શા માટે સંપૂર્ણતાની અપેક્ષા ટાળવી?
શા માટે સંપૂર્ણતાની અપેક્ષા ટાળવી?
શું તમે વધારે પડતું કરવાનો પ્રયત્ન કરો છો? એમ કરવાથી પોતાને તેમ જ બીજાઓને ઘણી રીતે લાભ થઈ શકે છે. બીજી તર્ફે, કેટલાક લોકો વધારે પડતા ચોક્સાઈવાળા બને છે. એનો શું અર્થ થાય?
એનો અર્થ વધુ પડતી આશા કે અપેક્ષા રાખવી થઈ શકે. કદાચ તમે મોટી મોટી આશાવાળા લોકોને મળ્યા પણ હશો. બીજી વ્યક્તિઓ પાસેથી વધારે પડતી આશા રાખવાથી ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે. વળી, એનાથી આપણે અસંતોષી અને નિરુત્સાહી પણ થઈ શકીએ છીએ. આવા વલણને ટાળવું જોઈએ. વ્યક્તિમાં આવી લાગણીઓ હોય છે. પરંતુ, એ સ્વીકારવી કંઈ સહેલું નથી. તેથી, એ ટાળવું ઘણું અઘરું બને છે. સમજુ લોકો સમજે છે કે જીવનના દરેક પાસામાં વધારે પડતી અપેક્ષા રાખવી જોઈએ નહિ.
નેલ્સનની પાસે ઘણી બધી જવાબદારીઓ હોવાથી, તેને વધારે સમસ્યાઓ હલ કરવી પડે છે. વળી તેને ઉત્પાદનમાં વધારે પડતું મહત્ત્વ આપવું પડે છે. નોકરી ધંધામાં હરીફાઈના કારણે વધુ પડતી ચોક્સાઈ રાખવી પડે છે. ઘણા લોકો નેલ્સનની આવડતની ઘણી કદર કરશે. પરંતુ, વધારે પડતી ચોક્સાઈને કારણે તેની તંદુરસ્તી પર ખરાબ અસર પડે છે, જેમ કે માથાનો દુઃખાવો અને ચિંતા રહે છે. શું તમે પણ નેલ્સન જેવા છો?
યુવાન લોકો પણ વધારે પડતી અપેક્ષાઓ રાખે છે. દાખલા તરીકે, નાનપણથી રીઓ ડી જાનેરોમાં રહેતી રીટાને સ્કૂલે જવાનું ખૂબ જ ગમતું. તે બીજાઓ કરતાં વધારે હોશિયાર બનવાનો પ્રયત્ન કરતી ન હતી. છતાં, સૌથી વધારે માર્ક્સ ન મળતા ત્યારે તે બહુ નિરુત્સાહ થઈ જતી. રીટા કહે છે: “હું નાનપણથી મારી સરખામણી બીજાઓ સાથે કરતી હતી કે તેઓ પાસે કેટલો સમય હોય છે. જ્યારે કે, હું હંમેશા સમય પાછળ જ દોડતી હોવ છું. મને એમ કદી પણ ન હતું થતું કે, હું જરા આરામ કરી લઉં, કેમ કે હંમેશા ઘણું કામ રહેતું.”
મારિયા નાની હતી ત્યારે, તે બીજાઓની જેમ ચિત્ર
દોરી શકતી ન હતી. તેથી તે સાવ નિરુત્સાહ થઈ જતી. તે ઇચ્છતી કે, પોતે સંગીત અને ગાયક કલાકાર બને. પરંતુ, એમ ન બનતું ત્યારે સંગીતનો આનંદ માણવાને બદલે તે હંમેશા માથા પર ચિંતા લઈને ફરતી. એવી જ રીતે બ્રાઝિલમાં રહેતી તાનિયા બીજાઓ સાથે પોતાને સરખાવીને ચઢિયાતી બનવા માંગતી ન હતી. પરંતુ તે કબૂલે છે કે પોતે સ્કૂલમાં અને ઘરે મોટી મોટી અપેક્ષાઓ રાખતી હતી. તેને એવું લાગતું હતું કે, જો હું વધારે માકર્સ નહિ લાવું તો, લોકો મને પસંદ નહિ કરે. વળી, તાનિયા બીજાઓ પાસેથી ઘણી અપેક્ષા રાખતી હતી જેના કારણે તે નિરાશ થતી હતી.આવડત, મહેનત અને સંતોષ માણવો મહત્ત્વનું છે. છતાં, પહોંચી ન શકાય એવા ધ્યેયો બાંધવાથી નિષ્ફળ જવાનો ભય રહેલો છે. તેથી વ્યક્તિ નિરુત્સાહી બની શકે. માબાપ અથવા બીજાઓ બાળકો પહોંચી ન શકે એવી સ્કૂલમાં અને રમતગમતમાં તેઓ માટે મોટી આશાઓ બાંધે છે. દાખલા તરીકે, રીકાર્ડોની માતાએ તેના વિષે મોટાં મોટાં સપનાઓ જોયાં હતાં. જેમ કે, તે મોટો થશે ત્યારે ડૉક્ટર, પીયાનો વગાડનાર બનશે અને ઘણી ભાષાઓ જાણતો હશે. શું તમને લાગતું નથી કે, આ રીતે વિચારવું હદ બહારનું કહેવાય અને એનાથી ઘણી મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે?
શા માટે ચઢિયાતા બનવાનું ટાળવું જોઈએ?
આજે લોકો સૌથી સારી અને ચોક્સાઈભરી માંગ કરે છે. તેથી, લોકો નોકરી ધંધામાં ચડસાચડસી કરે છે. આજે આપણને જીવનની જરૂરિયાતો મેળવવા માટે સખત મહેનત કરવી પડે છે. વળી, અમુક કારીગરો રમતવીરોની જેમ નવી નવી સિદ્ધિઓ મેળવવા માટે ખાવાપીવાનું પણ ભૂલી જાય છે. અને કોઈ પણ કિંમતે ચઢિયાતા બનવાનો પ્રયત્ન કરે છે. પોતાની આવડત અને વધુ કરવા ઇચ્છતા લોકો ડ્રગ્સનો પણ ઉપયોગ કરે છે. સારું અનુભવો (અંગ્રેજી) પુસ્તક કહે છે: “નિષ્ફળ જવાના ભયને કારણે હું સૌથી ચઢિયાતો બનવા ચાહું છું.”
કેટલાક લોકોને લાગે છે કે, તેઓ આર્ટમાં કે રમતગમતમાં હંમેશા સુધારો કરી શકે છે. પરંતુ, ડૉક્ટર રોબર્ટ એસ. એલીઅટના કહેવા પ્રમાણે, “હકીકતમાં બધા કરતાં ચઢિયાતું બનવું એ શક્ય નથી.” તે કહે છે: “દોષિતપણાની લાગણીના કારણે પોતાનું નામ કમાવવા અને લોકો શું કહેશે એ ભયથી તેઓ એમ કરે છે.” તેથી, શાણા રાજા સુલેમાનના શબ્દો કેટલા સાચા છે: “મેં સઘળી મહેનત તથા ચતુરાઈનું દરેક કામ જોયું, ને એ પણ જોયું કે એને લીધે માણસ ઉપર તેનો પડોશી ઈર્ષા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.”—સભાશિક્ષક ૪:૪.
જો તમે વધુ પડતા ચોક્સાઈવાળા બનતા હોવ તો શું કરી શકો? શું એ સાચું છે કે, તમે જેટલી મહેનત કરશો એટલા જ નિરાશ થશો? શું તમે વધુ પડતું કરવા ચાહો છો? વધુ પડતા હોશિયાર થવાનો શું અર્થ થાય છે? શું તમે હદ ઉપરાંત જવાને બદલે તમારાથી બનતું બધુ જ કરવા ચાહો છો? આજે અપૂર્ણ માણસજાત પરમેશ્વરે તેઓને આપેલી આવડતનો બીજાઓના લાભ માટે ઉપયોગ કરે છે. તમે એની કલ્પના કરી શકો કે, જ્યારે તેઓ સંપૂર્ણ થશે ત્યારે પરમેશ્વરના માર્ગદર્શન હેઠળ શું નહિ કરી શકે!
[પાન ૪ પર ચિત્ર]
માબાપ અથવા બીજાઓ બાળકો પહોંચી ન શકે એવી અપેક્ષાઓ રાખે છે