જોખમી જગતમાં સલામતી શોધવી
જોખમી જગતમાં સલામતી શોધવી
સુરંગવાળી ભૂમિ પર ચાલવાથી મોતને ભેટવાનો વારો આવી શકે. પરંતુ, સુરંગ ક્યાં દાટેલી છે એનો નકશો તમારી પાસે હોય તો શું એ તમને મદદરૂપ નહિ થાય? વધુમાં, માની લો કે તમને ભિન્ન સુરંગો ઓળખવાની તાલીમ પણ આપવામાં આવી છે. દેખીતી રીતે જ, આવું જ્ઞાન તમને અપંગ બનતા કે મોતને ભેટતા રોકી શકે.
બાઇબલને એ નકશા તથા સુરંગ ઓળખવાની તાલીમ સાથે સરખાવી શકાય. જોખમોથી બચી જવાની અને જીવનમાં ઊભી થતી મુશ્કેલીઓ હલ કરવાની વાત આવે છે ત્યારે, બાઇબલમાં આપવામાં આવેલું ડહાપણ અજોડ છે.
નીતિવચન ૨:૧૦, ૧૧માં મળી આવતા વચનની નોંધ લો: “તારા હૃદયમાં જ્ઞાન પ્રવેશ કરશે, અને વિદ્યા તારા મનને ખુશકારક લાગશે; વિવેકબુદ્ધિ તારા પર ચોકી કરશે. બુદ્ધિ તારૂં રક્ષણ કરશે.” અહીં જણાવેલું ડહાપણ અને સમજણ, માનવ પાસેથી નહિ પરંતુ પરમેશ્વર પાસેથી આવે છે. “જે કોઇ મારૂં [પરમેશ્વરનું] સાંભળશે તે સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.” (નીતિવચન ૧:૩૩) ચાલો જોઈએ કે બાઇબલ કઈ રીતે આપણી સલામતીમાં વધારો કરી શકે અને ઘણી મુશ્કેલીઓ દૂર કરવા મદદ કરી શકે.
વિનાશક અકસ્માતો ટાળો
વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) તરફથી તાજેતરમાં પ્રકાશિત થયેલા આંકડા દર્શાવે છે કે ગોળાવ્યાપી વાહનોને લગતા કંઈક ૧૧,૭૧,૦૦૦ અકસ્માતો થાય છે. લગભગ ચાર કરોડ ઘાયલ થાય છે અને ૮૦ લાખથી વધારે લોકો લાંબા સમયની અપંગતા સહન કરે છે.
ખરું કે વાહન હંકારતી વખતે સંપૂર્ણ સલામતી તો અશક્ય છે, પરંતુ વાહન ચલાવવાના નિયમો પાળીને આપણે સારા એવા પ્રમાણમાં સલામત રહી શકીએ છીએ. વાહન ચલાવવાના નિયમો બનાવનાર અને એને અમલમાં મૂકાવનાર સરકારી સત્તા વિષે બાઇબલ કહે છે: “દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું.” (રૂમી ૧૩:૧) વાહન ચલાવનારા આ સલાહને માનીને અકસ્માત તથા એના ભયંકર પરિણામોના જોખમને ઓછું કરી શકે છે.
જીવન પ્રત્યે આદર બતાવવો એક બીજું કારણ છે, જે માટે પણ સલામત રીતે વાહન હંકારવું જોઈએ. બાઇબલ યહોવાહ પરમેશ્વર વિષે કહે છે: “જીવનનો ઝરો તારી પાસે છે.” (ગીતશાસ્ત્ર ૩૬:૯) આમ, જીવન પરમેશ્વર તરફથી ભેટ છે. તેથી, આપણને બીજા પાસેથી, અરે આપણી પોતાની પાસેથી પણ એ ભેટ ખૂંચવી લેવાનો અને જીવન પ્રત્યે અનાદર બતાવવાનો કોઈ હક્ક નથી.—ઉત્પત્તિ ૯:૫, ૬.
વળી, માનવ જીવન માટે આદર બતાવવામાં એવી ખાતરી રાખવાનો પણ સમાવેશ થાય છે કે આપણું વાહન અને ઘર શક્ય એટલું સલામત હોય. અગાઉ ઈસ્રાએલમાં, જીવનના દરેક પાસાંઓમાં સલામતી પહેલા સ્થાને હતી. પુનર્નિયમ ૨૨:૮) સલામતીના આ કાયદાનો ભંગ કરવાથી કોઈ પડી જાય તો, પરમેશ્વરના જણાવ્યા મુજબ માલિકને જવાબદાર ગણવામાં આવતો. એમાં કોઈ શંકા નથી કે, એ નિયમમાં રહેલ પ્રેમાળ સિદ્ધાંત પાળવાથી, કામના સ્થળે અથવા મનોરંજન કરતી વખતે અકસ્માતો ઘટી શકે છે.
દાખલા તરીકે, ઘર બાંધતી વખતે પરમેશ્વરનો નિયમ ધાબા પર પાળ બાંધવાની માંગ કરતો હતો, જ્યાં કુટુંબ ભેગા મળી ઘણો સમય પસાર કરતું હતું. “તારે ધાબાને ફરતી પાળ બાંધવી, એ માટે કે તે પરથી કોઈ માણસ પડ્યાના કારણથી તારા પર ખૂનનો દોષ આવે નહિ.” (જીવલેણ વ્યસનો સામે લડવું
વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ, હવે જગતમાં એક અબજ લોકો ધૂમ્રપાન કરે છે અને તમાકુને કારણે દર વર્ષે કંઈક ૪૦ લાખ લોકો મરી જાય છે. આગામી ૨૦થી ૩૦ વર્ષમાં આ આંકડો એક કરોડ થઈ જવાની સંભાવના છે. એ સિવાય બીજા કરોડો ધૂમ્રપાન કરનારાઓ, અને “આનંદ” આપનાર કેફી પદાર્થો લેનારાઓ, એ ગંદી આદતને કારણે બીમાર પડશે અને તેઓનું જીવન બરબાદ થઈ જશે.
બાઇબલ તમાકુના વ્યસન કે કેફી પદાર્થોના દૂરુપયોગ વિષે સ્પષ્ટ જણાવતું નથી, પરંતુ એના સિદ્ધાંતો આપણને એવા વ્યસનોથી રક્ષણ આપી શકે છે. ઉદાહરણ તરીકે, ૨ કોરીંથી ૭:૧ સલાહ આપે છે: “આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ.” નિઃશંક, તમાકુ અને કેફી પદાર્થોથી આપણે ભ્રષ્ટ થઈએ છીએ તથા નુકશાનકારક અનેક કેમીકલ શરીરમાં પ્રવેશે છે. વધુમાં, પરમેશ્વર આપણું શરીર “પવિત્ર” એટલે કે શુદ્ધ અને ચોખ્ખું માંગે છે. (રૂમી ૧૨:૧) ખરેખર, આ સિદ્ધાંતોનો અમલ કરીને આપણે જીવનનું જોખમ ઘટાડી શકીએ છીએ!
જોખમી ટેવો છોડી દેવી
ઘણા લોકો ખાવા-પીવા પર કોઈ અંકુશ રાખતા નથી. વધારે પડતું ખાવાથી ડાયાબીટીસ, કૅન્સર અને હૃદયરોગ થઈ શકે છે. વધારે પડતો દારૂ પીનારાને એની લત લાગી જઈ શકે, અને લીવરની બીમારી, કુટુંબમાં મુશ્કેલીઓ, તથા અકસ્માત જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે. બીજી બાજુ, ખાવામાં વધારે પડતી પરેજી પાળવાથી ધીમે ધીમે ખાવાની રુચિ મરી જઈ શકે, જે જીવનને જોખમમાં મૂકી શકે.
બાઇબલ કંઈ વિજ્ઞાનનું પુસ્તક નથી, છતાં ખાવા-પીવા સંબંધી નિયમન રાખવાની જરૂરિયાત પર એ સ્પષ્ટ સલાહ આપે છે. “હે મારા દીકરા, ડાહ્યો થા અને ઈશ્વરના માર્ગને પકડી રાખ. દારૂડિયા અને ખાઉધરા લોકો સાથે મિજબાનીમાં જોડાઈશ નહિ, કારણ કે છેવટે તો તેઓ કંગાલ થઈ જવાના છે.” (નીતિવચન ૨૩:૧૯-૨૧, IBSI) તેમ છતાં, બાઇબલ કંઈ ખાવા-પીવાનો આનંદ માણવાની મનાઈ કરતું નથી. “દરેક મનુષ્ય ખાયપીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઇશ્વરનું વરદાન છે.”—સભાશિક્ષક ૩:૧૩.
બાઇબલ શારીરિક કસરત પ્રત્યે પણ સમતોલ વલણ રાખવા ઉત્તેજન આપે છે, એ જણાવે છે કે “શરીરની કસરત થોડી જ ઉપયોગી છે.” પણ એ ઉમેરે છે: “ઈશ્વરપરાયણતા તો સર્વ વાતે ઉપયોગી છે, કેમકે તેમાં હમણાંના તથા હવે પછીના જીવનનું પણ વચન સમાએલું છે.” (૧ તીમોથી ૪:૮) કદાચ તમે પૂછશો કે ‘ઈશ્વરપરાયણતા અત્યારે આપણને કઈ રીતે ઉપયોગી છે?’ ઘણી રીતોએ ઉપયોગી છે. દૈવી ભક્તિભાવ આપણને મહત્ત્વની આત્મિક બાબતો જીવનમાં લાગુ કરવા ઉપરાંત પ્રેમ, આનંદ, શાંતિ અને આત્મ-સંયમ જેવા લાભદાયી ગુણો કેળવવા પણ મદદ કરે છે, જે સારું વલણ અને તંદુરસ્તીમાં ફાળો આપે છે.—ગલાતી ૫:૨૨, ૨૩.
અનૈતિક જીવનના પરિણામ
આજે, કરોડો લોકોએ નીતિ-નિયમોનો ત્યાગ કર્યો છે. એઈડ્સનો ફેલાવો એનું પરિણામ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ, એઈડ્સની શરૂઆત થઈ ત્યારથી કંઈક એક કરોડ સાઠ લાખ લોકો મૃત્યુ પામ્યા છે અને હાલમાં ત્રણ કરોડ ચાળીસ લાખ લોકોમાં એચઆઈવી વાઇરસ છે જેનાથી એઈડ્સ થાય છે. ઘણા લોકો અયોગ્ય જાતીયતા, ડ્રગ્સના બંધાણીઓએ વાપરેલી સીરીંજનો ઉપયોગ અને દૂષિત લોહીની આપલે કરવાથી એઈડ્સનો ભોગ બન્યા છે.
નીતિવચન ૭:૨૩માં વર્ણવ્યું છે કે વ્યભિચારનું વિનાશક પરિણામ ‘કલેજું તીરથી વીંધવા’ સમાન છે. હેપટાઈટિસની જેમ, સિફીલીસ પણ સામાન્ય રીતે કલેજા પર હુમલો કરે છે. હા, બાઇબલની સલાહ કેટલી સમયસરની અને પ્રેમાળ છે કે ખ્રિસ્તીઓ ‘લોહીથી અને વ્યભિચારથી દૂર’ રહે!—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯.
લંપટ જીવનના પરિણામોમાં ચામડીનો રોગ, પેશાબનો રોગ, હેપટાઈટિસ બી તથા સી અને સિફીલીસ જેવા રોગોનો સમાવેશ થાય છે. જોકે બાઇબલ સમયમાં આવા શબ્દોનો ઉપયોગ થતો ન હતો, છતાં જાતીયતાથી વહન થતા કેટલાક રોગોથી ચેપ લાગતા અંગો વિષે જણાવવામાં આવ્યું હતું. દાખલા તરીકે,પૈસાના પ્રેમનો ફાંદો
રાતોરાત કરોડપતિ બનવા માટે ઘણા લોકો જોખમ ખેડવા પણ તૈયાર હોય છે. દુઃખની વાત છે કે, એવા જોખમો ઉઠાવીને ઘણા દેવામાં ડૂબીને વિનાશ નોતરે છે. તેમ છતાં, પરમેશ્વરના સેવકોને બાઇબલ કહે છે: “ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સુકૃત્યો કરવાં, જેથી જેને જરૂર છે તેને આપવાને પોતાની પાસે કંઈ હોય.” (એફેસી ૪:૨૮) સાચું છે કે, મહેનત કરનાર કંઈ હંમેશા ધનવાન બની જતો નથી. છતાં, તેની પાસે મનની શાંતિ, આત્મ-સન્માન અને યોગ્ય હોય ત્યાં દાન આપવા પૈસા પણ હોય છે.
બાઇબલ ચેતવણી આપે છે: “જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે, કે જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે. કેમકે દ્રવ્યનો લોભ ૧ તીમોથી ૬:૯, ૧૦) એ સાચું છે કે “ધનવાન થવાની ઇચ્છા રાખે છે” એવા ઘણા ધનવાન થયા છે. પરંતુ એ માટે તેઓએ કેવી કિંમત ચૂકવવી પડી છે? શું તેઓએ પોતાની તંદુરસ્તી, કુટુંબ, આત્મિકતા અને ઊંઘ ગુમાવવી પડી નથી?—સભાશિક્ષક ૫:૧૨.
સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે; એનો લોભ રાખીને . . . ઘણાં દુઃખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.” (શાણી વ્યક્તિ જાણે છે કે “જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” (લુક ૧૨:૧૫) ખરું કે પૈસા અને અમુક માલમિલકત મોટા ભાગના સમાજોમાં જરૂરી છે. બાઇબલ પણ જણાવે છે કે “દ્રવ્ય આશ્રય છે.” પરંતુ એ આગળ કહે છે કે “જ્ઞાનની ઉત્તમતા એ છે, કે તે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે.” (સભાશિક્ષક ૭:૧૨) પૈસાથી ભિન્ન, ખરું જ્ઞાન અને ડહાપણ આપણને સર્વ સંજોગોમાં મદદ કરી શકે, ખાસ કરીને આપણા જીવનને અસર કરતી બાબતોમાં એ મદદ કરે છે.—નીતિવચન ૪:૫-૯.
ફક્ત ડહાપણ આપણું રક્ષણ કરે ત્યારે
સાચું ડહાપણ જલદી જ અજોડ રીતે “પોતાના માલિકના જીવનું રક્ષણ” કરશે. પરમેશ્વર દુષ્ટતાનો વિનાશ કરશે ત્યારે, ડહાપણ આવી રહેલી ‘મોટી વિપત્તિમાંથી’ બચાવ કરશે. (માત્થી ૨૪:૨૧) બાઇબલ જણાવે છે કે એ સમયે લોકો પોતાના પૈસા “અશુદ્ધ વસ્તુ” ગણીને રસ્તામાં ફેંકી દેશે. શા માટે? કારણ કે તેઓ કડવા અનુભવથી શીખ્યા છે કે સોનું અને ચાંદી “યહોવાહના કોપને દિવસે” તેઓને જીવન આપશે નહિ. (હઝકીએલ ૭:૧૯) બીજી બાજુ, જીવનમાં આત્મિક હિતોને પ્રથમ મૂકીને “મોટી સભા” ડહાપણથી “આકાશમાં દ્રવ્ય એકઠું” કરે છે. તેઓ પોતાની એ મૂડીથી લાભ મેળવશે અને સુંદર પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મેળવશે.—પ્રકટીકરણ ૭:૯, ૧૪; ૨૧:૩, ૪; માત્થી ૬:૧૯, ૨૦.
આપણે આ સલામત ભાવિ કઈ રીતે મેળવી શકીએ? ઈસુ જવાબ આપે છે કે, “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) લાખોને આ જ્ઞાન પરમેશ્વરના શબ્દ બાઇબલમાંથી મળ્યું છે. તેઓ પાસે ફક્ત ભાવિની અદ્ભુત આશા જ નથી પરંતુ હાલમાં તેઓ પુષ્કળ શાંતિ અને સલામતી પણ અનુભવે છે. એ ગીતશાસ્ત્રના લેખકે વર્ણન કર્યું એના જેવું છે: “હું શાંતિમાં સૂઈ જઇશ, તેમજ ઊંઘી પણ જઈશ; કેમકે, હે યહોવાહ, હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે.”—ગીતશાસ્ત્ર ૪:૮.
શું બાઇબલની જેમ અન્ય કોઈ માહિતી છે, જે આપણા સ્વાસ્થ્ય અને જીવનના જોખમો ઘટાડવા મદદરૂપ હોય? અન્ય કોઈ પુસ્તક પાસે બાઇબલ જેવી સત્તા નથી અને કોઈ પણ પુસ્તક આજના જોખમી જગતમાં સાચી સલામતી શોધવા મદદ કરી શકે એમ નથી. તો પછી ચાલો આપણે એની ઊંડી તપાસ કરીએ.
[પાન ૬ પર બોક્સ/ચિત્ર]
બાઇબલની મદદથી તંદુરસ્તી અને સલામતી
જીવનની કડવી સચ્ચાઈથી નાસી છૂટવા, જેન * નામની યુવતી મેરીજુઆના, તમાકુ, અને કોકેઈન જેવા કેફી પદાર્થો લેતી હતી. તે પુષ્કળ પીતી પણ હતી. તેનો પતિ પણ તેના જેવો જ હતો. ભાવિ માટે તેઓને કોઈ જ આશા ન હતી. સમય જતાં, જેન યહોવાહના સાક્ષીઓના સંપર્કમાં આવી. તેણે ખ્રિસ્તી સભાઓમાં જવાનું, ચોકીબુરજ તથા તેનું સાથી મેગેઝિન સજાગ બનો! વાંચવાનું શરૂ કર્યું. તે એ વિષે તેના પતિને પણ જણાવવા લાગી. તેઓ બંનેએ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ શીખવાનું શરૂ કર્યું. તેઓ યહોવાહના ઉચ્ચ ધોરણોની કદર કરવા લાગ્યા તેમ, તેઓએ સર્વ વ્યસનો છોડી દીધા. પરિણામ શું આવ્યું? થોડાંક વર્ષો પછી જેને લખ્યું, “હવે અમે ખૂબ જ ખુશ છીએ. બાઇબલની શુદ્ધ કરવાની શક્તિ માટે અને હાલના અમારા સુખી તથા આનંદી જીવન માટે અમે યહોવાહ પરમેશ્વરના પુષ્કળ આભારી છીએ.”
પ્રમાણિક કર્મચારી બનવાથી કેટલું સરસ પરિણામ મળે છે એ આપણે કર્ટના અનુભવમાં જોઈ શકીએ છીએ. તે કૉમ્પ્યુટર સિસ્ટમની સંભાળ રાખવાનું કામ કરતા હતા. નવાં સાધનોની જરૂર પડતા, કર્ટ પર ભરોસો મૂકીને તેમને વાજબી કિંમતે સાધનો ખરીદવાનું કામ સોંપવામાં આવ્યું. કર્ટે યોગ્ય સ્થળે તપાસ કરીને ભાવતાલ નક્કી કર્યા. પરંતુ, સપ્લાયર ક્લાર્કથી ક્વોટેશન લખતી વખતે મોટી ભૂલ થઈ ગઈ, તેણે ૨૦,૦૦,૦૦૦ રૂપિયા ઓછા લખ્યા હતા. ભૂલ ધ્યાન પર આવતા, કર્ટે કંપનીમાં ફોન કરીને જાણ કરી. મેનેજરે કહ્યું કે પોતે ૨૫ વર્ષથી આ કામ કરે છે, પણ આટલી બધી પ્રમાણિકતા ક્યારેય જોઈ નથી. કર્ટે જણાવ્યું કે પોતાનું અંતઃકરણ બાઇબલથી કેળવાયેલું છે. પરિણામ એ આવ્યું કે મેનેજરે વેપારધંધામાં પ્રમાણિકતા વિષય પર સજાગ બનો!ની ૩૦૦ પ્રતો મંગાવી જેથી તે પોતાના સાથી કર્મચારીઓને આપી શકે. કર્ટને તેમની પ્રમાણિકતા બદલ નોકરીમાં બઢતી પણ આપવામાં આવી.
[ફુટનોટ]
^ નામ બદલવામાં આવ્યાં છે.
[પાન ૭ પર ચિત્ર]
“હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું.” યશાયાહ ૪૮:૧૭