સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘તેઓ પ્રેમભાવ વિષે વાત કરે છે’

‘તેઓ પ્રેમભાવ વિષે વાત કરે છે’

‘તેઓ પ્રેમભાવ વિષે વાત કરે છે’

તાજેતરનાં વર્ષોમાં, ફ્રાંસના યહોવાહના સાક્ષીઓ પર ખોટા આરોપ મૂકવામાં આવ્યા છે. તેમના વિરોધીઓ મરીમસાલો ઉમેરીને અધૂરી અને ખોટી માહિતી લોકોને રજૂ કરી રહ્યા છે. વર્ષ ૧૯૯૯ની શરૂઆતમાં, આખા ફ્રાંસમાં યહોવાહના સાક્ષીઓએ ૧ કરોડ ૨૦ લાખ (ફ્રેન્ચ) પત્રિકાઓનું વિતરણ કર્યું, જેનો વિષય હતો, ફ્રાંસના રહેવાસીઓ, તમને છેતરવામાં આવ્યા છે! આ પત્રિકામાં, તેઓએ પોતાની વિરુદ્ધ મૂકવામાં આવેલાં ખોટાં તહોમતો ખુલ્લાં પાડ્યાં હતાં.

આ ઝુંબેશના થોડા દિવસો પછી, ડૉક્ટર ઝાન બોનોમ, જે અગાઉ પાર્લામેન્ટના સભ્ય હતા, તેમણે છાપામાં પોતાનો પત્ર છપાવ્યો. તેમણે લખ્યું: “યહોવાહના સાક્ષીઓ મારા ઘરે અવારનવાર આવે છે. તેઓ મારી સાથે વિશ્વવ્યાપી પ્રેમભાવ વિષે વાત કરવા આવે છે. . . . તેઓ પોતાની વાતોને ઠોકી બેસાડતા નથી. તેમ જ તેઓ નમ્રપણે બાબતો જણાવે છે અને મને ધ્યાનથી સાંભળે છે.”

ડૉક્ટર ઝાન બોનોમે યહોવાહના સાક્ષીઓના ધાર્મિક વિચારો વિષે આમ કહ્યું: “તેઓ બીજા લોકોની જેમ છેતરનારા નથી, તેમ જ કોઈને નુકસાન પણ કરતા નથી. બીજી તર્ફે, કેટલાક નેતાઓ, જેઓ ઉપરથી ભોળા દેખાય છે પરંતુ સમાજની શાંતિ અને એકતાને વધારે ધમકીરૂપ છે.”