ચીઆપાસ પહાડી પ્રદેશમાં શાંતિના સુસમાચાર પહોંચે છે
ચીઆપાસ પહાડી પ્રદેશમાં શાંતિના સુસમાચાર પહોંચે છે
ડિસેમ્બર ૨૨, ૧૯૯૭ના દિવસે ચીઆપાસના આખ્તીઆલ રાજ્યમાં જે બન્યું એ વિષે “અલ યુનિવર્સલ” નામના વર્તમાનપત્રએ આમ અહેવાલ આપ્યો: “ચીઆપાસમાં થયેલો ભયંકર હત્યાકાંડ કોઈ ભૂલી શકે એમ નથી. એમાં ૧૩ બાળકો સહિત ૪૫ લોકોને બંદૂકધારી માણસોએ ક્રૂરતાથી રહેંસી નાખ્યા હતા.”
ચીઆપાસનો પહાડી પ્રદેશ ગ્વાટેમાલા દેશની સરહદ પર, મૅક્સિકો રાજ્યની દક્ષિણે આવેલો છે. લાંબા સમય સુધી ગરીબી અને અછત સહન કર્યા પછી, જાન્યુઆરી ૧૯૯૪માં ત્યાંના સ્થાનિક લોકોમાંના, એખેરીસ્તો સાપાતીસ્તા દે લિબેરસીયોન નાસિયોનાલ (EZLN) નામના એક બળવાખોર સમૂહે સશસ્ત્ર બળવો પોકાર્યો. વાટાઘાટ કરનારાઓએ શાંતિ સ્થાપવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ કોઈ ઉકેલ આવ્યો નહિ. બળવાખોરોએ તેમ જ સરકારે એકબીજા પર છાપા માર્યા અને હુમલાઓ કર્યા, પરિણામે ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા. હુલ્લડના કારણે ત્યાંના ઘણા લોકો પોતાનો જીવ બચાવવા નાસી છૂટ્યા.
આવા ખરાબ સંજોગોમાં પણ શાંતિના ચાહક એવા અમુક લોકો હતા જેઓ આ બધી રાજકીય ચળવળોમાં તટસ્થ રહ્યા હતા. તેઓએ લોકોને અસર કરતી સ્થાનિક અને જગતવ્યાપી મુશ્કેલીઓના નિરાકરણની એકમાત્ર આશા તરીકે પરમેશ્વરના રાજ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. (દાનીયેલ ૨:૪૪) તેઓ કોણ છે? યહોવાહના સાક્ષીઓ. ઈસુની આજ્ઞાને આધીન રહીને તેઓ ચીઆપાસ પહાડી પ્રદેશના છૂટા-છવાયા વિસ્તારોમાં પરમેશ્વરના રાજ્યના સુસમાચાર પ્રચાર કરવા ઘણા જ પ્રયાસો કરી રહ્યા છે. (માત્થી ૨૪:૧૪) આવા સંજોગોમાં કઈ રીતે પ્રચારકાર્ય કરવામાં આવ્યું અને એના કેવાં પરિણામો આવ્યાં?
“હું યહોવાહનો સાક્ષી છું”
આદોલ્ફો હમણાં જ બાપ્તિસ્મા નહિ પામેલો પ્રકાશક બન્યો હતો. તે ઓકોસીન્ગોના રેડિયો સ્ટેશનમાં કામ કરતો હતો. એક દિવસ અચાનક કોઈએ જોર જોરથી દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખોલતાં જ કેટલાક માણસો ધસી આવ્યા. આ નકાબધારીઓના હાથમાં બંદુક હતી. તેઓએ આદોલ્ફોના માથા પર બંદૂક ધરી દીધી અને ટ્રાન્સમિશન રૂમનો કબજો લઈને રેડિયો પર સરકાર વિરૂદ્ધ યુદ્ધ જાહેર કર્યું.
પછી તેઓએ આદોલ્ફોને તેઓની સાથે જોડાવાનો હુકમ કર્યો. આદોલ્ફોએ બાપ્તિસ્મા લીધું ન હતું તોપણ તેણે જણાવ્યું કે, “હું યહોવાહનો સાક્ષી છું.” પછી તેણે સમજાવ્યું કે શાંતિનો એકમાત્ર માર્ગ પરમેશ્વરનું રાજ્ય છે. તેને આપવામાં આવેલાં કપડાં અને બંદૂક લેવાનો પણ દૃઢપણે નકાર કર્યો. તેનો આવો દૃઢ નિર્ણય જોઈને તેને જવા દીધો. એ યાદ કરતાં આદોલ્ફો જણાવે છે: “ખરેખર આ બનાવથી મારો વિશ્વાસ દૃઢ બન્યો.”
છેવટે, પરિસ્થિતિ કાબૂમાં આવી, પરંતુ એ વિસ્તાર હજુ લશ્કરના તાબામાં હતો. એ જ સમયે ત્યાંના સ્થાનિક મંડળના વડીલે આદોલ્ફોને એ વિસ્તારના છૂટાં-છવાયાં વૃંદો સાથે મળીને કામ કરવાનું આમંત્રણ આપ્યું. આવી પરિસ્થિતિમાં પણ તેણે એ આમંત્રણ સ્વીકારી લીધું. એ
માટે તેણે ઘણી ચોકીઓ પાર કરવી પડતી હતી. પરંતુ તે જ્યારે સૈનિકોને જણાવતો કે પોતે યહોવાહનો સાક્ષી છે ત્યારે તેઓ માનપૂર્વક તેને જવા દેતા. પછી આદોલ્ફોએ બાપ્તિસ્મા લીધું અને એ છૂટાં-છવાયાં વૃંદોને યહોવાહના સાક્ષીઓનું એક મંડળ બનવા પોતે જે મદદ કરી એનાથી તેને ખૂબ સંતોષ થયો. તે કહે છે, “હવે હું બાપ્તિસ્મા પામેલો છું અને પૂરી ખાતરીથી કહી શકું છું કે હું યહોવાહનો સાક્ષી છું!”“યહોવાહે અમને દૃઢ કર્યા”
બળવાખોરોએ રેડિયો પર સરકાર વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યાના થોડા જ સમય પછી શહેરના લોકો ત્યાંથી નાસી ગયા. એ શહેરમાં રહેતા પૂરા સમયના સેવક ફ્રાન્સિસ્કો જણાવે છે કે કઈ રીતે યહોવાહે તેમને અને તેમની પત્નીને મદદ કરી.
“અમે ત્રણ કલાક ચાલીને જવાય એટલે દૂર આવેલા એક વિસ્તારમાં આશ્રય લેવાનું નક્કી કર્યું. ત્યાં એક મંડળ હતું, જેથી અમે ત્યાંના ભાઈઓ સાથે રહી શકીએ. થોડા સમય પછી પોલેન્કે ગામમાં સરકીટ સંમેલન ભરાવાનું હતું. હું અને મારી પત્ની પાયોનિયરો માટેની ખાસ સભા ચૂકી જવા માગતા ન હતા. પરંતુ અમને જાણવા મળ્યું કે સંમેલન જવાનો માર્ગ બળવાખોર લોકોએ રોકી રાખ્યો છે ત્યારે અમે જંગલમાં થઈને જવાનું નક્કી કર્યું અને
અમે નવ કલાકે ત્યાં પહોંચ્યા. તેમ છતાં અમે સમયસર પાયોનિયરો માટેની ખાસ સભામાં હાજર રહી શક્યા. અમે એ સભાનો અને આખા સંમેલનનો ભરપૂર આનંદ માણ્યો.“અમે ઘરે પાછા આવ્યા ત્યારે અમારું ઘર બાળી નાખવામાં આવ્યું હતું અને અમારાં ઢોર-ઢાંખરની પણ ચોરી થઈ ગઈ હતી. ફક્ત થોડાં કપડાં જ બચ્યાં હતાં. આથી અમને દુઃખ થયું, પરંતુ ઓકોસીન્ગોના માયાળુ ભાઈઓ અમને તેમના ઘરે લઈ ગયા. તેઓએ અમને એવાં કામો શીખવ્યા જે અમે પહેલા ક્યારેય કર્યા ન હતા. એક ભાઈએ મને ફોટોગ્રાફી કઈ રીતે કરવી એ શીખવ્યું, બીજા ભાઈએ મોચીકામ શીખવ્યું. આ રીતે હું અને મારી પત્ની આજ સુધી ટકી રહ્યાં છીએ અને સાથે પાયોનિયર સેવા પણ ચાલું રાખી શક્યા છીએ. જે કંઈ બન્યું એનો વિચાર કરતાં, અમે જોઈ શકીએ છીએ કે ટકી રહેવું કંઈ સહેલું ન હતું, પણ યહોવાહે અમને દૃઢ કર્યા.”
પ્રચારકાર્યના ફળ
ચીઆપાસના સાક્ષીઓ પર ઘણી મુશ્કેલીઓ અને જોખમો આવ્યાં તોપણ તેમણે પ્રચારકાર્ય છોડ્યું નહિ. ઉદાહરણ તરીકે, ૧૯૯૫ના એપ્રિલ અને મે મહિનામાં રાજ્ય સંદેશ નં. ૩૪ની જગતવ્યાપી ઝુંબેશમાં તેઓએ ઉત્સાહથી ભાગ લીધો. એનો વિષય એકદમ યોગ્ય હતો કે શા માટે જીવન કોયડાથી આટલું બધું ભરેલું છે?
એ ઝુંબેશ દરમિયાન, પ્વેબ્લો ન્વેબો નામના સ્થળે નિયમિત પાયોનિયર સીરો એક રસ ધરાવનાર કુટુંબને મળ્યા. ત્રણ દિવસ પછી ફરી પાછા ત્યાં જઈને તેમણે તેઓની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. પરંતુ ફરી વખત સીરો એક ભાઈને લઈને એ કુટુંબનો બાઇબલ અભ્યાસ ચાલુ રાખવા ગયા ત્યારે, તે ત્યાં ન હતા. એને બદલે, નકાબધારી માણસોનું એક ટોળું એ ઘર માલિકની રાહ જોઈ રહ્યું હતું કે જેથી તેને નુકશાન પહોંચાડી શકે. તેઓએ સીરો અને તેમના સાથીને પૂછ્યું કે તેઓ શા માટે ત્યાં આવ્યા છે અને પછી તેઓને મારી નાખવાની ધમકી આપી. પરંતુ આ બંને સાક્ષીઓએ મનમાં યહોવાહને પ્રાર્થના કરી અને હિંમતપૂર્વક સમજાવ્યું કે તેઓ એ કુટુંબને બાઇબલ શીખવવા આવ્યા હતા. આ સાંભળીને ટોળાએ તેઓને જવા દીધા. પરંતુ કોઈક કારણોસર, એ ઘરમાલિક ત્યાં ક્યારેય પાછા આવ્યા નહિ.
લગભગ ત્રણ વર્ષ પછી એક દિવસે એ ઘરમાલિક સીરોના ઘરે આવ્યા ત્યારે સીરોને ખૂબ જ આશ્ચર્ય થયું. સીરોને એ જાણીને કેટલો આનંદ થયો હશે કે તેમના આખા કુટુંબે બાપ્તિસ્મા લીધું હતું અને અત્યારે ગ્વાટેમાલાના મંડળ સાથે જોડાયેલું છે! અરે, તેમની એક દીકરી તો નિયમિત પાયોનિયર તરીકે પણ સેવા કરી રહી છે.
આત્મિક ખોરાક માટે કદર
એક ડિસ્ટ્રીક્ટ ઓવરસીયર જણાવે છે કે, ચીઆપાસમાં સતત મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં પણ ત્યાંના સાક્ષીઓ ભેગા મળવાના મહત્ત્વની હેબ્રી ૧૦:૨૪, ૨૫) તાજેતરમાં યોજાયેલા ખાસ સંમેલનના દિવસે જે બન્યું એ વિષે તે જણાવે છે કે સંમેલન વહેલી સવારે શરૂ કરવામાં આવ્યું હતું કે જેથી હાજર રહેનારાઓ સાંજ પડતા પહેલા પોતાના ઘરે સહીસલામત પાછા ફરી શકે. જોકે એમાંના મોટા ભાગના લોકોને જંગલમાંથી ત્રણ કરતાં વધુ કલાકો ચાલીને સંમેલનના સ્થળે પહોંચવાનું હતું, તોપણ સવારે ૭ વાગ્યે તેઓ ત્યાં હાજર હતા. બળવાખોર સમુહના છ સભ્યો પણ ત્રણ કલાક ચાલીને આવ્યા હતા. તેઓએ આખો કાર્યક્રમ સાંભળ્યો અને એનો આનંદ માણ્યો. તેઓમાંના ૨૦ લોકો સ્થાનિક રાજ્યગૃહમાં ઉજવવામાં આવેલ ખ્રિસ્તના મરણની યાદગીરીમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.
ખરેખર કદર કરે છે. (એક છાપામાર ટુકડીના યુવાનને તેના આગેવાને જંગલના અમુક વિસ્તારની જાસૂસી કરવા મોકલ્યો. ત્યાં પહોંચતા તેને ખબર પડી કે ત્યાંના બધા જ રહેવાસીઓ ઘર છોડીને નાસી ગયા છે. તેઓમાં મોટા ભાગના યહોવાહના સાક્ષીઓ હતા. તેથી તે એક ઘરમાં જઈને બેઠો. કંઈ કામ ન હોવાથી તેણે ઘરમાં પડેલાં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. આ પુસ્તકોમાં સંસ્થાના પ્રકાશનો પણ હતા જે સાક્ષીઓ છોડીને ગયા હતા. આવા એકાંતમાં, એ યુવાનને પોતે જે વાંચતો હતો એના પર મનન કરવાનો સમય મળ્યો. છેવટે તેણે નક્કી કર્યું કે હવે તે પોતાનું જીવન બદલશે. પછી તેણે હથિયાર હેઠાં મૂકી દઈને જલદી જ સાક્ષીઓને શોધી કાઢ્યા અને બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. ફક્ત છ મહિનામાં તે બીજાઓને પણ સુસમાચાર જણાવવા લાગ્યો. હવે તે અને તેના કુટુંબના ત્રણ સભ્યો બાપ્તિસ્મા પામેલા ખ્રિસ્તીઓ છે, જેઓ પહેલા છાપામાર ચળવળને ટેકો આપતા હતા.
હકારાત્મક બાબતો ધ્યાનમાં લેતાં
લડાઈને કારણે જોકે ઘણી મુશ્કેલી પડતી હતી તોપણ, એનાથી જ પ્રચારકાર્ય વિષે લોકોના વલણ પર હકારાત્મક અસર પડી. જ્યાં લડાઈ શરૂ થઈ હતી એ શહેરના એક વડીલ જણાવે છે: “લડાઈ શરૂ થયાના પાંચ દિવસ પછી, અમે શહેરની અંદર અને બહાર યોજનાબદ્ધ રીતે પ્રચારકાર્ય કર્યું. લોકો અમને સાંભળવા બહુ આતુર હતા. અમે ઘણું બાઇબલ સાહિત્ય આપ્યું અને અનેક બાઇબલ અભ્યાસો શરૂ કર્યા. એક વિસ્તારમાં ઘણા લોકોએ સત્યનો વિરોધ કર્યો હતો, પણ લડાઈને કારણે હવે તેઓ અમારું સાંભળે છે, બાઇબલનો અભ્યાસ કરે છે અને સભાઓ તથા સંમેલનોમાં પણ હાજરી આપે છે.”
ભાઈઓ ખુશ છે કે તેઓ આવી બહુ જ ખરાબ પરિસ્થિતિમાં પણ પોતાની દેવશાહી પ્રવૃત્તિઓ ચાલુ રાખી શક્યા છે. સરકાર અને બળવાખોરોની જાણમાં તેઓ સંમેલનો ભરે છે જે તેઓને આત્મિક રીતે દૃઢ રાખે છે. પ્રવાસી નિરીક્ષકોની મુલાકાતો પણ પ્રચારકાર્ય ચાલુ રાખવા ઘણી જ ઉત્તેજનકારક નીવડી છે. રસપ્રદપણે, લડાઈ કરનારા બંને પક્ષો તરફથી પણ ઉત્તેજન મળે છે. તેઓ વારંવાર સાક્ષીઓને તેઓનું પ્રચારકાર્ય ચાલુ રાખવા વિનંતી કરે છે.
સમય પસાર થતાં ચીઆપાસના લોકોની મુશ્કેલીઓ તો ઘટી છે પણ હજુ એનો અંત આવ્યો નથી. બાબત ભલે ગમે તે હોય, પરંતુ એક વાત નક્કી છે કે, યહોવાહના સાક્ષીઓએ મોડું કર્યા વિના લોકોને પરમેશ્વરના શબ્દ બાઇબલમાંથી શાંતિના સુસમાચાર જણાવવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪-૩૬; એફેસી ૬:૧૫) પરમેશ્વરના નિમેલા સેવક યિર્મેયાહે નોંધ્યું હતું તેમ તેઓને ખબર પડી છે કે “મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મેયાહ ૧૦:૨૩) પરમેશ્વરની સત્તા હેઠળ તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તનું રાજ્ય જ આ જગતમાંથી અન્યાય અને ગરીબી દૂર કરી શકે એમ છે.—માત્થી ૬:૧૦.
[પાન ૯ પર નકશા]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
મૅક્સિકોનો અખાત
ચીઆપાસ
ગ્વાટેમાલા
પ્રશાંત મહાસાગર
[ક્રેડીટ લાઈન]
Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.
[પાન ૯ પર ચિત્ર]
ચીઆપાસ પહાડી પ્રદેશમાં સાક્ષીઓ સેવાકાર્ય માટે જઈ રહ્યા છે