સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુ સજીવન થયા હકીકત કે વાર્તા?

ઈસુ સજીવન થયા હકીકત કે વાર્તા?

ઈસુ સજીવન થયા હકીકત કે વાર્તા?

“હું તમને સાચું કહું છું કે ઈસુ પૃથ્વી પર જીવતા હતા . . ., પરંતુ હું પૂરા વિશ્વાસથી કહી શકતો નથી કે પરમેશ્વરે ઈસુને ફરી સજીવન કર્યા હતા કે કેમ.” આમ, ચર્ચ ઑફ ઇંગ્લૅંન્ડ, કેન્ટબરીના આર્ચબિશપે કહ્યું.

પરંતુ પ્રેષિત પાઊલને ઈસુના પુનરુત્થાન વિષે કોઈ શંકા ન હતી. તેમણે પ્રાચીન કોરીંથના ખ્રિસ્તી ભાઈઓને પોતાના પ્રથમ પત્રના ૧૫માં અધ્યાયમાં લખ્યું: “મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું, કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને સારૂ મરણ પામ્યો; અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો, અને ત્રીજે દહાડે તેનું ઉત્થાન થયું.”—૧ કોરીંથી ૧૫:૩, ૪.

ઈસુ ખ્રિસ્તના થયેલા પુનરુત્થાનમાં વિશ્વાસ હોવાના કારણે, તેમના શિષ્યોએ આખા ગ્રીસ-રોમન જગતમાં એટલે કે, ‘આકાશ તળેનાં સર્વને’ સુવાર્તાનો પ્રચાર કર્યો હતો. (કોલોસી ૧:૨૩) હકીકતમાં, ખ્રિસ્તીઓના વિશ્વાસનો મુખ્ય પાયો જ ઈસુનું પુનરુત્થાન છે.

તેમ છતાં, એકદમ શરૂઆતથી જ ઈસુના પુનરુત્થાન વિષે લોકો માનવા તૈયાર ન હતા. ઈસુના અનુયાયીઓ કહેતા હતા કે યહુદીઓએ જે ઈસુને વધસ્તંભે ચઢાવ્યા એ જ મસીહ હતા. પરંતુ મોટા ભાગના યહુદીઓ માટે તો એ મોટું ​દુર્ભાષણ હતું. ભણેલા ગણેલા ગ્રીકો અમર જીવમાં માનતા હતા, આથી પુનરુત્થાનનો વિચાર તેઓને જરાય ગમતો ન હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૨-૩૪.

આજના ટીકાકારો

તાજેતરમાં, ખ્રિસ્તી હોવાનો દાવો કરનારા કેટલાક વિદ્વાનોએ ઈસુનું પુનરુત્થાન એક કાલ્પનિક વાર્તા છે એમ બતાવતાં પુસ્તકો અને લેખો પ્રકાશિત કર્યા. એ કારણથી આ વિષય પર ગરમાગરમ ચર્ચાઓ થઈ છે. ‘ઐતિહાસિક ઈસુની’ શોધ પાછળ દલીલો થઈ છે કે ઈસુની સુવાર્તામાંનો ખાલી કબરનો અહેવાલ અને ઈસુના સજીવન થયા પછીની બાબતો એક જોડી કાઢેલી વાર્તા છે. એ ઈસુની સ્વર્ગીય સત્તાને ટેકો આપવા માટે તેમના મરણના લાંબા સમય પછી જોડી કાઢવામાં આવી છે.

દાખલા તરીકે, જર્મન વિદ્વાન ગર્ટ લુડીમનના મંતવ્યનો વિચાર કરો. તે પોતે નવા કરારના પ્રાધ્યાપક અને ઈસુનું ખરેખર શું થયું—ઇતિહાસની દૃષ્ટિએ તેમનું પુનરુત્થાન (અંગ્રેજી) પુસ્તકના લેખક છે. તે દલીલ કરે છે કે ઈસુનું પુનરુત્થાન એક “એવું શિક્ષણ છે જે પુરવાર થઈ શક્યું નથી,” “વિજ્ઞાનમાં માનનારાઓએ” આવા શિક્ષણને માનવું જોઈએ નહિ.

પ્રાધ્યાપક લુડીમને દાવો કર્યો કે પ્રેષિત પીતરે પોતે ઈસુનો નકાર કર્યો હતો એ માટે તેમને ઊંડા શોક અને અપરાધની લાગણી થઈ હતી. એટલે તેમને સંદર્શનમાં એવું દેખાયું હોય શકે કે ઈસુ સજીવન થયા છે. એક પ્રસંગે ઈસુ લગભગ ૫૦૦ શિષ્યોને દેખાયા હતા, એ વિષે લુડીમનનું માનવું છે કે લોકોને “એક સાથે મૂર્છા” આવી હોય શકે. (૧ કોરીંથી ૧૫:૫, ૬) સાદા શબ્દોમાં કહીએ તો, ઘણા વિદ્વાનોનું એવું કહેવું છે કે ઈસુના પુનરુત્થાન વિષેનો બાઇબલ અહેવાલ જાણે જોયો હોય એવું શિષ્યોએ અનુભવ્યું હતું. તેથી તેઓમાં ફરીથી આત્મવિશ્વાસ વધ્યો અને તેઓ ઉત્સાહથી મિશનરિ સેવામાં ભાગ લેવા લાગ્યા.

જોકે, ઘણા લોકોને આવી બાબતોમાં બહુ ઓછો રસ હોય છે. તેમ છતાં, ઈસુનું પુનરુત્થાન આપણા સર્વ માટે એક મહત્ત્વનો વિષય હોવો જોઈએ. શા માટે? કારણ કે, તેમને ફરી સજીવન કરવામાં ન આવ્યા હોય તો, ખ્રિસ્તી ધર્મ એક ખોટી માન્યતા પર આધારિત છે. બીજી તરફ, જો ઈસુનું ખરેખર પુનરુત્થાન થયું હોય તો ખ્રિસ્તી ધર્મ સત્ય પર આધારિત કહેવાય. આવી પરિસ્થિતિમાં, ફક્ત ખ્રિસ્તે કરેલા દાવાઓ જ નહિ પરંતુ તેમનાં વચનો પણ સાચા પુરવાર થાય છે. વધુમાં, પુનરુત્થાન હોય તો, સૌથી મોટા શત્રુ મરણ પર પણ વિજય મેળવી શકાય છે.—૧ કોરીંથી ૧૫:૫૫.

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

From the Self-Pronouncing Edition of the Holy Bible, containing the King James and the Revised versions