સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુદ્ધનાં જખમો

યુદ્ધનાં જખમો

યુદ્ધનાં જખમો

બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર એક સૈનિકે કહ્યું, “યુદ્ધમાં કોઈ જીતતું નથી. એમાં ફક્ત હારવાનું જ હોય છે.” ઘણા તેની સાથે સહમત થશે. યુદ્ધનું પરિણામ ભયંકર હોય છે; જીતનાર કે હારનારને ભારે કિંમત ચૂકવવી પડે છે. યુદ્ધ પૂરું થયા પછી પણ કરોડો લોકોએ એના કારણે ઘણું દુઃખ ભોગવવું પડે છે.

કેવા દુઃખો ભોગવવા પડે છે? યુદ્ધમાં લાખો માર્યા જાય છે, ઘણા અનાથ અને વિધવા બને છે. ઘણા બચી જનારાઓ ભયંકર માનસિક દુઃખ અને શારીરિક ખોડખાંપણ સહન કરતા હોય છે. કરોડો ગરીબ થાય છે અથવા શરણાર્થી થવું પડે છે. યુદ્ધમાંથી બચી જનારાઓના હૃદયમાં જે નફરત અને ધિક્કાર ઘર કરી જાય છે, એની તમે કલ્પના કરી શકો છો!

જખમો પાકવા

યુદ્ધ બંધ થયા પછી બંદૂકોના ધડાકા ટાઢા પડે છે અને સૈનિકો પોતપોતાના ઘરે પાછા ફરે છે. પરંતુ યુદ્ધથી થયેલા જખમો લોકોના હૃદયમાં ઘર કરી લે છે અને એ પછી વધતા જ જાય છે. પછીની પેઢીઓમાં પણ દુશ્મનાવટ રહી જાય છે. આ રીતે એક યુદ્ધના જખમો બીજા યુદ્ધને જન્મ આપે છે.

દાખલા તરીકે, પ્રથમ વિશ્વયુદ્ધને કાયદાકીય રીતે બંધ કરવા માટે ૧૯૧૯માં વર્સાઈ સંધિ પર સહી કરવામાં આવી. આ સંધિને કારણે જર્મની પર કપરા નિયમો લાદવામાં આવ્યા જેથી ત્યાંના નાગરિકોને પોતાની સાથે અન્યાય થયો હોય એમ લાગ્યું. બ્રિટાનીકાના વિશ્વકોશ (અંગ્રેજી) પ્રમાણે સંધિની શરતોને કારણે જર્મનીના લોકો ખીજાયા અને બદલો લેવા માટે લાગ શોધવા લાગ્યા.” થોડા વર્ષો પછી “આ સંધિ પ્રત્યેની ખીજના કારણે હિટલરને બહાનું મળી ગયું,” જે બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી ગયેલા કારણોમાંનું એક હતું.

બીજુ વિશ્વયુદ્ધ પોલૅન્ડથી શરૂ થયું અને બાલ્કન દેશો સુધી ફેલાયું. એ ૧૯૪૦ના યુદ્ધે અલગ અલગ જાતિના લોકોને જખમો આપ્યા, એણે ૧૯૯૦ના બાલ્કન યુદ્ધ માટે માર્ગ તૈયાર કર્યો. જર્મન છાપું ડે ત્સીટ કહે છે, “નફરત અને બદલાની ભાવના એવું ખતરનાક ચક્ર છે જે આપણા સમય સુધી ચાલતું જ આવે છે.”

આપણે સુખ-શાંતિથી જીવવા માંગતા હોઈએ તો યુદ્ધના જખમોને ભરવાની જરૂર છે. પરંતુ કઈ રીતે? નફરત અને ધિક્કારને કઈ રીતે દૂર કરી શકાય? યુદ્ધના જખમોને કોણ ભરી શકે છે? હવે પછીના લેખમાં એ જોઈએ.

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

U.S. Coast Guard photo; UN PHOTO 158297/J. Isaac