર તેમને બીજાઓને દેવની સરકાર વિષેના સારા સમાચાર જણાવવા હિંમત અને વિશ્વાસની જરૂર હતી.—માત્થી ૨૪:૧૪.
સુંદરલાલ ડૉક્ટરના મદદનીશ તરીકે કામ કરતા હતા. તે અને તેમનું કુટુંબ પોતાના ગુરુના માર્ગદર્શન અનુસાર જુદા જુદા દેવતાઓની ભક્તિ કરતું હતું. વર્ષ ૧૯૯૨ની એક રાત્રે રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે ટ્રેન અકસ્માતમાં તેમના બંને પગ કપાઈ ગયા. તે બચી તો ગયાં, પરંતુ તેમનું જીવન ધૂળધાણી થઈ ગયું. કુટુંબની મદદ હોવા છતાં, તેમનું ભાવિ નિરાશાજનક હતું. સુંદરલાલ એકદમ ઉદાસીન બની ગયા અને તે આત્મહત્યા કરવા વિષે વિચારી રહ્યાં હતા.
સમય જતા સુંદરલાલને યહોવાહના એક સાક્ષી સાથે મુલાકાત થઈ. તેમણે તેમને બાઇબલમાંથી બતાવ્યું કે દેવે પૃથ્વીને સુંદર બગીચા જેવી બનાવવાનું વચન આપ્યું છે. તેમને પ્રેમ કરનાર અને તેમનો ભય રાખનાર લોકોને તે સંપૂર્ણ સ્વાસ્થ્ય આપશે. સુંદરલાલે એક વર્ષ સુધી ખંતપૂર્વક બાઇબલ અભ્યાસ કર્યો. તેમને ખ્રિસ્તી સભાઓમાં હાજરી આપવાનું આમંત્રણ આપવામાં આવ્યું. સભા પછી તે મિત્રોની સાઇકલ પર બેસીને ઘરે પાછા જતા હતા. સાઇકલ પર બેસતા તેમને તકલીફ પડતી હતી પરંતુ તેમને એનો ભવ્ય બદલો મળ્યો. તે પોતાના વ્યક્તિગત બાઇબલ અભ્યાસમાંથી જે કંઈ શીખતા હતા એને લાગુ પાડતા હતા.
સુંદરલાલે પડોશીઓને સારા સમાચાર જણાવવાનું શરૂ કર્યું અને ૧૯૯૫માં તેમણે બાપ્તિસ્મા લીધુ. તે શરૂઆતમાં પોતાના ગામમાં સેવાકાર્ય માટે જતા હતા ત્યારે, એક ઘરેથી બીજા ઘરે જમીન પર ઘસડાઈને જવું પડતું હતું. પરંતુ હવે તેમની પાસે આત્મિક ભાઈ તરફથી મેળવેલી એક ભેટ છે—હાથ વડે “ફેરવી” શકાય એવી ત્રણ પૈડાવાળી સાઇકલ. ત્રણ પૈડાવાળી સાઇકલ આપવા બદલ તે ભાઈના ખૂબ જ આભારી છે. હવે તેમને બીજાઓની મદદની ભાગ્યે જ જરૂર પડે છે. તે પોતે ૧૨ કિલોમીટરની મુસાફરી કરીને મંડળની સભાઓમાં હાજરી આપી શકે છે. ધોધમાર વરસાદ હોય કે ૪૩ ડિગ્રી સેલ્સિયસ ધગધગતો તાપ હોય, તે પોતાની સાઇકલ ચલાવીને સભાઓમાં જાય છે.
સભાઓમાં હાજરી આપવા ઉપરાંત, સુંદરલાલ બીજાઓનો સાચા દેવ યહોવાહમાં વિશ્વાસ દૃઢ કરવા મદદ માટે, ઘણા બાઇબલ અભ્યાસો પણ ચલાવે છે. હકીકતમાં, તેમના અગાઉના બાઇબલ વિદ્યાર્થીઓમાંથી સાત વ્યક્તિઓ હમણાં જ બાપ્તિસ્મા પામી. વધુમાં તેમણે સાથી સાક્ષીઓને પોતાના ત્રણ બાઇબલ અભ્યાસો આપ્યા હતા તેઓએ પણ બાપ્તિસ્મા લીધું.
“સર્વ માણસો” બાઇબલ પર “વિશ્વાસ” કરતા નથી. (૨ થેસ્સાલોનીકી ૩:૨) પરંતુ ‘અનંતજીવનને સારૂ નિર્માણ થએલાઓ’ વિશ્વાસ દૃઢ કરવા બાઇબલનો નિયમિત અભ્યાસ કરે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮) આ અભ્યાસથી મળેલી અદ્ભુત ભવિષ્યની આશા પર ભારતના સંખ્યાબંધ લોકો વિશ્વાસ કરી રહ્યાં છે.
[પાન ૩૦ પર નકશા]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
અફઘાનિસ્તાન
પાકિસ્તાન
નેપાળ
ભુતાન
ચીન
બાંગ્લાદેશ
મ્યાનમાર
લાઓસ
થાયલૅંડ
વિયેટનામ
કંબોડિયા
શ્રીલંકા
ભારત
[ક્રેડીટ લાઈન]
Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.