સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમારું જીવન અર્થસભર છે?

શું તમારું જીવન અર્થસભર છે?

શું તમારું જીવન અર્થસભર છે?

અમેરિકામાં એક વખત ૧૦,૦૦૦ ડૉલરની નોટ છપાઈ હતી. પરંતુ જે નોટ પર આટલી મોટી કિંમત છાપવામાં આવી હતી એ શું ફક્ત કાગળનો ટુકડો ન હતો?

શું આ કાગળના ટુકડાથી જીવનમાં શાંતિ મેળવી શકાય? ઘણા લોકો વિચારે છે કે તેઓ એનાથી શાંતિ મેળવી શકે છે. કરોડો લોકો વધુને વધુ પૈસા કમાવવા રાત દિવસ કામ કરે છે. ઘણી વાર તેઓ પૈસા કમાવવા પોતાના સ્વાસ્થ્યનો પણ વિચાર કરતા નથી. કેટલીક વાર તો તેઓ પોતાના મિત્રો અને કુટુંબને પણ ભૂલી જાય છે. પરંતુ આ બધુ શા માટે? શું પૈસા કે ભૌતિક વસ્તુઓ તમને ખરી શાંતિ અને હંમેશ માટેનું સુખ આપી શકે?

સંશોધકોના કહેવા પ્રમાણે આપણે જેટલા ભૌતિક વસ્તુઓ પાછળ પડીશું એટલા જ દુઃખી થઈશું. પત્રકાર અલફી કૉન નિષ્કર્ષમાં કહે છે કે “ફક્ત માલમિલકતથી જ સુખ મળતું નથી. . . . પરંતુ જે લોકો માલમિલકતને પ્રથમ સ્થાન આપે છે તેઓ હંમેશા જીવનમાં ચિંતાઓથી ઘેરાયેલા હોય છે. તેઓને સાચું સુખ મળતું નથી તથા તેઓ ઉદાસીનતાનો અનુભવ કરતા હોય છે.”—ઇન્ટરનૅશનલ હેરાલ્ડ ટ્રીબ્યુન.

સંશોધકો એ નિષ્કર્ષ પર આવ્યા છે કે પૈસાથી સાચી શાંતિ મળતી નથી, પરંતુ ઘણા લોકો એવું માનતા નથી. અને એમાં કંઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે પશ્ચિમી દેશોમાં રહેતા લોકોને ભૌતિક વસ્તુઓ પર આધારિત ૩૦૦૦ જેટલી આકર્ષક જાહેરાતોથી લલચાવવામાં આવે છે. એ જાહેરાતો પછી કારની હોય કે આઇસક્રીમની હોય, એનો મુખ્ય હેતુ આ છે: ‘આ ઉત્પાદનને ખરીદો તો તમે ખુશ થશો.’

પરંતુ પુષ્કળ માલમિલકત મેળવવાનું પરિણામ શું આવે છે? એમાં કોઈ શંકા નથી કે એ કારણે વારંવાર આત્મિક બાબતોની અવગણના કરવામાં આવે છે. ન્યૂઝવીક સામયિકના અહેવાલ પ્રમાણે જર્મની, કોલોનના એક પાદરીએ જણાવ્યું: “અમારા સમાજમાં તો પરમેશ્વરને કોઈ યાદ પણ કરતું નથી.”

કદાચ તમે પૈસા કમાવવા તમારાથી બનતું બધુ જ કર્યું હશે. તેથી તમે વિચારી શકો કે બીજું કંઈ પણ કરવા માટે મારી પાસે સમય નથી. તેમ છતાં, ક્યારેક તમને લાગી શકે કે આખું જીવન પૈસા કમાવવા પાછળ ભાગવા કરતાં પણ જીવનમાં કંઈક વધારે રહેલું છે.

શું આત્મિક બાબતોમાં વધારે ધ્યાન આપીને તમે સાચી શાંતિ અને સુખ મેળવી શકો? શું તમારું જીવન અર્થસભર બની શકે?