સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઑક્ટોબર ૭, ૨૦૦૦ની વાર્ષિક સભા

ઑક્ટોબર ૭, ૨૦૦૦ની વાર્ષિક સભા

ઑક્ટોબર ૭, ૨૦૦૦ની વાર્ષિક સભા

વૉચટાવર બાઈબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સીલ્વેનિયાના સભ્યોની વાર્ષિક સભા ઑક્ટોબર ૭, ૨૦૦૦ના રોજ, યહોવાહના સાક્ષીઓનું સંમેલન ગૃહ, ૨૯૩૨ કેનેડી બોલવાર્ડ, જર્સી શહેર, ન્યૂ જર્સીમાં ભરવામાં આવશે. ફક્ત સભ્યોની પ્રારંભિક સભા સવારે ૯:૧૫ વાગ્યે શરૂ થશે, ત્યાર પછી સામાન્ય વાર્ષિક સભા ૧૦:૦૦ વાગ્યે શરૂ થશે.

ગયા વર્ષ દરમિયાન, પોતાના સરનામામાં કોઈ ફેરફાર થયો હોય તો સભ્યોએ જલદી જ સેક્રેટરીની ઑફિસમાં જણાવવું જોઈએ, જેથી જુલાઈ દરમિયાન નોટિસના નિયમિત પત્રો અને દસ્તાવેજો તેઓને પહોંચી શકે.

વાર્ષિક સભાની નોટિસ સાથે અધિકારપત્રો મોકલવામાં આવશે. બની શકે એટલા જલદી એ પાછા મોકલી આપવા જોઈએ, જેથી ઑગસ્ટ ૧ સુધીમાં સંસ્થાના સેક્રેટરીને મળી જાય. દરેક સભ્યએ પોતાનો અધિકારપત્ર ભરીને તાબડતોબ પાછો મોકલી દેવો જોઈએ. એમાં સભ્ય જણાવશે કે તે સભામાં હાજર રહેશે કે નહિ. દરેક અધિકારપત્રમાં ચોક્સાઈ ભરેલી માહિતી આપવી જોઈએ, કેમ કે એના આધારે નક્કી કરવામાં આવશે કે એમાં કોણ હાજર રહેશે.

બિઝનેસ મિટિંગ અને અહેવાલ સહિત આખું સત્ર એક વાગ્યા સુધીમાં પતી જશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. ત્યાર પછી બપોરનું સત્ર હશે નહિ. મર્યાદિત જગ્યા હોવાથી ટિકિટ દ્વારા જ પ્રવેશ આપવામાં આવશે. ટેલિફોન લાઈનથી બીજા ઓડિટોરીયમમાં વાર્ષિક સભા સાંભળવાની કોઈ પણ ગોઠવણ કરવામાં આવશે નહિ.