સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વરના નિયમ પાળનારાઓએ માણેલો આનંદ

પરમેશ્વરના નિયમ પાળનારાઓએ માણેલો આનંદ

પરમેશ્વરના નિયમ પાળનારાઓએ માણેલો આનંદ

“પરમેશ્વરના નિયમ પાળનારા” મહાસંમેલનની શરૂઆત કરતા એક વક્તાએ જણાવ્યું, “આ મહાસંમેલન આપણા માટે રાજ્ય પ્રવૃત્તિની તૈયારી કરવાની યહોવાહ તરફથી એક જોગવાઈ છે. એ આપણને આપણું કૌટુંબિક જીવન સુખી બનાવવા સૂચના આપીને, યહોવાહની સંસ્થા સાથે ગાઢ સંબંધ રાખવાનું ઉત્તેજન આપે છે. પ્રચારકાર્યમાં આપણો ઉત્સાહ જાળવી રાખવાનું ઉત્તેજન આપીને એ સજાગ રહેવાની જરૂર પર ભાર મૂકે છે.”

ગયા વર્ષે મે મહિનાની આખરથી લાખો પરમેશ્વરના નિયમ પાળનારાઓ અને તેમના મિત્રો જગત ફરતે હજારો જગ્યાઓએ બાઇબલ શિક્ષણ મેળવવા એકઠા થયા. તેઓ ત્રણ દિવસના મહાસંમેલનમાં શું શીખ્યા?

પ્રથમ દિવસ—યહોવાહના સર્વ ઉપકારને ભૂલી ન જા

શરૂઆતના વાર્તાલાપોમાં સભાપતિએ શ્રોતાઓને મહાસંમેલનમાં ભેગા મળીને યહોવાહની ભક્તિ કરવાથી મળતા આશીર્વાદનો આનંદ માણવાનું જણાવ્યું. હાજરી આપનાર સર્વને ખાતરી કરાવવામાં આવી કે તેઓના વિશ્વાસમાં વધારો થશે અને યહોવાહ સાથેનો તેઓનો વ્યક્તિગત સંબંધ પણ ગાઢ થશે.

“[સુખી] દેવ” જાણે છે કે આપણને ખુશ રહેવા શાની જરૂર છે. (૧ તીમોથી ૧:૧૧) આમ, “પરમેશ્વરના નિયમ પાળવાથી મળતું સુખ” વાર્તાલાપે, સૌથી સારું જીવન જીવવા વિષે બાઇબલ જે બતાવે છે એ પર ભાર મૂક્યો. (યોહાન ૧૩:૧૭) લાંબા સમયથી યહોવાહની ભક્તિ કરતા ઘણા સેવકોના ઇંટર્વ્યૂંએ બતાવ્યું કે, દરેક સંજોગોમાં પરમેશ્વરની ઇચ્છા પૂરી કરવાથી આપણું જીવન સુખી થાય છે. “યહોવાહની ઉદારતાથી આનંદિત બનો” ભાષણે ભાર મૂક્યો કે “દેવનું અનુકરણ કરનારાં” ખ્રિસ્તીઓ પોતાના જીવનમાં ‘સર્વ પ્રકારની ભલાઈ’ કરવાનું ઇચ્છે છે. (એફેસી ૫:૧,) આમ કરવાની સૌથી અસરકારક રીત પરમેશ્વરના રાજ્યનો પ્રચાર અને શિષ્યો બનાવવાનું કાર્ય છે.—ગીતશાસ્ત્ર ૧૪૫:૭.

“અદૃશ્યને જોતા હોય એમ અડગ રહો” વાર્તાલાપે બતાવ્યું કે કઈ રીતે દૃઢ વિશ્વાસ આપણને અદૃશ્ય પરમેશ્વરને “જોવા” મદદ કરે છે. વક્તાએ જણાવ્યું કે આધ્યાત્મિક લોકો પરમેશ્વરના ગુણોથી અને આપણે શું વિચારીએ છીએ એ જાણવાની તેમનામાં શક્તિ છે એનાથી વાકેફ હોય છે. (નીતિવચન ૫:૨૧) વિશ્વાસ દૃઢ કરવા અને પોતાના જીવનમાં પરમેશ્વરને પ્રથમ મૂકવા પગલા ભર્યા હતા તેઓના ઇન્ટર્વ્યૂં લેવામાં આવ્યા.

“અદ્‍ભુત બાબતો કરનારા યહોવાહની સ્તુતિ કરો,” આ ચાવીરૂપ સંબોધનથી સવારના સત્રની સમાપ્તિ થઈ. આ વાર્તાલાપે શ્રોતાઓને એ સમજવા મદદ કરી કે આપણે જેટલું યહોવાહ વિષે શીખીશું એટલા વધારે તેમની ભક્તિ કરવા પ્રેરાઈશું. તેમણે કહ્યું કે, “પરમેશ્વરના ભવ્ય ઉત્પત્તિ કાર્ય અને આજે આપણા માટે તે જે અદ્‍ભુત બાબતો કરી રહ્યા છે એનો વિચાર કરવાથી આપણને તેમની હૃદયપૂર્વકની ભક્તિ કરવા ઉત્તેજન મળે છે. પોતાના પ્રાચીન સમયના ભક્તો માટે તેમણે જે અદ્‍ભુત બાબતો કરી હતી એનો વિચાર કરવાથી પણ તેમની ભક્તિ કરવા પ્રેરણા મળે છે. આપણને તેમણે જે અદ્‍ભુત ભાવિનું વચન આપ્યું છે એનો વિચાર કરવાથી આપણે તેમની કદર કરીશું.”

બપોર પછીના સત્રની શરૂઆત, “સારું કરવામાં કદી પડતું ન મૂકો” વાર્તાલાપથી થઈ. એણે શ્રોતાઓને ખાતરી અપાવી કે જગતના દબાણોનો અંત એકદમ નજીક છે. (૨ તીમોથી ૩:૧) તેમ છતાં, હિંમત રાખીને આપણે સાબિત કરી શકીએ કે “આપણે પાછા હઠીને નાશ પામનારા નથી.”—હેબ્રી ૧૦:૩૯.

કૌટુંબિક જીવન વિષે બાઇબલ શું સલાહ આપે છે? મહાસંમેલનના પ્રથમ પરિસંવાદ “પરમેશ્વરના નિયમને આધીન રહો”ની શરૂઆત, “લગ્‍ન સાથીની પસંદગી કરવામાં” પ્રથમ ભાગથી થઈ. લગ્‍ન સાથીની પસંદગી કરવી એ એક ગંભીર નિર્ણય છે. તેથી ખ્રિસ્તીઓ પોતે પરિપક્વ ન થાય ત્યાં સુધી રાહ જુએ છે અને “કેવળ પ્રભુમાં” લગ્‍ન કરે છે. (૧ કોરીંથી ૭:૩૯) પરિસંવાદના બીજા ભાગે જણાવ્યું કે સર્વ ખ્રિસ્તી કુટુંબો આત્મિક રીતે દૃઢ થાય એમ યહોવાહ ઇચ્છે છે. તેથી એમાં સફળ થવા માટે વાર્તાલાપમાં વ્યવહારું રીતો બતાવવામાં આવી. પરિસંવાદના છેલ્લા ભાગે યાદ કરાવ્યું કે પોતાના બાળકોને પરમેશ્વરને પ્રેમ કરવાનું શીખવવા માટે સૌ પ્રથમ માબાપે પરમેશ્વરને પ્રેમ કરવાની જરૂર છે.

“અફવાઓ અને કુથલીઓથી સાવધાન રહો” વાર્તાલાપે સર્વને એ જોવા મદદ કરી કે માનવામાં ન આવે એવી બાબતો થાય ત્યારે પણ આપણે ડહાપણભરી રીતે વર્તવું જોઈએ. ખ્રિસ્તીઓ પાસે નજીકના ભાવિમાં આવનાર પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરવાનો લહાવો રહેલો છે. “‘દેહમાંના કાંટાʼનો સામનો કરવો” વાર્તાલાપે ઘણા ખ્રિસ્તીઓને ઉત્તેજન અને દિલાસો આપ્યો. એણે તેઓને એ જોવા મદદ કરી કે સતાવણીઓનો સામનો કરવા, યહોવાહ આપણને પોતાનો પવિત્ર આત્મા, બાઇબલ અને આપણા ખ્રિસ્તી ભાઈબહેનો દ્વારા શક્તિ આપશે. આ વિષે પ્રેષિત પાઊલના અનુભવમાંથી વધારે ઉત્તેજન મળ્યું.—૨ કોરીંથી ૧૨:૭-૧૦; ફિલિપી ૪:૧૧, ૧૩.

“યહોવાહના સંગઠન સાથે ચાલવું” વાર્તાલાપથી પ્રથમ દિવસના સત્રની સમાપ્તિ થઈ. પરમેશ્વરની સંસ્થાએ ખાસ કરીને ત્રણ બાબતોમાં પ્રગતિ કરી હતી એની ચર્ચા કરવામાં આવી: (૧) યહોવાહ તરફથી સત્યની સમજણમાં વધારો, (૨) પરમેશ્વર તરફથી આપણને સોંપવામાં આવેલું સેવાકાર્ય, અને (૩) સંસ્થામાં સમયસરની ફેરગોઠવણો. પછી વક્તાએ ભારપૂર્વક જણાવ્યું: “આપણે આગળ રહેલા ભાવિ વિષે આનંદિત છીએ.” તેમણે પૂછ્યું કે “આપણે શરૂઆતમાં જે ભરોસો રાખ્યો હતો એવો જ ભરોસો અંત સુધી રાખીશું એમાં શું કોઈ શંકા હોય શકે? (હેબ્રી ૩:૧૪) જવાબ સ્પષ્ટ હતો. આ જવાબ સાથે નવી મોટી પુસ્તિકા, શું તમે પરમેશ્વરના મિત્ર બની શકો! (અંગ્રેજી) બહાર પાડવામાં આવી. ઓછું ભણેલાઓ માટે પણ યહોવાહ વિષે શીખવવા આ એક અસરકારક પુસ્તિકા છે.

બીજો દિવસ—પરમેશ્વરના અદ્‍ભુત કાર્યો વિષે જણાવતા રહેવું

દૈનિક વચનની ચર્ચા કર્યા પછી, “પરમેશ્વરના નિયમના સેવકો” પરિસંવાદથી બીજા દિવસના મહાસંમેલનની શરૂઆત થઈ. પ્રથમ ભાગે દુનિયાભરના પ્રચારકાર્યની સફળતા પર ધ્યાન દોર્યું. તેમ છતાં, આ કાર્યમાં આપણી ધીરજ એક પડકાર છે કેમ કે મોટા ભાગનાઓ આપણા સંદેશાનો નકાર કરે છે. લાંબા સમયથી સેવા કરી રહેલાઓએ સતાવણીનો સામનો કરવા પોતાના મન અને હૃદયથી તૈયાર રહીને કઈ રીતે પ્રચારકાર્યમાં આનંદ જાળવી રાખ્યો એ વિષે જણાવ્યું. પરિસંવાદના બીજા ભાગે શ્રોતાઓને યાદ દેવડાવ્યું કે યહોવાહના સાક્ષીઓ વિધિસર અને અવિધિસર રીતે દરેક લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. છેલ્લા ભાગે જણાવ્યું કે ઘણી રીતોએ ખ્રિસ્તીઓ વ્યક્તિગત રીતે વધારે સમય પ્રચાર કરી શકે. વક્તાએ ભાર મૂક્યો કે આમ કરવા માટે આપણે ગમે તેવા સંજોગોમાં પણ પરમેશ્વરના રાજ્યને પ્રથમ સ્થાન આપવું જોઈએ.—માત્થી ૬:૧૯-૨૧.

આપણે ભૌતિક બાબતો પાછળ પડેલા લોભી તથા દુષ્ટ જગતમાં રહેતા હોવાથી “આત્મ સંતોષથી દૈવી ભક્તિભાવ વિકસાવવો” વાર્તાલાપ સમયસરનો હતો. વક્તાએ ૧ તીમોથી ૬:૬-૧૦, ૧૮, ૧૯ પ્રમાણે જણાવ્યું કે કઈ રીતે દૈવી ભક્તિ આપણને પૈસાનો પ્રેમ ટાળવા મદદ કરે છે જે આપણા માટે ઘણા દુઃખોનું કારણ બની શકે. તેમણે ભાર મૂક્યો કે આપણી આર્થિક પરિસ્થિતિ ભલેને ગમે તે હોય, પરંતુ આપણને મળતો આનંદ યહોવાહ સાથેના સંબંધ અને આત્મિકતા પર આધારિત છે. “પરમેશ્વરના નામ પર નામોશી લાવવાનું ટાળો” વાર્તાલાપમાં રજૂ કરવામાં આવેલા મુદ્દાઓએ ઘણા પર ઊંડી અસર પાડી. યહોવાહ પોતાના વિશ્વાસુ ભક્તોને ક્યારેય ભુલતા નથી એ પર ભાર મૂકવામાં આવ્યો. શ્રેષ્ઠ ઉદાહરણ ઈસુ ખ્રિસ્ત જે ‘ગઈ કાલે, આજે તથા સદાકાળ એવા ને એવા જ છે,’ તે ઘણાને ધીરજ સાથે જીવનની દોડમાં સતત દોડવા મદદ કરશે.—હેબ્રી ૧૩:૮.

સવારના સત્રની સમાપ્તિ બાપ્તિસ્માના વાર્તાલાપથી થઈ, જે યહોવાહના સાક્ષીઓના સંમેલનોમાં હંમેશા મહત્ત્વનો ભાગ હોય છે. નવી સમર્પિત થયેલી વ્યક્તિઓને ઈસુની જેમ પાણીનું બાપ્તિસ્મા લેતી જોવી કેવું આનંદમય છે! (માત્થી ૩:૧૩-૧૭) આ પગલું ભરનારાઓએ પરમેશ્વરના નિયમ પાળનારા તરીકે ઘણી સફળતા મેળવી છે. વધુમાં, બાપ્તિસ્મા પામેલાઓ પરમેશ્વરના રાજ્યને જાહેર કરનાર તરીકે નિયુક્ત થાય છે ત્યારે, તેઓને એ જાણીને આનંદ થાય છે કે હવે તેઓ યહોવાહના નામને પવિત્ર બનાવવાના કાર્યમાં જોડાયા છે.—નીતિવચન ૨૭:૧૧.

“પરિપક્વતા ખરા ખોટાંને જુદા પાડે છે” વાર્તાલાપે અર્થસભર સલાહ પૂરી પાડી હતી. જગતના ધોરણો ખરાં ખોટાંને પારખી શકતા નથી. તેથી આપણે પરમેશ્વરના નિયમો પર આધાર રાખવો જોઈએ. (રૂમી ૧૨:૨) પરિપક્વતામાં વધવા અને પરમેશ્વર વિષે ચોક્સાઈભર્યું જ્ઞાન મેળવવા માટે મહેનત કરવા ઉત્તેજન આપવામાં આવ્યું. એ લાગુ પાડવાથી આપણી ઇંદ્રિયોને “ખરૂંખોટું પારખવાની” તાલીમ મળશે.—હેબ્રી ૫:૧૧-૧૪.

પછીથી “આત્મિકતા વિકસાવવા માટે સખત મહેનત કરો” પરિસંવાદની શરૂઆત થઈ. સાચા ખ્રિસ્તીઓ આત્મિકતાને કેળવવાનું અને એને જાળવી રાખવાનું મહત્ત્વ સમજ્યા, એમાં વાંચન, અભ્યાસ અને મનન કરવાનો સમાવેશ થાય છે. (માત્થી ૭:૧૩, ૧૪; લુક ૧૩:૨૪) આત્મિક વ્યક્તિઓ “હરવખત પ્રાર્થના તથા વિનંતી” પણ કરે છે. (એફેસી ૬:૧૮) આપણે સમજ્યા કે આપણી પ્રાર્થનાઓ બતાવે છે કે આપણો વિશ્વાસ અને ભક્તિ કેટલા ઊંડા છે, આપણી આત્મિકતાનું સ્તર કેટલું ઊંચું છે તથા આપણે કઈ બાબતોને “શ્રેષ્ઠ” ગણીએ છીએ. (ફિલિપી ૧:૧૦) એક પિતા અને બાળક વચ્ચે જે પ્રેમાળ સંબંધ જોવા મળે છે એવો જ પ્રેમાળ અને ઉષ્માભર્યો સંબંધ યહોવાહ સાથે કેળવવો કેટલું મહત્ત્વનું છે એ પર ભાર મૂકવામાં આવ્યો. આપણે ફક્ત ધર્મમાં જ માનવાનું નથી પરંતુ ‘અદૃશ્યને જોતા હોય’ એમ દૃઢ વિશ્વાસ પણ રાખવાનો છે.—હેબ્રી ૧૧:૬, ૨૭.

આત્મિક પ્રગતિ કરવા વિષેની વધુ ચર્ચા, “તમારી પ્રગતિ જણાવવા દો” વાર્તાલાપમાં કરવામાં આવી. આવી પ્રગતિ વિષે ત્રણ પાસાં પર વિચાર કરવામાં આવ્યો: (૧) જ્ઞાન, સમજણ અને ડહાપણમાં વધારો કરવો, (૨) પવિત્ર આત્માના ફળો વિકસાવવા અને (૩) કુટુંબના સભ્યો તરીકે આપણી જવાબદારીઓને નિભાવવી.

“પરમેશ્વરના નિયમના પ્રકાશમાં ચાલવું” એ બીજા દિવસનો છેલ્લો વાર્તાલાપ હતો. આ ભાગમાં યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ, ભાગ (અંગ્રેજી) નવું પુસ્તક બહાર પાડવામાં આવ્યું જે મેળવીને હાજર રહેનારાઓ ખૂબ ખુશ થયા. બે ગ્રંથના બનેલા પુસ્તકનો આ પ્રથમ ગ્રંથ છે. વક્તાએ કહ્યું કે “યશાયાહના પુસ્તકમાં આજે આપણા માટે સંદેશો રહેલો છે. યશાયાહના દિવસોમાં તેમની ઘણી ભવિષ્યવાણીઓ પરિપૂર્ણ થઈ હતી. . . . તેમ છતાં, યશાયાહની ઘણી ભવિષ્યવાણીઓ આજે આપણા સમયમાં ફળીભૂત થઈ રહી છે અને અમુક પરમેશ્વરની નવી દુનિયામાં ફળીભૂત થશે.”

ત્રીજો દિવસ—યહોવાહના નિયમો પાળનારાઓ

મહાસંમેલનના છેલ્લા દિવસની શરૂઆત દૈનિક વચનની ચર્ચાથી થઈ. એ પછી “પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરનારાઓ માટે સફાન્યાહની અર્થસભર ભવિષ્યવાણી” પરિસંવાદની શરૂઆત થઈ. એના ત્રણ વાર્તાલાપે જણાવ્યું કે યહોવાહ, તેમની ચેતવણી નહિ સાંભળનાર લોકો પર યહુદાહના બળવાખોર લોકોની જેમ મુશ્કેલીઓ લાવશે. પરમેશ્વર વિરુદ્ધ પાપ કર્યું હોવાને કારણે તેઓ આંધળા લોકોની જેમ ચાલશે અને છુટકારો મેળવી શકશે નહિ. સાચા ખ્રિસ્તીઓ વિશ્વાસપૂર્વક યહોવાહને વળગી રહી તેમના દિવસની રાહ જોશે અને પરમેશ્વરના ક્રોધના દિવસે સંતાઈ શકશે. વધુમાં, તેઓ હમણાં ઘણા આશીર્વાદોનો આનંદ માણે છે. તેઓ પાસે બાઇબલ સત્યની ‘શુદ્ધ ભાષા’ બોલવાનો આશીર્વાદ છે. (સફાન્યાહ ૩:૯, IBSI.) વક્તાએ કહ્યું, “શુદ્ધ ભાષા બોલવામાં ફક્ત સત્ય પર વિશ્વાસ કરવો અને બીજાઓને શીખવવાનો જ નહિ, પરંતુ પરમેશ્વરના નિયમો તથા ધોરણો પ્રમાણે ચાલવાનો પણ સમાવેશ થાય છે.”

સર્વ “આપણા માટે ચેતવણીરૂપ ઉદાહરણો” નાટકની આતુરતાથી રાહ જોતા હતા. નાટકે બતાવ્યું કે જૂઠી ભક્તિ તથા મૂર્તિપૂજામાં સંડોવાઈને તથા યહોવાહને ભૂલી જઈને કઈ રીતે હજારો ઈસ્રાએલીઓએ વચનના દેશમાં જતા પહેલાં પોતાનું જીવન ગુમાવ્યું. મહત્ત્વના પાત્ર યામીન સામે એક તરફ મોઆબી સ્ત્રીનું આકર્ષણ અને બીજી તરફ યહોવાહની ભક્તિ રહેલી હતી. ઝિમ્રીના ખરાબ કૃત્યો અને વિચારો દેખાઈ આવ્યા જ્યારે બીજી બાજુ ફિનહાસનો વિશ્વાસ અને ભક્તિ જોવા મળ્યા. આ નાટકમાં યહોવાહને પ્રેમ નહિ કરનારાઓ પર વિનાશ આવશે એ બતાવવામાં આવ્યું હતું.

નાટક પછી “સાંભળીને ભૂલી ન જનારા” વાર્તાલાપ શરૂ થયો. એમાં, ૧ કોરીંથી ૧૦:૧-૧૦ના પૃથક્કરણે બતાવ્યું કે નવી દુનિયામાં જવા યહોવાહ આપણી લાયકાત અને આજ્ઞાંકિતતાને ચકાસે છે. કેટલાક લોકોને તેઓની દૈહિક ઇચ્છાઓ, આત્મિક રીતે વધતા અને નવી દુનિયામાં જતા અટકાવી શકે. તેથી સર્વને ‘યહોવાહના વિશ્રામમાં પ્રવેશ’ મેળવવાની તક ઝડપવાનું ઉત્તેજન આપવામાં આવ્યું.—હેબ્રી ૪:૧.

“પરમેશ્વરના અદ્‍ભુત કાર્યો પ્રત્યે શા માટે ધ્યાન આપવું” એ જાહેર ભાષણનો વિષય હતો. યહોવાહના “અદ્‍ભુત કાર્યો” તેમનું ડહાપણ અને અધિકાર રજૂ કરે છે. (અયૂબ ૩૭:૧૪) યહોવાહ પરમેશ્વરે અયૂબને જે પ્રશ્નો પૂછ્યા હતા એનાથી અયૂબ તેમને સર્વશક્તિમાન તરીકે ઓળખી શક્યા. યહોવાહ પોતાના વિશ્વાસુ ભક્તો માટે પણ ભવિષ્યમાં “અદ્‍ભુત કાર્યો” કરશે. વક્તાએ સમાપ્તિમાં કહ્યું કે “યહોવાહે ભૂતકાળમાં ઘણા અદ્‍ભુત કાર્યો કર્યા છે, હમણાં પણ કરે છે અને ભવિષ્યમાં પણ તેમણે અદ્‍ભુત કાર્યો કરવાનું વચન આપ્યું છે. એના પર ધ્યાન આપવું આપણા માટે ખૂબ મહત્ત્વનું છે.”

ચોકીબુરજ સમીક્ષા પછી મહાસંમેલનનો છેલ્લો વાર્તાલાપ આપવામાં આવ્યો. એનો વિષય હતો, “પરમેશ્વરના નિયમ પાળનારા તરીકેના લહાવાને મૂલ્યવાન ગણો.” આ રોમાંચક વાર્તાલાપે ભાર મૂક્યો કે એ પરમેશ્વરના નિયમો પાળવા એ ખૂબ સન્માનની વાત છે. (યાકૂબ ૧:૨૨) શ્રોતાઓને યાદ કરાવવામાં આવ્યું કે પરમેશ્વરના નિયમ પાળનારા તરીકે આપણી પાસે અજોડ લહાવો છે. આ લહાવાનો ઉપયોગ કરતા રહીશું તો આપણે આનંદ મેળવતા રહીશું. સર્વ શ્રોતાઓને પરમેશ્વરના નિયમ પાળનારા આ મહાસંમેલનમાંથી પૂરેપૂરો લાભ ઉઠાવવાનું ઉત્તેજન આપવામાં આવ્યું. ફક્ત આમ કરવાથી જ તેઓ અનેરા આનંદનો અનુભવ કરશે.

[પાન ૨૫ પર બોક્સ/ચિત્ર]

તમે પરમેશ્વરના મિત્ર બની શકો! *

શુક્રવારે બપોરના સત્રમાં તમે પરમેશ્વરના મિત્ર બની શકો! મોટી પુસ્તિકા બહાર પાડવામાં આવી. જગતના ઘણા ભાગોમાં સરળ ભાષામાં બાઇબલ શિક્ષણની જરૂર છે. એ હેતુથી આ મોટી પુસ્તિકા બહાર પાડવામાં આવી છે. જેઓ ઓછું ભણેલા છે તેઓ માટે આ પુસ્તિકા ખૂબ મદદરૂપ છે.

[પાન ૨૬ પર બોક્સ/ચિત્રો]

યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ

યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ (અંગ્રેજી) પુસ્તકનો પહેલો ભાગ મેળવીને હાજર રહેનારાઓ ખૂબ ખુશ થયા. આ પુસ્તકમાં યશાયાહની ભવિષ્યવાણીના આપણા દિવસ માટેના વ્યવહારું સૂચનો પર ભાર મૂકવામાં આવ્યો.

[ફુટનોટ]

^ આ મોટી પુસ્તિકા હાલમાં ભારત માટે પ્રાપ્ય નથી.