સાચું સુખ કઈ રીતે મળી શકે?
સાચું સુખ કઈ રીતે મળી શકે?
બૌદ્ધ ધર્મના ગુરુ દલાઈ લામાએ કહ્યું: “હું માનું છું કે સુખ મેળવવું એ જ આપણા જીવનનો હેતુ છે.” પછી તેમણે સમજાવ્યું કે મન અને હૃદયને તાલીમ આપવાથી કે શિસ્ત આપવાથી સુખ મળી શકે. તેમણે કહ્યું, “ખરેખર સુખી થવા માટે ફક્ત મનની જ જરૂર છે.” તેમને લાગે છે કે સુખી થવા માટે પરમેશ્વરમાં માનવાની જરૂર નથી. *
નાથી તદ્દન વિરુદ્ધ, ઈસુને પરમેશ્વરમાં ખૂબ વિશ્વાસ હતો. સદીઓથી કરોડો લોકો પર તેમના શિક્ષણની ઊંડી અસર પડી છે. ઈસુ ઇચ્છતા હતા કે માનવીઓ સુખી થાય. તેથી જ તેમણે પહાડ પરના પોતાના પ્રખ્યાત પ્રવચનની શરૂઆત નવ સુખ વિષે જણાવતા કરી. એ પ્રવચન આ રીતે શરૂ થાય છે: “. . . તેઓ સુખી છે.” (માત્થી ૫:૧-૧૨, NW) એ પ્રવચનમાં ઈસુએ સાંભળનારાઓને તેઓના મન અને હૃદયને તપાસવાનું, શુદ્ધ કરવાનું અને શિસ્ત આપવાનું શીખવ્યું. તેમણે એમાંથી હિંસા, અનૈતિકતા અને સ્વાર્થને કાઢીને એને બદલે શાંતિ, શુદ્ધતા અને પ્રેમાળ વિચારો ભરવાની સલાહ આપી. (માત્થી ૫:૨૧, ૨૨, ૨૭, ૨૮; ૬: ૧૯-૨૧) પાછળથી તેમના એક શિષ્યએ પ્રોત્સાહન આપતા લખ્યું કે, આપણે એવી બાબતોનો વિચાર કરવો જોઈએ જે ‘સત્ય, સન્માનપાત્ર, ન્યાયી, શુદ્ધ, પ્રેમપાત્ર, સુકીર્તિમાન, સદ્ગુણ કે પ્રશંસાપાત્ર હોય.’—ફિલિપી ૪:૮.
ઈસુ જાણતા હતા કે સાચું સુખ મેળવવા બીજાઓ સાથેના સંબંધો પણ સારા હોવા જોઈએ. માનવનો સ્વભાવ જ બીજાઓ સાથે હળીમળીને રહેવાનો છે. તેથી જો આપણે પોતાને બીજાઓથી એકલા પાડી દઈએ કે લોકો સાથે હંમેશા ઝગડતા રહીએ તો આપણે સુખી બની શકીશું નહિ. સુખી બનવા માટે બીજાઓ આપણને પ્રેમ કરે અને આપણે પણ તેઓને પ્રેમ કરીએ એ જરૂરી છે. ઈસુએ શીખવ્યું તેમ, આવા પ્રેમનો મુખ્ય પાયો પરમેશ્વર સાથેનો આપણો સંબંધ છે. આ બાબતમાં જોઈએ તો દલાઈ લામાના વિચારો ઈસુના શિક્ષણની એકદમ વિરુદ્ધમાં છે, કેમ કે ઈસુએ શીખવ્યું કે મનુષ્ય પરમેશ્વરથી સ્વતંત્ર રહીને સુખી થઈ શકતો નથી. એમ કઈ રીતે?—માત્થી ૪:૪; ૨૨:૩૭-૩૯.
તમારી આત્મિક ભૂખ વિષે વિચારો
ઈસુએ આમ કહેતા શરૂ કર્યું: “આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે.” (માત્થી ૫:૩) શા માટે ઈસુએ એમ કહ્યું? કારણ કે મનુષ્યોને આત્મિકતાની જરૂર છે. આપણને પરમેશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે તેથી, આપણે પ્રેમ, ન્યાય, દયા અને ડહાપણ જેવા પરમેશ્વરના ગુણો અમુક હદ સુધી વિકસાવી શકીએ. (ઉત્પત્તિ ૧:૨૭; મીખાહ ૬:૮; ૧ યોહાન ૪:૮) તેથી આપણને આત્મિક ભૂખ હોવી જોઈએ એનો અર્થ એ થાય કે આપણા જીવનમાં જરૂર કોઈ હેતુ હોવો જોઈએ.
આપણે આવી આત્મિક જરૂરિયાતો કઈ રીતે પૂરી કરી શકીએ? ધ્યાન કે યોગ દ્વારા એ પૂરી થતી નથી. એને બદલે, ઈસુએ કહ્યું: “માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક માત્થી ૪:૪) અહીં નોંધ લો, ઈસુએ કહ્યું કે આપણા જીવન માટે મહત્ત્વના હોય એવા ‘હરેક શબ્દો’ પરમેશ્વર પાસેથી આવે છે. તેથી, કેટલાક પ્રશ્નોના જવાબો શોધવામાં ફક્ત પરમેશ્વર મદદ કરી શકે. જીવનનો હેતુ અને સુખી થવાના માર્ગ વિષે ઘણી બધી માહિતી તેમણે પૂરી પાડી છે જે આજના જમાનામાં સમયસરની મદદ છે. આજે જગતમાં ઘણાં બધાં પુસ્તકો, વાચકોને તંદુરસ્તી, સંપત્તિ અને સુખ આપવાનાં વચનો આપે છે. ત્યાં સુધી કે ઇંટરનેટ પણ સુખી કરવાના માર્ગો વિષે જણાવે છે.
શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.” (તોપણ, સુખી થવાના માનવના વિચારો ગેરમાર્ગે દોરે છે. એનો ઇરાદો સ્વાર્થી ઇચ્છાઓ અને અહમ પેદા કરવાનો છે. સુખી કરવાના વિચારો અપૂરતા જ્ઞાન અને અનુભવ પર તથા મોટે ભાગે ખોટી માહિતી પર આધારિત હોય છે. દાખલા તરીકે, સ્વ-મદદનાં પુસ્તકો લખનારના વિચારો ‘ઉત્ક્રાંતિવાદની’ થીયરી પર આધારિત હોય છે. એ એવું શીખવે છે કે માનવની લાગણીઓના મૂળ પ્રાણીઓમાંથી આવે છે, કેમ કે આપણા બાપદાદા પહેલાં પ્રાણીઓ હતા. પરંતુ સત્ય એ છે કે આપણા ઉત્પન્નકર્તાને નકારનાર કોઈ પણ થીયરી પર આધારિત પુસ્તકો સાચું સુખ આપી શકે એમ નથી, એ ચોક્કસ નિરાશા જ લાવશે. એક પ્રાચીન પ્રબોધકે કહ્યું: “જ્ઞાનીઓ લજ્જિત થયા છે. . . જુઓ, યહોવાહના વચનનો તેઓએ ઈનકાર કર્યો છે; તો તેઓમાં કેવા પ્રકારનું જ્ઞાન છે?”—યિર્મેયાહ ૮:૯.
યહોવાહ પરમેશ્વર આપણું બંધારણ અને કઈ બાબત આપણને સુખી કરી શકે એ જાણે છે. તે એ પણ જાણે છે કે તેમણે શા માટે માનવને પૃથ્વી પર બનાવ્યો છે અને તેઓ માટે કેવું ભવિષ્ય રહેલું છે. તેથી જ તે બાઇબલ દ્વારા આપણને માહિતી પૂરી પાડે છે. તેમણે પોતાના પ્રેરિત પુસ્તકમાં જે માહિતી આપી છે એનાથી નમ્ર લોકોના જીવનમાં સારી અસર પડે છે જે તેઓને સુખી કરે છે. (લુક ૧૦:૨૧; યોહાન ૮:૩૨) ઈસુના બે શિષ્યો સાથે પણ એવું જ બન્યું. ઈસુના મરણ પછી તેઓ હતાશ થઈ ગયા હતા. પરંતુ માણસજાતના તારણ માટે પરમેશ્વરનો હેતુ શું છે એ વિષે પુનરુત્થાન પામેલા ઈસુએ તેઓ સાથે વાત કરી ત્યાર બાદ, તેઓએ કહ્યું: “જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતો હતો, અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતો હતો, ત્યારે આપણાં મન આપણામાં ઉલ્લાસી નહોતાં થતાં શું?”—લુક ૨૪:૩૨.
આપણે આપણા જીવનમાં બાઇબલનું માર્ગદર્શન સ્વીકારીએ છીએ ત્યારે, આપણને પણ આવી અનહદ ખુશી થાય છે. આ રીતે જોઈએ તો સુખને મેઘધનુષ્ય સાથે સરખાવી શકાય. હવામાન સારું હોય ત્યારે મેઘધનુષ્ય દેખાય છે, પરંતુ હવામાન ખૂબ જ સારું હોય ત્યારે એના રંગો એકદમ ખીલી ઊઠે છે અથવા બે મેઘધનુષ્ય દેખાય છે. ચાલો બાઇબલ શિક્ષણને લાગુ પાડવાથી કઈ રીતે સાચું સુખ મળે છે એના થોડાં ઉદાહરણો જોઈએ.
સાદું જીવન જીવો
પ્રથમ, ધનસંપત્તિ વિષે ઈસુએ શું સલાહ આપી એ આપણે જોઈએ. જીવનમાં ધનદોલત પાછળ જ પડવા વિરુદ્ધ ઠપકો આપ્યા પછી તેમણે અસામાન્ય બાબત જણાવી. તેમણે કહ્યું: “જો તારી આંખ નિર્મળ હોય, તો તારૂં આખું શરીર પ્રકાશે ભરેલું થશે.” (માત્થી ૬:૧૯-૨૨) હકીકતમાં, તેમણે કહ્યું કે જો આપણે ધનદોલત કે સત્તા પાછળ પડીશું અથવા જગતના લોકો પોતાના જીવનમાં રાખે છે એવા ધ્યેયો રાખીશું તો આપણે સૌથી મહત્ત્વની બાબતોને ગુમાવી દઈશું. બીજા એક પ્રસંગે ઈસુએ કહ્યું તેમ, “સર્વ પ્રકારના લોભથી દૂર રહો; કેમકે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” (લુક ૧૨:૧૫) આપણે પરમેશ્વર સાથેનો આપણો સંબંધ, કુટુંબની જરૂરિયાતો પૂરી કરવી અને એના જેવી બાબતોને ખરેખર મહત્ત્વની ગણીને પ્રથમ સ્થાન આપીએ તો આપણી “આંખ નિર્મળ” બનશે.
અહીં નોંધ લો કે ઈસુ સંન્યાસી બનવાની સલાહ આપતા ન હતા. જોકે ઈસુ પોતે પણ સંન્યાસી ન હતા. (માત્થી ૧૧:૧૯; યોહાન ૨:૧-૧૧) એને બદલે, તેમણે શીખવ્યું કે જેઓ જીવનમાં ધનસંપત્તિ પાછળ પડે છે તેઓ જીવનની મહત્ત્વની બાબતો ગુમાવી દે છે.
જેઓએ જીવનમાં નાની ઉંમરમાં જ બહુ સંપત્તિ મેળવી છે તેઓ વિષે ટીકા આપતા, સૅન ફ્રેન્સિસ્કો, યુ.એસ.એ.ના સાઇકોથેરપિસ્ટે કહ્યું કે, “તેઓના તણાવ અને મૂંઝવણનું મૂળ કારણ સંપત્તિ છે.” તેમણે આગળ કહ્યું કે તેઓ “બે કે ત્રણ ઘર, કાર અને એના જેવી કીમતી વસ્તુઓ ખરીદવા પાછળ પૈસા ખર્ચે છે. જો તેઓ એ ખરીદી ન શકે તો તેઓ નિરાશ બની જાય છે [કેમ કે એનાથી જ તેઓ ખુશ થાય છે], ખાલીપણું અનુભવે છે અને તેઓનું જીવન ખાલી હોય એવું તેઓને લાગે છે.” એનાથી તદ્દન વિરુદ્ધ, ઈસુની સલાહને માનીને આત્મિક બાબતો પર મન લગાડે છે અને ભૌતિક રીતે સાદું જીવન જીવે છે તેઓ સાચું સુખ પ્રાપ્ત કરે છે.
હવાઈમાં રહેતા ટોમ નામના એક બિલ્ડર, પૅસિફિક ટાપુઓ પર યહોવાહની ઉપાસના માટેના હૉલ બાંધવાનું કામ કરે છે. ત્યાંના લોકો બહુ ધનવાન નથી. ટોમ આ નમ્ર લોકોની એક બાબતથી પ્રભાવિત થયા. તેમણે કહ્યું: “આ ટાપુ પરના મારા ખ્રિસ્તી ભાઈ-બહેનો ખરેખર સુખી છે. તેઓએ મને સાચી રીતે જોવામાં મદદ કરી કે સુખી થવા માટે પૈસા અને સંપત્તિ જ બધુ નથી.” તેમણે પોતાની સાથે ટાપુ પર કામ કરતા સ્વયંસેવકોનું નિરીક્ષણ કર્યું અને જોયું કે તેઓ કેટલા સંતોષી હતા. ટોમે કહ્યું, “તેઓએ ધાર્યું હોત તો ખૂબ પૈસા કમાઈ શક્યા હોત. પરંતુ પોતાના જીવનમાં આત્મિક બાબતોને પ્રથમ મૂકવાથી તેઓનું જીવન એકદમ સાદું છે.” ટોમને તેઓનું સાદું જીવન એટલું તો ગમી ગયું કે તેમણે પણ એવું જ જીવન જીવવાનું શરૂ કરી દીધું. જેથી તે પોતાના કુટુંબ અને આત્મિક બાબતો પાછળ વધુ સમય આપી શકે. તેમણે જે કર્યું એ માટે તેમને કંઈ ખેદ નથી.
સુખ અને સ્વમાન
સુખી થવા માટે પોતાનું સ્વમાન હોવું જરૂરી છે. માનવ અપૂર્ણતાઓ અને નબળાઈઓને કારણે ઘણા લોકો પોતાને નકામા ગણતા હોય છે. કેટલાક લોકોના મનમાં નાનપણથી જ આવી નકારાત્મક લાગણીઓ હોય છે. જોકે વર્ષોથી ઘર કરી ગયેલી આવી લાગણીઓને કાઢી નાખવી સહેલું નથી, પરંતુ એને કાઢી શકાય છે. બાઇબલની સલાહોને આપણા જીવનમાં લાગુ પાડવાથી એનો ઉકેલ આવે છે.
પરમેશ્વર આપણા વિષે કેવું અનુભવે છે એ બાઇબલ સમજાવે છે. કોઈ પણ માનવના કે આપણા પોતાના વિચારો કરતાં શું પરમેશ્વરનો દૃષ્ટિકોણ સૌથી મહત્ત્વનો નથી? પ્રેમનો ગુણ ધરાવવાને કારણે પરમેશ્વર આપણને પૂર્વગ્રહથી જોતા નથી. પરંતુ આપણે કેવા છીએ તથા કેવા બની શકીએ છીએ એ જ જુએ છે. (૧ શમૂએલ ૧૬:૭; ૧ યોહાન ૪:૮) હકીકતમાં, તે તેમની ઇચ્છા પૂરી કરનારાઓને પ્રિય ગણે છે. પછી ભલે તેઓની ગમે તેવી અપૂર્ણતાઓ હોય, તોપણ તે તેઓને ચાહે છે.—દાનીયેલ ૯:૨૩; હાગ્ગાય ૨:૭.
પરંતુ પરમેશ્વર આપણી નબળાઈઓ અને આપણે કરેલાં પાપોને નજર અંદાજ કરતા નથી. આપણે જે સાચું હોય એ જ કરીએ એવી તે અપેક્ષા રાખે છે અને આપણે તેમ લુક ૧૩:૨૪) વધુમાં બાઇબલ કહે છે: “જેમ બાપ પોતાનાં છોકરાં પર દયાળુ છે, તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે.” એ એમ પણ કહે છે: “હે યાહ, જો તું દુષ્ટ કામો ધ્યાનમાં રાખે, તો, હે પ્રભુ, તારી આગળ કોણ ઊભો રહી શકે? પરંતુ તારી પાસે માફી છે, જેથી તારૂં ભય રહે.”—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩; ૧૩૦:૩, ૪.
કરીએ છીએ ત્યારે, તે આપણને પૂરેપૂરો ટેકો આપે છે. (તેથી પરમેશ્વર બાબતોને જે રીતે જુએ છે એ રીતે જોવાનું તમે શીખો. યહોવાહ પરમેશ્વર તેમને પ્રેમ કરનારાઓને ચાહે છે અને પોતાને અયોગ્ય ગણનારાઓ પર પણ તે ભરોસો મૂકે છે એ જાણવાથી તેઓને સુખ મળી શકે છે.—૧ યોહાન ૩:૧૯, ૨૦.
સુખી થવા માટે આશા જરૂરી
તાજેતરમાં હકારાત્મક તર્કશાસ્ત્રમાં માનનારાઓ એવું પ્રોત્સાહન આપે છે કે હકારાત્મક વિચારો ધરાવીને આશા રાખવાથી અને વ્યક્તિની નબળાઈઓને બદલે તેની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી સુખ મળે છે. ફક્ત અમુક જ લોકો આ સાથે સહમત નહિ થાય કે, ભાવિ વિષે આશાવાદી રહેવાથી સુખ મળે છે. તેમ છતાં, આશા રાખીએ ત્યારે એ ચોક્કસ પાયા પર આધારિત હોવી જ જોઈએ, કોઈ સુંદર કલ્પના પર નહિ. બીજી બાજુ જોઈએ તો, ગમે તેટલી આશા કે હકારાત્મક વિચારો હોય, છતાં એ લોકોનું સુખ છીનવી લેતા યુદ્ધ, ભૂખમરો, રોગ, પ્રદુષણ, ઘડપણ, બીમારી કે મરણને કાઢી શકતા નથી. તેમ છતાં આશાવાદી હોવું પણ જરૂરી છે.
એ જાણીને આશ્ચર્ય થશે કે બાઇબલ આશાવાદ શબ્દનો ઉપયોગ કરતું નથી. એ એનાથી વધુ શક્તિશાળી શબ્દ આશાનો ઉપયોગ કરે છે. બાઇબલમાં બતાવેલ “આશા”ને વાઈન્સ કમ્પલેટ એક્ષપોઝિટરી ડિક્ષનરી “હકારાત્મક અને ભરોસાપાત્ર અપેક્ષા,” “. . . સારી બાબતની અપેક્ષા” તરીકે વ્યાખ્યા આપે છે. એ આશા ચોક્કસ છે અને કોઈ નક્કર બાબત પર આધારિત છે. (એફેસી ૪:૪; ૧ પીતર ૧:૩) દાખલા તરીકે, ઉપરના ફકરામાં જણાવેલી સુખ છીનવી લેતી બાબતોને બહુ જલદી જ કાઢી નાખવામાં આવશે એવી ખ્રિસ્તી આશા છે. (ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧, ૨૯) પરંતુ એમાં ઘણું બધું સમાયેલું છે.
વફાદાર માનવીઓ પારાદેશ જેવી પૃથ્વી પર સંપૂર્ણ જીવન મેળવશે એ સમયની ખ્રિસ્તીઓ રાહ જોઈ રહ્યા છે. (લુક ૨૩:૪૨, ૪૩) એ આશા વિષે પ્રકટીકરણ ૨૧:૩, ૪ આમ કહે છે: “જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે . . . તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”
આવા ભવિષ્યની આશા રાખનાર કોઈ પણ વ્યક્તિ માટે ખુશ થવાનું કારણ છે, ભલેને તેના આજના સંજોગો સારા ન હોય. (યાકૂબ ૧:૧૨) એ વાસ્તવિક આશા વિષે શા માટે તમે બાઇબલમાં તપાસ કરતા નથી? તમે પણ એ આશા રાખી શકો છો. દરરોજ બાઇબલ વાંચન કરીને તમારી આશા મજબૂત બનાવો. એમ કરવાથી તમારી આત્મિકતા વધશે અને લોકોની ખુશી ઝૂંટવી લેતી બાબતોથી દૂર રહેવામાં તમને મદદ તેમ જ મનની શાંતિ મળશે. સાચું સુખ પરમેશ્વરની ઇચ્છા પૂરી કરવાથી મળે છે. (સભાશિક્ષક ૧૨:૧૩) બાઇબલનાં ધોરણોને પાળવાથી જીવન સુખી થાય છે, તેથી જ ઈસુએ કહ્યું: “જેઓ દેવની વાત સાંભળે છે અને પાળે તેઓને ધન્ય [સુખી, NW] છે.”—લુક ૧૧:૨૮.
[ફુટનોટ]
^ બૌદ્ધ માટે પરમેશ્વરમાં માનવું જરૂરી નથી.
[પાન ૫ પર ચિત્રો]
ઘણી ધનદોલત ભેગી કરવાથી, પોતાને એકલા પાડી દેવાથી કે માનવના મર્યાદિત જ્ઞાન પર ભરોસો મૂકવાથી સુખી થઈ શકાય નહિ
[પાન ૬ પર ચિત્ર]
પરમેશ્વરનાં વચનોને આધીન રહેવાથી જીવન સુખી બને છે
[પાન ૭ પર ચિત્ર]
ખ્રિસ્તી આશા વ્યક્તિને સુખી બનાવે છે