સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું પરમેશ્વરના મિત્ર બની શકાય?

શું પરમેશ્વરના મિત્ર બની શકાય?

શું પરમેશ્વરના મિત્ર બની શકાય?

‘હું જેને જોઈ શકતો નથી, તેની સાથે કઈ રીતે મિત્રતા બાંધી શકું?’ તમને એ પ્રશ્ન થઈ શકે. પરંતુ વિચારો:

શું એ મહત્ત્વનું છે કે વ્યક્તિને જોઈએ તો જ તેની સાથે મિત્રતા બાંધી શકાય? શું અદૃશ્ય બાબતો પણ એટલી જ મહત્ત્વની નથી? હા, એ તો છે! એ કારણથી કેટલાક લોકો નિયમિત પત્ર લખીને લોકો સાથે મિત્રતા બાંધે છે. તેઓની પસંદગી અને નાપસંદગી, સિદ્ધાંતો, મજાક અને સ્વભાવ તેઓ જાણી શકે છે.

આંધળાં લોકોએ પણ બતાવી આપ્યું છે કે તેઓ એકબીજાને જોઈ શકતા નથી છતાં, દોસ્તી બાંધી શકે છે. ઍડવર્ડ અને ગ્વેનનો વિચાર કરો. એ બંને પતિ-પત્ની આંધળાં છે. * ઍડવર્ડ અને ગ્વેન એકબીજાને અંધ શાળામાં મળ્યા હતા. ઍડવર્ડને ગ્વેનનો સ્વભાવ ગમ્યો, અને ખાસ કરીને તેની વર્તણૂક ગમી, કેમ કે તે મહેનતુ હતી. એવી જ રીતે ગ્વેનને પણ ઍડવર્ડ ગમતા હતા. તે કહે છે, “હું જે ગુણો લગ્‍નસાથીમાં જોવા ચાહતી હતી એ બધા જ તેમનામાં હતા.” તેથી તેઓ એકબીજાને વધારે ઓળખતા થયા અને ત્રણ વર્ષ પછી તેઓએ લગ્‍ન કર્યા.

ઍડવર્ડ કહે છે, “સાથે હોવાથી તમે આંધળાં હોવ છતાં બીજી વ્યક્તિ સાથે દોસ્તી બાંધી શકો છો, અને એમાં કંઈ વાંધો આવતો નથી. ભલે તમે એકબીજાને જોઈ શકતા ન હો, પરંતુ લાગણીઓ તો કંઈ આંધળી હોતી નથી.” તેઓ ૫૭ વર્ષ પછી પણ એકબીજાને ખૂબ જ ચાહે છે. તેઓ સમજાવે છે કે, તેમના લગ્‍નજીવનમાં ચાર મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે: (૧) બીજાના સ્વભાવની કદર કરવી, (૨) સદ્‍ગુણોની પ્રશંસા કરવી, (૩) સારો વાતચીત વ્યવહાર જાળવી રાખવો અને (૪) બની શકે એ બધું સાથે કરવું.

કોઈ પણ પ્રકારની મિત્રતા માટે એ ચાર મુદ્દાઓ મહત્ત્વના છે, પછી ભલે એ મિત્રો, લગ્‍નસાથી, કે પછી મનુષ્યો અને પરમેશ્વર સાથેની મિત્રતા હોય. ખરું કે, આપણે પરમેશ્વરને જોઈ શકતા નથી. છતાં, હવે પછીના લેખમાં જોઈશું કે એ મુદ્દાઓ લાગુ પાડવાથી આપણે કઈ રીતે પરમેશ્વર સાથે મિત્રતા બાંધી શકીએ. *

[ફુટનોટ્‌સ]

^ નામ બદલવામાં આવ્યાં છે.

^ પરમેશ્વર સાથેની મિત્રતા અને મનુષ્ય સાથેની મિત્રતામાં ફરક છે. પરમેશ્વર સાથેની મિત્રતા તેમનામાં વિશ્વાસ મૂકવા પર આધારિત છે. (હેબ્રી ૧૧:૬) પરમેશ્વર વિષે ઊંડી સમજણ મેળવવા અને વિશ્વાસ દૃઢ કરવા માટે વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત, શું આપણી કાળજી લે એવા કોઈ ઉત્પન્‍નકર્તા છે? (અંગ્રેજી) પુસ્તક જુઓ.