સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એક ખાસ જાહેરાત

એક ખાસ જાહેરાત

એક ખાસ જાહેરાત

ઑક્ટોબર ૭, ૨૦૦૦ના રોજ, વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સીલ્વેનિયાની વાર્ષિક સભાના અંતે એક ખાસ જાહેરાત કરવામાં આવી. સભાપતિ, નિયામક જૂથના સભ્ય જોન ઈ. બારે એ જાહેરાત કરી હતી. ભાઈ થીઓડોર જાર્કઝ અને દાનીએલ સીડલીકના ભાષણોએ આ જાહેરાત માટે અગાઉથી જણાવ્યું હતું.—આ મેગેઝિનના પાન ૧૨-૧૬ અને ૨૮-૩૧ જુઓ.

ભાઈ બારે એક ખાસ મુદ્દો જણાવ્યો: “કાનૂની નિગમ પાસે જે જવાબદારી છે એના કરતાં ભારે જવાબદારી ‘વિશ્વાસુ અને શાણા ચાકર’ વર્ગ તથા નિયામક જૂથને સોંપવામાં આવી છે. કાનૂની નિગમની નોંધ પરથી જોવા મળે છે કે તેઓ પાસે મર્યાદિત જવાબદારી છે. પરંતુ આપણા શિક્ષક, ઈસુ ખ્રિસ્તે વિશ્વાસુ અને શાણા ચાકર વર્ગને પૃથ્વી પરની બધી જ ‘સંપત્તિના’ કારભારી ઠરાવ્યા છે.”—માત્થી ૨૪:૪૫-૪૭.

પેન્સીલ્વેનિયાની સંસ્થા વિષે ભાઈ બારે કહ્યું: “૧૮૮૪માં વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સીલ્વેનિયાની સ્થાપના થઈ ત્યારથી આપણા સમય સુધી આ સંસ્થાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. છતાં, આ ફક્ત કાનૂની સાધન છે જેનો જરૂર હોય ત્યારે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગ ઉપયોગ કરે છે.”

ભાઈ જાર્કઝ અને ભાઈ સીડલીકે પોતાના વાર્તાલાપમાં સમજાવ્યું કે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગને પૃથ્વી પરની બધી સંપત્તિના કારભારી ઠરાવવામાં આવ્યા છે. પરંતુ એનો અર્થ એવો નથી કે અમુક વહીવટી જવાબદારી ‘બીજાં ઘેટાંના’ અનુભવી ભાઈઓને સોંપી ન શકાય. (યોહાન ૧૦:૧૬) તેમ જ, બાઇબલમાં પણ એવું લખવામાં આવ્યું નથી કે યહોવાહના સાક્ષીઓની કાનૂની પ્રવૃત્તિને નિયામક જૂથે જ હાથ ધરવી જોઈએ.

પછી ભાઈ બારે શ્રોતાઓને જણાવ્યું કે, અત્યાર સુધી “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગ યુનાઈટેડ સ્ટેટ્‌સમાં જે કાનૂની નિગમનો ઉપયોગ કરતા હતા, એમાં નિયામક જૂથના અમુક સભ્યો ડાયરેક્ટર અને ઑફિસર તરીકે મદદ કરતા હતા. હવે તેઓએ એમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. હવે તેઓની જગ્યાએ બીજા ઘેટાંના જવાબદાર ભાઈઓની પસંદગી થઈ છે.

આ નિર્ણય ખરેખર ખૂબ જ લાભદાયી છે. હવે નિયામક જૂથના સભ્યો આત્મિક ખોરાક તૈયાર કરવા અને જગતભરના ભાઈબહેનોની બીજી આત્મિક જરૂરિયાતો પૂરી પાડવા વધુ સમય ફાળવશે.

આ ખાસ જાહેરાતથી શ્રોતાઓને ઘણો આનંદ થયો. અંતે સભાપતિએ જણાવ્યું: “ભલે જુદી જુદી કાનૂની પ્રવૃત્તિમાં અનુભવી ભાઈઓને કામ સોંપવામાં આવ્યું છે, . . . પણ તેઓ નિયામક જૂથના માર્ગદર્શન હેઠળ કામ કરશે. . . . આપણે યહોવાહને પ્રાર્થના કરીએ કે તેમનો આશીર્વાદ આપણા પર આવે અને આપણે બધા એક થઈને તેમની ઇચ્છા પૂરી કરીએ તથા તેમના નામને મહિમા આપીએ.”