સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જોખમ હેઠળ જીવવું

જોખમ હેઠળ જીવવું

જોખમ હેઠળ જીવવું

“દિવસ દરમિયાન આપણે જે કંઈ કરીએ એમાંની એવી કોઈ બાબત નથી જેમાં જોખમ રહેલું ન હોય. અરે આજે તો ઊંઘવું પણ સલામત નથી.”—ડિસ્કવર સામયિક.

જીવનને સુરંગ ભૂમિ સાથે સરખાવવામાં આવ્યું છે, કારણ કે નુકસાન અને મૃત્યુ આપણા પર અણધાર્યું જ ત્રાટકતું હોય છે. દરેક દેશમાં અલગ અલગ પ્રકારના જોખમ રહેલા હોય છે. એમાં વાહન અકસ્માતો, અંદરોઅંદર થતી લડાઈઓ, ભૂખમરો, એઈડ્‌સ, કૅન્સર, હૃદયરોગ અને આ યાદી વધતી જ જાય છે. ઉદાહરણ તરીકે, યુ.એસ. ન્યૂઝ ઍન્ડ વર્લ્ડ રીપોર્ટ કહે છે કે સહારા, આફ્રિકામાં એઈડ્‌સથી થતા મૃત્યુનો પહેલો નંબર છે. તાજેતરના વર્ષોમાં “દાવો કરવામાં આવે છે કે ૨૨ લાખ લોકો એનાથી મૃત્યુ પામ્યા છે. એ આફ્રિકાના સર્વ આંતરવિગ્રહોથી થતા મૃત્યુની સંખ્યા કરતાં ૧૦ ગણી વધારે સંખ્યા છે.”

એ જ સમયે જગત, આયુષ્ય વધારવા અને બીમારી તથા અપંગતાના જોખમને ઘટાડવા અબજો રૂપિયા ખર્ચે છે. અમુક લાભદાયી પરિણામો મળી શકે એવી ખાવાપીવાની સારી ટેવો પાડવા અને કસરત કરવા ઉત્તેજન આપવામાં આવ્યું છે. તેમ છતાં, જીવનના દરેક પાસામાં મદદ કરે એવી વિશ્વાસપાત્ર માહિતી મળી શકે છે, જે આપણને વધુ સલામત જીવનનો આનંદ માણવા મદદ કરી શકે. એ માહિતી બાઇબલમાં રહેલી છે. એમાં આપણી તંદુરસ્તી અને સુખ-શાંતિને લગતું માર્ગદર્શન

આપવામાં આવ્યું છે. જોકે, બાઇબલમાં બધી જ સમસ્યાઓના ઉકેલની વિગતવાર સમજણ આપવામાં આવી નથી. છતાં, એમાં સર્વોત્તમ સિદ્ધાંતો આપવામાં આવ્યા છે જે આપણને ખાવાની ટેવો, શારીરિક સ્વસ્થતા, માનસિક વલણ, જાતીયતા, આલ્કોહોલનો ઉપયોગ, તમાકુ તથા એના જેવા મઝા આપતા કેફી પદાર્થો અને બીજી અનેક બાબતો સંબંધી માર્ગદર્શન આપે છે.

ઘણા લોકો નાણાકીય રીતે મુશ્કેલીમાં આવી પડ્યા હોય છે. અહીં પણ બાઇબલ આપણી મદદે આવે છે. એમાં ફક્ત પૈસા માટેની યોગ્ય દૃષ્ટિ અને નાણાકીય લેવડ-દેવડ વિષે જ જણાવવામાં આવ્યું નથી, પરંતુ કઈ રીતે એક સારા કર્મચારી અથવા માલિક બનવું એ પણ બતાવ્યું છે. એ કેવળ આર્થિક સલામતી અને શારીરિક તંદુરસ્તી વિષે જ નહિ પરંતુ સમગ્ર જીવન વિષે યોગ્ય માર્ગદર્શક છે. શું તમારે જાણવું છે કે આજે બાઇબલ કઈ રીતે મદદ આપી શકે? તો પછી આગળ વાંચો.