સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લોહી વિનાની સર્જરી “તબીબી ક્ષેત્રમાં પ્રચલિત થઈ રહી છે”

લોહી વિનાની સર્જરી “તબીબી ક્ષેત્રમાં પ્રચલિત થઈ રહી છે”

લોહી વિનાની સર્જરી “તબીબી ક્ષેત્રમાં પ્રચલિત થઈ રહી છે”

“‘લોહી વિનાની’ સર્જરી” મથાળાવાળો એક લેખ મેક્લીન્સ મેગેઝિનમાં આવ્યો હતો. મેગેઝિને જણાવ્યું કે કૅનેડામાં ડૉક્ટરો છેલ્લા પાંચ વર્ષથી સર્જરીની નવી નવી રીતો વિકસાવી રહ્યા છે, જે હવે લોહી વિનાની સર્જરી તરીકે પ્રચલિત બની રહી છે. એ ડૉક્ટરોમાં એક, બ્રાઇઅન મ્યુરહેડ છે જે વિનિપેગ શહેરના આરોગ્ય વિજ્ઞાન કેન્દ્રમાં ઍનેસ્થિઓલૉજીસ્ટ છે. કયા કારણોસર તેમણે લોહીની આપલે કર્યા વિના થતી સારવારની નવી રીત અપનાવી?

વર્ષ ૧૯૮૬માં ડૉ. મ્યુરહેડ પાસે ૭૦ વર્ષનો એક માણસ આવ્યો હતો. તેની હોજરીમાં ચાંદુ હતું અને એમાંથી લોહી વહેતું હતું. યહોવાહના એક સાક્ષી તરીકે બાઇબલના શિક્ષણમાં ચુસ્ત હોવાથી, તેણે લોહી લીધા વગર ઑપરેશન કરવા વિષે ડૉક્ટરને અરજ કરી. જટિલ ઑપરેશન હોવા છતાં, ડૉક્ટરે એ પડકાર ઝીલી લીધો. (પ્રેરિતોના કૃત્યો ૧૫:૨૮, ૨૯) ડૉ. મ્યુરહેડે ખૂબ ઓછી વપરાતી એક રીત દ્વારા “દરદીને સલાઈન દ્રાવણ ચઢાવ્યું, જેથી તેના શરીરમાં લોહીનું દબાણ જળવાઈ રહે,” મેક્લીન્સ જણાવે છે. ‘ઑપરેશન સફળ થયું અને એનાથી લોહી વિનાની સર્જરીમાં તેમનો વિશ્વાસ વધુ દૃઢ બન્યો. મ્યુરહેડ જણાવે છે કે અત્યાર સુધી અમે લોહી આપીને ઘણાં ઑપરેશનો કર્યા હતા, પણ આ ઑપરેશનથી મને લાગે છે કે લોહી વિના ઑપરેશન કરવું એ જ ખરી પસંદગી હતી.’”

લોહી વિનાની સર્જરીની નવી રીતો શોધવા પાછળ બે કારણો જવાબદાર હતા. એક તો ભવિષ્યમાં લોહીનો પૂરતો પુરવઠો મળશે કે નહિ એની ચિંતા અને બીજું, ઘણા દરદીઓને ભય છે કે લોહી લેવાથી તેઓના શરીરમાં જોખમકારક વાયરસ કે ચેપ આવી જશે. સ્વેચ્છાએ આ નવી નવી રીતો શોધવા બદલ ડૉક્ટરોનો ખૂબ ખૂબ આભાર. એમાંથી ફક્ત યહોવાહના સાક્ષીઓ જ નહિ પરંતુ બીજા ઘણા લોકોને પણ લાભ થશે. મેક્લીન્સ મેગેઝિન આગળ જણાવે છે, “લોહી વિનાની સર્જરીની આ શોધથી હવે મોટા ભાગના કિસ્સાઓમાં લોહી આપવાની જરૂર નહિ પડે. એ ઉપરાંત, દૂષિત લોહી ચઢાવવાથી ચેપ લાગવાની જે થોડી ઘણી સંભાવના હતી એ પણ નિવારી શકાશે.” જોકે, “શુદ્ધ” લોહી લેવાથી પણ તમારા શરીરમાં રોગ દાખલ થવાનો ભય ઊભો થઈ શકે છે, કારણ કે લોહી લીધા પછી દરદીની રોગપ્રતિકારક શક્તિ થોડા સમય માટે ઘટી જાય છે.

લોહીની આપ-લે વિના થતી સારવાર સંબંધી યહોવાહના સાક્ષીઓની દૃઢ માન્યતાઓ પાછળ શું રહેલું છે? એ વિષે વધુ જાણવા તમે હાઉ કેન બ્લડ સેવ યૉર લાઈફ? મોટી પુસ્તિકા વાંચી શકો. તમને એ આપવામાં યહોવાહના સાક્ષીઓને ઘણી ખુશી થશે.