સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ મદદ પૂરી પાડે છે

યહોવાહ મદદ પૂરી પાડે છે

રાજ્ય પ્રચારકોના અનુભવ

યહોવાહ મદદ પૂરી પાડે છે

પહાડી રસ્તા પર જનાર મુસાફરો થોડો આરામ કરવા થોભી શકાય એવી જગ્યાની કદર કરે છે. નેપાળમાં આવા વિશ્રામ લેવાના સ્થળોને ચોતારા કહેવામાં આવે છે. આ ચોતારા ભરાવદાર વડના ઝાડ હોય શકે કે જ્યાં છાયડામાં બેસવાથી થોડો આરામ મળે છે. આ ચોતારાનો મોટા ભાગના દરેક લોકો લાભ મેળવે છે.

નેપાળના અનુભવો બતાવે છે કે આ જગતની પરિસ્થિતિથી થાકેલા ઘણા “મુસાફરો” માટે યહોવાહ પરમેશ્વર આત્મિક તાજગી અને આનંદ આપનાર સાબિત થયા છે.—ગીતશાસ્ત્ર ૨૩:૨.

• લીલ કુમારી પૉકર નામના સુંદર શહેરમાં રહે છે કે જ્યાંથી હિમાચ્છાદિત હિમાલયના અદ્‍ભુત દૃશ્યો જોવા મળે છે. પરંતુ તેના કુટુંબની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તે ખૂબ ચિંતિત હતી. અને તેને લાગતું હતું કે તેના માટે કોઈ આશા નથી. યહોવાહના એક સાક્ષીએ તેની મુલાકાત લીધી ત્યારે બાઇબલમાં આપવામાં આવેલી ભવ્ય આશાથી તે પ્રભાવિત થઈ. અને તેણે તાત્કાલિક ગૃહ બાઇબલ અભ્યાસ માટે વિનંતિ કરી.

લીલ કુમારી અભ્યાસનો આનંદ માણતી હતી છતાં, કુટુંબના સખત વિરોધને કારણે એ ચાલુ રાખવો તેના માટે સહેલું ન હતું. પરંતુ તે હિંમત હારી નહિ. તેણે ખ્રિસ્તી સભાઓમાં નિયમિતપણે હાજરી આપી અને જે બાબતો શીખતી એને લાગુ પાડી. ખાસ કરીને પતિને આધીન રહેવાની બાબતે તેણે સારું ઉદાહરણ બેસાડ્યું. પરિણામે, તેના પતિ અને તેની માતાને સમજાયું કે લીલ કુમારીનો બાઇબલ અભ્યાસ આખા કુટુંબ માટે લાભદાયી છે.

હવે તેનો પતિ અને ઘણા સંબંધીઓ પરમેશ્વરના શબ્દનો અભ્યાસ કરી રહ્યાં છે. તાજેતરમાં પૉકરમાં યોજાયેલા સંમેલનમાં લીલ કુમારીએ તેના ૧૫ સગાસંબંધીઓ સાથે એ કાર્યક્રમનો આનંદ માણ્યો. તે કહે છે: “અમારું કુટુંબ હવે એકતામાં સાચી ભક્તિમાં જોડાયું હોવાથી એ વિશ્રામનું સ્થળ બન્યું છે, અને તેથી મને મનની સાચી શાંતિ મળી છે.”

• નેપાળમાં જાતિ ભેદભાવ રાખવો એ ગેરકાયદેસર હોવા છતાં, લોકો પર એની ખૂબ અસર જોવા મળે છે. તેથી ઘણી વ્યક્તિઓ સમાનતા અને નિષ્પક્ષપાત વિષે બાઇબલ શું કહે છે એ જાણવામાં રસ ધરાવે છે. “દેવ પક્ષપાતી નથી” એ શીખવાથી સુર્યા માયા અને તેના કુટુંબના જીવનમાં બદલાણ આવ્યું છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪.

સુર્યા માયા જાતિ ભેદભાવના અન્યાયથી અને રિવાજોથી ઘણી દુઃખી હતી. તે ધાર્મિક હોવાથી વર્ષોથી મૂર્તિના દેવો પાસે પ્રાર્થનામાં મદદ માંગતી હતી. પરંતુ તેની પ્રાર્થનાઓનો કોઈ જવાબ મળતો ન હતો. એક દિવસ તે મદદ માટે મૂર્તિ આગળ રડી રહી હતી ત્યારે, તેની છ વર્ષની પૌત્રી બબિતાએ તેને પૂછ્યું: “તમે શા માટે મદદ માટે આ મૂર્તિઓ સામે રડો છો? એઓ કંઈ જ કરી શકતી નથી.”

બબિતાની મમ્મી યહોવાહના એક સાક્ષી સાથે બાઇબલનો અભ્યાસ કરતી હતી. બબિતાએ પોતાની નાનીને ખ્રિસ્તી સભામાં હાજરી આપવાનું આમંત્રણ આપ્યું. સુર્યા માયાએ સભામાં હાજરી આપી ત્યારે તેને આશ્ચર્ય થયું કે જુદી જુદી જાતિના લોકો કોઈ જાતના પૂર્વગ્રહ વગર એકબીજાની સંગતનો આનંદ માણી રહ્યાં છે. તરત જ તેણે ગૃહ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. પરિણામે તેના પડોશીઓએ તેની સાથે વ્યવહાર રાખવાનું બંધ કરી દીધું, તોપણ તે નિરાશ થઈ નહિ. તે ઓછું ભણેલી હતી છતાં, આત્મિક પ્રગતિમાં પાછી પડી નહિ.

આઠ વર્ષ પછી, હવે તેના પતિ અને ત્રણ બાળકો સમેત તેના કુટુંબના છ સભ્યો યહોવાહના સાક્ષીઓ છે. સુર્યા માયા હવે પૂરા સમયની એક સેવક છે, તે એક નિયમિત પાયોનિયર છે. તે આનંદથી બીજાઓને જણાવે છે કે ફક્ત યહોવાહ જ બીજાઓને મદદ પૂરી પાડી શકે છે.