મિત્રોના દબાણનો વિરોધ કરવો
મિત્રોના દબાણનો વિરોધ કરવો
કેટલાક યુવાનો, અમુક મિત્રોના વૃંદમાં જોડાવા માટે તેઓના જેવું વિચારે છે અને તેઓના જેવા કાર્યો પણ કરે છે. તેઓ પર જ્યારે નશીલા પદાર્થો લેવા અને જાતીય અનૈતિકતા જેવા ખરાબ કૃત્યો કરવા દબાણ આવે છે ત્યારે, એનો સ્પષ્ટ નકાર કરવા તેઓને હિંમતની જરૂર પડે છે. પરંતુ તેઓ કઈ રીતે મિત્રોના દબાણનો વિરોધ કરી શકે?
પોલૅન્ડમાં રહેતી બે યુવાન સાક્ષીઓએ લખ્યું: “આજે ઘણા યુવાનો ખરાબ કૃત્યો કરતા જોવા મળે છે. તેઓ પરીક્ષામાં કાપલી કરતા હોય છે, ગંદી ભાષા બોલે છે અને ઢંગ વગરના કપડાં પહેરતા હોય છે. તેઓ અશ્લીલ અને હિંસક બાબતો કરવા તરફ દોરી જાય એવું ખરાબ સંગીત સાંભળે છે. પરંતુ અમે કેટલા ખુશ છીએ કે અમને એવા લેખો મળે છે જે માથાભારે તથા અસંતોષી યુવાનોની ખરાબ અસરોથી અમારું રક્ષણ કરે છે!
“ચોકીબુરજના લેખો બદલ અમે ઘણા આભારી છીએ જેણે અમને એ જોવા મદદ કરી કે યુવાનો તરીકે અમારી કદર કરવામાં આવે છે અને અમારી જરૂર છે. બાઇબલમાંથી મળેલી સલાહે અમને યહોવાહને હંમેશા ખુશ રાખવા માટે યોગ્ય પગલાઓ ભરવા મદદ કરી છે. અમને ખાતરી થઈ છે કે પરમેશ્વરની વફાદારીથી સેવા કરવી એ જ સૌથી સારું જીવન છે.”
હા, યુવાનો મિત્રોના દબાણનો સામનો કરી શકે છે. ખ્રિસ્તી યુવાનો પોતાની “ઇંદ્રિયો”ને કેળવીને ખરા નિર્ણય લેવાનું શીખે છે જેમાં ‘જગતનો આત્મા નહિ’ પરંતુ “જે આત્મા દેવ તરફથી છે” એ જોવા મળે છે.—હેબ્રી ૫:૧૪; ૧ કોરીંથી ૨:૧૨.