સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું નવા મિલેનિયમમાં શાંતિ હશે?

શું નવા મિલેનિયમમાં શાંતિ હશે?

શું નવા મિલેનિયમમાં શાંતિ હશે?

સપ્ટેમ્બર ૧૪, ૧૯૯૯ના રોજ પૅરિસ અને ન્યૂયૉર્કમાં ‘શાંતિના સમાજ’ માટે આંતરરાષ્ટ્રીય વર્ષની શરૂઆત કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બ્લીમાં વર્ષ ૨૦૦૦ માટે આ જાહેરાત કરવામાં આવી હતી. યુનેસ્કોના ડાયરેક્ટર ફેડરિકો મેયરે “આખી પૃથ્વી પર શાંતિ અને અહિંસાની ચળવળ શરૂ કરવા” વિનંતી કરી.

યુનેસ્કોએ જણાવ્યું કે “સૌ પ્રથમ યુદ્ધનો વિચાર માણસોના મન અને હૃદયમાં આવે છે. આથી, કાયમી શાંતિનો વિચાર પણ તેઓના મન અને હૃદયમાંથી જ આવવો જોઈએ.” તેથી, એની સુમેળમાં યુનેસ્કો પણ “શિક્ષણ, વાતચીત અને સહકાર” દ્વારા શાંતિનો પ્રસાર કરવાનો હેતુ રાખે છે. ફેડરિકો મેયર કહે છે કે “વ્યક્તિ માટે શાંતિની વાતો કરવી જ પૂરતી નથી, પરંતુ તેઓએ શાંતિ કરાવનારા બનવું જોઈએ.”

પરંતુ, દુઃખની બાબત છે કે ૨૦૦૦ની સાલમાં કંઈ શાંતિ જોવા મળી નહિ. આધુનિક ઇતિહાસ તથા વર્ષ ૨૦૦૦ની ઘટનાઓ પણ બતાવે છે કે ગમે તેટલા પ્રયત્નો કરીને પણ માણસ યુદ્ધ અને હિંસાને અટકાવી શક્યો નથી.

તેમ છતાં, શાંતિને શિક્ષણ સાથે જોડવામાં આવી છે જે વિચારવા જેવું છે. લગભગ ૨,૭૦૦ વર્ષ અગાઉ યશાયાહ પ્રબોધકે ભાખ્યું: તારાં સર્વ સંતાન યહોવાહનાં શિષ્ય [શીખવાયેલા] થશે; અને તારાં છોકરાંને ઘણી શાંતિ મળશે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (યશાયાહ ૫૪:૧૩) એ જ પ્રબોધકે ભાખ્યું કે એવો સમય આવશે જ્યારે સર્વ રાષ્ટ્રના લોકો પ્રવાહની જેમ યહોવાહ પરમેશ્વરની ઉપાસના કરવા તેમની રીતોને શીખશે. કયા પરિણામો આવશે? “તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજીની વિરૂદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (યશાયાહ ૨:૨-૪) આ ભવિષ્યવાણીની સુમેળમાં યહોવાહના સાક્ષીઓ આખી દુનિયામાં શૈક્ષણિક કાર્યમાં વ્યસ્ત છે. તેઓએ યુદ્ધો થવાનું મુખ્ય મૂળ રાષ્ટ્રવાદ, જાતિ ભેદભાવમાંથી બહાર આવવા લાખો લોકોને મદદ કરી છે.

પરમેશ્વરના રાજ્ય હેઠળ યુદ્ધો હશે જ નહિ, જેને કારણે પૃથ્વી પર હંમેશ માટે શાંતિ અને સલામતી હશે. (ગીતશાસ્ત્ર ૭૨:૭; દાનીયેલ ૨:૪૪) પછીથી ગીતશાસ્ત્રના લેખકના શબ્દો પરિપૂર્ણ થશે: “યહોવાહનાં કૃત્યો જુઓ, તેણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ. તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે.”—ગીતશાસ્ત્ર ૪૬:૮, ૯.