ઑક્ટોબર ૭, ૨૦૦૦ વાર્ષિક સભા
ઑક્ટોબર ૭, ૨૦૦૦ વાર્ષિક સભા
વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સીલ્વેનિયાના સભ્યોની વાર્ષિક સભા ઑક્ટોબર ૭, ૨૦૦૦ના રોજ, યહોવાહના સાક્ષીઓના સંમેલન ગૃહ, ૨૯૩૨ કેનેડી બોલીવર્ડ, જર્સી સિટી, ન્યૂ જર્સીમાં ભરવામાં આવશે. ફક્ત સભ્યોની પ્રારંભિક સભા સવારે ૯:૧૫ વાગ્યે શરૂ થશે, અને એ પછી સામાન્ય વાર્ષિક સભા ૧૦:૦૦ વાગ્યે થશે.
ગયા વર્ષ દરમિયાન, પોતાના સરનામામાં કોઈ ફેરફાર થયો હોય તો સભ્યોએ સેક્રેટરીની ઑફિસને વહેલી તકે જણાવવું જોઈએ, જેથી નોટીસના નિયમિત પત્રો અને દસ્તાવેજો જુલાઈ દરમિયાન તેઓને પહોંચી શકે.
અધિકારપત્રો, કે જે વાર્ષિક સભાની નોટીસ સાથે સભ્યોને મોકલવામાં આવશે, બની શકે એટલા જલદી પાછા મોકલવા જોઈએ કે જેથી ઑગસ્ટ ૧ સુધી સંસ્થાના સેક્રેટરીના કાર્યાલયે પહોંચી જાય. દરેક સભ્યએ પોતાનો અધિકારપત્ર જલદી ભરીને તાબડતોબ પાછો મોકલી દેવો જોઈએ, એ જણાવતા કે તે વ્યક્તિગત રીતે સભામાં હાજરી આપશે કે નહિ. દરેક અધિકારપત્રમાં આપવામાં આવેલી માહિતી ચોક્કસ હોવી જોઈએ, કેમ કે એ વ્યક્તિગત રીતે કોણ હાજર રહેશે એ નક્કી કરવા પર આધારિત હશે.
અપેક્ષા રાખવામાં આવે છે કે આખું સત્ર, પહેલાની બિઝનેસ મિટીંગ અને રિપૉર્ટ્સ સમેત ૧:૦૦ વાગ્યે કે ત્યાર પછી તરત જ પૂરું થશે. બપોરનું સત્ર હશે નહિ. જગ્યાના અભાવે, ટિકિટ દ્વારા જ પ્રવેશ આપવામાં આવશે. ટેલિફોન લાઈનથી બીજા ઑડિટોરીયમમાં વાર્ષિક સભાને જોડવાની કોઈ ગોઠવણ નથી.