સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગિલયડના ૧૦૮માં વર્ગને ભલામણ: પવિત્ર સેવા અર્પો

ગિલયડના ૧૦૮માં વર્ગને ભલામણ: પવિત્ર સેવા અર્પો

ગિલયડના ૧૦૮માં વર્ગને ભલામણ: પવિત્ર સેવા અર્પો

બાઇબલમાં દેવની ભક્તિને હંમેશા “પવિત્ર સેવા” તરીકે બતાવવામાં આવી છે. (રૂમી ૯:૪, NW.) એ ગ્રીક શબ્દ પરથી આવે છે, જે દેવને સેવા અર્પવાનો ઉલ્લેખ કરે છે. વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડના ૧૦૮માં વર્ગના સ્નાતક કાર્યક્રમમાં ૫,૫૬૨ વ્યક્તિઓએ હાજરી આપી હતી *. વક્તાએ વિદ્યાર્થીઓને યહોવાહ દેવને સ્વીકાર્ય પવિત્ર સેવા અર્પવાની જે વ્યવહારું સલાહ આપી એ સાંભળવાનો લહાવો હાજર રહેલા બધાને મળ્યો.

યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય થીઓડોર ઝારાક્ઝ એના ચેરમૅન હતા. કાર્યક્રમ ગીત નં ૫૨, “આપણા પિતાનું નામ”થી શરૂ થયો. આ ગીતની બીજી કડી આ છે: “અમે એવા માર્ગો શોધીએ કે જેથી તમારું ભવ્ય નામ પવિત્ર મનાય.” એ શબ્દો મિશનરિ સોંપણીમાં પોતાની તાલીમનો ઉપયોગ કરવાની સ્નાતક વર્ગના (૧૦ દેશોમાંથી આવેલા) વિદ્યાર્થીઓની હૃદયપૂર્વકની ઇચ્છાને વ્યક્ત કરતા હતા. તેઓને ૧૭ અલગ અલગ દેશોમાં સોંપણી મળી હતી.

ભાઈ જેરાક્ઝે શરૂઆતમાં પાંચ મહિનાના અભ્યાસક્રમ વિષે જણાવ્યું. એ અભ્યાસક્રમે વિદ્યાર્થીઓને પરદેશમાં સેવા કરવા માટે તૈયાર કર્યા હતા. એણે વિદ્યાર્થીઓને તેઓ પહેલા જે શીખ્યા હતા એને બાઇબલ સત્યમાં “સઘળાંની પારખ” કરવામાં અને ‘જે સારૂં છે તે ગ્રહણ કરવામાં’ મદદ કરી. (૧ થેસ્સાલોનીકા ૫:૨૧) તેમણે તેઓને યહોવાહ, બાઇબલ અને તાલીમ આપી હતી એ સોંપણીને મક્કમતાથી વળગી રહેવાનું ઉત્તેજન આપ્યું. એમ કરવામાં તેઓને શામાંથી મદદ મળશે?

પવિત્ર સેવા અર્પવા માટે વ્યવહારું માર્ગદર્શન

શાખાકચેરીનાં કામો માટેની સમિતિના સભ્ય લોન શીલીંગે “શું તમે કસોટીઓમાંથી વાજબીપણે પાસ થશો?” વિષય પર ભાષણ આપ્યું. તેમણે વાજબીપણાના મૂલ્ય પર ભાર મૂક્યો કેમ કે એ દૈવી ડહાપણનું પ્રતિબિંબ પાડે છે. (યાકૂબ ૩:૧૭) વાજબીપણામાં અનુકૂળ થવું, નિષ્પક્ષ બનવું, મર્યાદામાં રહેવું, બીજાઓનો વિચાર કરવો અને સંયમી બનવાનો સમાવેશ થાય છે. “વાજબી લોકો બીજાઓ સાથેના વ્યવહારમાં સમતોલપણું જાળવે છે. તેઓ છેલ્લી હદ સુધી જતા નથી,” ભાઈ શીલીંગે કહ્યું. એક મિશનરિને વાજબી બનવામાં શું મદદ કરી શકે? પોતા વિષે યોગ્ય દૃષ્ટિ રાખવી, સાંભળવાની દરેક તક ઝડપી લેવી અને બીજાઓ પાસેથી શીખવું, દૈવી સિદ્ધાંતોની તડજોડ કર્યા વગર સ્વેચ્છાથી બીજાઓના વિચારોને ધ્યાન આપવું.—૧ કોરીંથી ૯:૧૯-૨૩.

નિયામક જૂથના બીજા સભ્ય, શેમ્યૂલ હર્ડે ત્યાર પછી કાર્યક્રમનો બીજો વિષય રજૂ કર્યો જેનું શિર્ષક હતું, “ખાવાનું ભૂલશો નહિ!” તેમણે પવિત્ર સેવામાં વળગી રહેવા ભરપૂર આત્મિક ખોરાક ખાવાનું મૂલ્ય બતાવ્યું. ભાઈ હર્ડે કહ્યું, “તમે તમારા પ્રચાર અને શીખવવાના કામમાં જોડાશો તેમ તમારી આત્મિક પ્રવૃત્તિઓ વધશે. તેથી, તમારી આત્મિક શક્તિ સમતોલ બનાવવા માટે આત્મિક ખોરાક વધુ ખાવાની જરૂર છે.” નિયમિત રીતે આ ખોરાક ખાવાથી, મિશનરિઓ આત્મિક રીતે નિરાશ નહિ થાય અને તેઓને ઘરની યાદ પણ નહિ સતાવે. એનાથી સંતોષ મળે છે અને પવિત્ર સેવાની સોંપણીને મક્કમતાથી વળગી રહેવામાં મદદ મળે છે.—ફિલિપી ૪:૧૩.

લોરેન્સ બોવેન નામના ગિલયડના એક ઈન્સ્ટ્રક્ટરે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને ઉત્તેજન આપ્યું કે “શરૂઆત તરફ પાછા જાઓ.” તે શું કહેવા માંગતા હતા? તેમણે શ્રોતાઓમાંના દરેકને નીતિવચન ૧:૭ ખોલવા જણાવ્યું, જેમાં લખ્યું છે: “યહોવાહનું ભય એ વિદ્યાનો આરંભ છે.” વક્તાએ સમજાવ્યું: “યહોવાહના અસ્તિત્વની વાસ્તવિકતાને નકારનાર કોઈપણ સાચું જ્ઞાન અને એના પરિણામે મળતી યોગ્ય સમજણને લાયક નથી.” ભાઈ બોવેને બાઇબલને, ઉખાણું લખેલ એક કાગળના ઘણા ટુકડાઓ સાથે સરખાવ્યું. ટુકડાઓને ભેગા કરવામાં આવે ત્યારે ચિત્ર બને છે. વધુ ટુકડાઓ ચિત્રને મોટું અને સ્પષ્ટ બનાવે છે અને વ્યક્તિ એની વધુ કદર કરે છે. દેવને પવિત્ર સેવા અર્પવામાં એ મદદ કરી શકે.

ગિલયડ સ્કૂલના રજીસ્ટ્રાર વૉલેશ લીવરેન્સે છેલ્લો વાર્તાલાપ આપ્યો. એનો વિષય હતો, “દેવને આભાર માનતા અર્પણ ચઢાવો.” દસ રક્તપિત્તિયાને સાજા કરવાના ઈસુના અહેવાલ પર તેમણે ધ્યાન દોર્યું. (લુક ૧૭:૧૧-૧૯) દસમાંથી ફક્ત એકે જ પાછા આવીને ઈસુનો આભાર માન્યો. “બીજાઓ પણ સાજા થયા માટે તેઓ ખુશ હતા જ એમાં કોઈ શંકા નહોતી. તેઓને પોતે શુદ્ધ થયા માટે ખુશી તો થઈ, પરંતુ તેઓ એવું ઇચ્છતા હતા કે તેઓ ખરેખર શુદ્ધ છે એમ યાજક જણાવે,” ભાઈ લૉરેન્સે કહ્યું. આજે આપણે સત્ય શીખીને આત્મિક રીતે સાજા થઈ રહ્યા છીએ એ માટે દેવનો આભાર માનવો જોઈએ. ગિલયડના ૧૦૮માં વર્ગના વિદ્યાર્થીઓને ઉત્તેજન આપવામાં આવ્યું કે તેઓ દેવના બધા કામ અને સારાપણા પર મનન કરે. એનાથી તેઓને દેવનો આભાર માનવાની અને પવિત્ર સેવા કરવાની પ્રેરણા મળતી રહેશે.—ગીતશાસ્ત્ર ૫૦:૧૪, ૨૩; ૧૧૬:૧૨, ૧૭.

અનુભવો અને ઇન્ટર્વ્યૂ

ગિલયડના બીજા એક ઈન્સ્ટ્રક્ટર, માર્ક નૌમરે કાર્યક્રમનો ત્યાર પછીનો ભાગ હાથ ધર્યો. એ ભાગ તાલીમ સમયગાળા દરમિયાન વર્ગના વિદ્યાર્થીઓને થયેલા ક્ષેત્ર સેવાના અનુભવો પર આધારિત હતો. ગિલયડમાં આવ્યા પહેલા વિદ્યાર્થીઓએ સરેરાશ ૧૨ વર્ષ પૂરા-સમયની સેવામાં વીતાવ્યા હતા. ગિલયડ સ્કૂલ દરમિયાન જ, વિદ્યાર્થીઓએ અલગ અલગ પાશ્વભૂમિકા ધરાવતા ઘણા લોકો સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો હતો. એમ કરીને તેઓએ બતાવી આપ્યું કે તેઓ ‘સર્વેની સાથે સર્વેના જેવા’ બનવાનું જાણે છે.—૧ કોરીંથી ૯:૨૨.

વિદ્યાર્થીઓના અનુભવો પત્યા પછી તરત ભાઈ ચાર્લ્સ મોલોહન અને ભાઈ સેમ્યુલસને ગિલયડમાં હાજરી આપી ચૂકેલા બેથેલ કુટુંબના સભ્યો અને પ્રવાસી નિરીક્ષકોના ઇન્ટર્વ્યૂ લીધાં. એમાંના એક ભાઈએ રોબર્ટ પેવી નામના ભાઈનું ઇન્ટર્વ્યૂ લીધું કે જેમણે ગિલયડના ૫૧માં વર્ગમાંથી સ્નાતક થયા પછી ફિલિપાઈન્સમાં સેવા આપી. તેમણે વર્ગને યાદ કરાવ્યું: “કોઈ સમસ્યા ઊભી થતી ત્યારે, એને કઈ રીતે ઉકેલવી એ બાબતે દરેક સૂચનો આપતું. હંમેશા કોઈને કોઈ તો તમારા કરતાં વધુ બુદ્ધિશાળી નીકળતું જ કે જે વધુ સારા વિચારો અને સૂચનો આપે. પરંતુ તમે બાઇબલમાં જુઓ અને એ બાબતમાં દેવનું દૃષ્ટબિંદુ જુઓ તો એનાથી વધુ સારું સૂચન કોઈ આપી શકે એમ નથી. અને બાઇબલનો જવાબ હંમેશા યોગ્ય જ હોય છે.”

સુંદર આત્મિક ખોરાકની સમાપ્તિમાં ભાઈ જોન બારે એક વાર્તાલાપ આપ્યો જેનું શિર્ષક હતું, “યહોવાહને પસંદ પડે એવી પવિત્ર સેવા કરો.” તેમણે બતાવ્યું કે કઈ રીતે ક્ષેત્ર સેવા, દેવને પસંદ પડે એવી ભક્તિ કરવા માટે નમ્ર હૃદયની વ્યક્તિઓને મદદ કરવામાં ઉપયોગી છે. માત્થી ૪:૧૦માંના ઈસુના શબ્દો બતાવ્યા પછી ભાઈ બારે કહ્યું: “આપણે યહોવાહ દેવ એકલાની જ ભક્તિ કરવા ઇચ્છતા હોય તો, બધા જ પ્રકારની મૂર્તિપૂજાથી દૂર રહેવું જોઈએ, જેમાં લોભ, ધનવાન બનવાની ઇચ્છા અને પોતાને મોટા મનાવવાનો પણ સમાવેશ થાય છે. આ બાબતમાં ૧૯૪૦થી માંડીને વર્ષોથી આપણા મિશનરિઓએ ઉત્કૃષ્ટ નમૂનો પૂરો પાડ્યો છે એ વિચારીને આપણને કેટલી ખુશી થાય છે! અમને ખાતરી છે કે તમે ૧૦૮માં વર્ગમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ પણ તેઓના સારાં ઉદાહરણને અનુસરશો. તમે એવા દેવ યહોવાહને ભક્તિ અર્પવા જઈ રહ્યા છો કે જે એકલા જ એ ભક્તિ મેળવવાને લાયક છે.”

ઉત્તેજનકારક કાર્યક્રમનો એ સુખદ અંત હતો. ત્યાર પછી વિદ્યાર્થીઓને સ્નાતકની પદવી આપવામાં આવી. વિદ્યાર્થીઓએ મેળવેલી તાલીમ માટે વર્ગ તરફથી કદર કરતો પત્ર વાંચવામાં આવ્યો. એ બધા માટે અભિનંદનના નાદો અને તાળીઓ સંભળાતી હતી. કાર્યક્રમે સ્નાતક વર્ગને પોતાની સોંપણીઓમાં અને યહોવાહની સેવામાં મક્કમ રીતે વળગી રહેવા ભલામણ કરી. પચીસ દેશોમાંના મહેમાનો સહિત, હાજરી આપનારા બધા જ કાર્યક્રમના અંતમાં ગીત અને પ્રાર્થનામાં જોડાયા.

[ફુટનોટ]

^ માર્ચ ૧૧, ૨૦૦૦ના રોજ એ કાર્યક્રમ પૅટરસન ન્યૂયૉર્કમાં વૉચટાવર શૈક્ષણિક કેન્દ્ર તરફથી યોજવામાં આવ્યો હતો.

[પાન ૨૩ પર બોક્સ]

વર્ગની વિગતો

પ્રતિનિધિત્વ કરેલા દેશોની સંખ્યા: ૧૦

સોંપણી કરવામાં આવેલા દેશોની સંખ્યા: ૧૭

વિદ્યાર્થીઓની સંખ્યા: ૪૬

સરેરાશ ઉંમર: ૩૪

સત્યમાં સરેરાશ વર્ષો: ૧૬

પૂરા-સમયના સેવાકાર્યનાં સરેરાશ વર્ષો: ૧૨

[પાન ૨૪ પર ચિત્ર]

વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડનો ૧૦૮મો સ્નાતક વર્ગ

નીચે આપેલી યાદીમાં, હરોળને આગળથી પાછળ ક્રમ આપવામાં આવ્યો છે, અને નામો દરેક હરોળમાં ડાબેથી જમણે આપવામાં આવ્યાં છે.

(૧) અમાડોરી, ઈ.; કૂક, ઓ.; બાયર્ન, એમ.; લી, એ. (૨) ન્યૂસમ, ડી.; પેડરઝોલી, એ.; બીગ્રાસ, એચ.; કેટો, ટી.; ગેટવુડ, ડી. (૩) ઈડ, ડી.; ઈડ, જે.; વેલ્સ, એસ.; જેમીસન, જે.; ગોન્ઝલ્સ, એમ.; ગોન્ઝલ્સ, જે. (૪) કેટો, ટી.; લોન, ડી.; નીક્લાઉસ, વાય.; પ્રેઈસ, એસ.; ફોસ્ટર, પી.; ઈબારા, જે. (૫) અમાડોરી, એમ.; મેનીંગ, એમ.; જેમ્સ, એમ.; બોસ્ટ્રોમ, એ.; ગેટવુડ, બી.; ન્યૂસમ, ડી. (૬) ફોસ્ટર, બી.; જેમીસન, આર.; હાઇફીન્ગર, એ.; કોફેલ, સી.; કોફેલ, ટી.; બાયર્ન જી. (૭) હાઇફીન્ગર, કે.; મેનીંગ, સી.; કૂક, જે.; બોસ્ટ્રોમ, જે.; લોન, ઈ.; પેડરઝોલી, એ. (૮) જેમ્સ, એ.; વેલ્સ, એલ.; પ્રેઈસ, ડી.; નીક્લાઉસ, ઈ.; લી, એમ.; ઈબારા, પી.; બીગ્રાસ, વાય.