સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું બેથેલ સેવાને તમારો ઉત્તમ ધ્યેય બનાવી શકો?

શું બેથેલ સેવાને તમારો ઉત્તમ ધ્યેય બનાવી શકો?

શું બેથેલ સેવાને તમારો ઉત્તમ ધ્યેય બનાવી શકો?

તમે બાપ્તિસ્મા પામેલા ખ્રિસ્તી હશો તો, નિઃશંક પરમેશ્વરનો પ્રેમ તમને તેમની ઇચ્છા પ્રમાણે જીવવા પ્રેરશે. એ ઉપરાંત, યહોવાહના રાજ્યનો પ્રચાર કરવો એ તમારા જીવનનો એક ભાગ હશે. વળી, ઈસુ ખ્રિસ્તે પણ પોતાના અનુયાયીઓને શિષ્યો બનાવવાની આજ્ઞા આપી હતી. (માત્થી ૨૮:૧૯, ૨૦) તમે પોતાનું ભરણપોષણ કરવા કદાચ નોકરી કરતા હશો. પરંતુ તમે ઈસુના અનુયાયી અને યહોવાહના સાક્ષી તરીકે સૌ પ્રથમ એક ખ્રિસ્તી સેવક છો. એવી વ્યક્તિ જે યહોવાહના રાજ્યના ​પ્રચાર કાર્યને જીવનમાં પ્રથમ મૂકે છે.—માત્થી ૨૪:૧૪.

અત્યારે તમે કદાચ વીસેક વર્ષના હોઈ શકો અને તમે તમારા જીવનમાં આગળ શું કરશો એ વિષે વિચાર પણ કર્યો હશે. તમારી પાસે ઘણા વિકલ્પો રહેલા હોવાથી, તમે સૌથી વધારે સંતોષ આપે એવી પસંદગી કરશો.

ડેનમાર્કમાં રહેતો યૉરન, પોતાની પસંદગી વિષે કહે છે, “જીવનનો મુખ્ય ધ્યેય સૌથી મહત્ત્વના કામમાં ધ્યાન પરોવવાનો છે.” તેમ જ ગ્રીસમાં રહેતી ૩૧ વર્ષની ઈવા કહે છે: “મારા મિત્રોના જીવન સાથે મારા જીવનને સરખાવતા, મને મારું જીવન સૌથી વધારે અર્થપૂર્ણ અને આનંદી લાગે છે.” કયું કામ કરવાથી આવો સંતોષ મળી શકે? તમે કઈ રીતે આવો આનંદ મેળવી શકો?

શું પરમેશ્વર માર્ગ બતાવે છે?

કોઈ નોકરી ધંધાની પસંદગી કરવી એ કંઈ સહેલું નથી. હકીકતમાં, અમુક લોકો એવું ઇચ્છે છે કે શું કરવું અથવા ન કરવું એ વિષે પરમેશ્વર તેઓને રસ્તો બતાવે તો સારું.

મુસા મિદ્યાનમાં હતા ત્યારે, યહોવાહે તેમને મિસર પાછા ફરીને ઈસ્રાએલીઓને ગુલામીમાંથી બચાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. (નિર્ગમન ૩:૧-૧૦) ઈસ્રાએલીઓને જુલમમાંથી છુટકારો અપાવવા પરમેશ્વરના સ્વર્ગદૂતે ગિદઓનને દર્શન આપીને તેમને નિયુક્ત કર્યા હતા. (ન્યાયાધીશ ૬:૧૧-૧૪) દાઊદ પોતાના ઘેટાંઓને ચરાવતા હતા ત્યારે, તેમને ઈસ્રાએલના નવા રાજા તરીકે નિયુક્ત કરવા પરમેશ્વરે શમૂએલને તેમની પાસે મોકલ્યા હતા. (૧ શમૂએલ ૧૬:૧-૧૩) આજે આવી રીતોએ આપણને માર્ગદર્શન આપવામાં આવતું નથી. એને બદલે, આપણે પોતે વિચારવું જોઈએ કે પરમેશ્વરે આપેલી આવડતો હું કઈ રીતે તેમના કાર્યમાં જ વાપરી શકું.

આજે યહોવાહે ખ્રિસ્તી યુવાનો માટે ‘કાર્ય સફળ થાય એવું મહાન દ્વાર ઉઘાડ્યું છે.’ (૧ કોરીંથી ૧૬:૯) કઈ રીતે? જો કે દસ વર્ષ પહેલાં ૨૧,૨૫,૦૦૦થી પણ વધારે ભાઈ-બહેનો પ્રચાર કરવામાં ભાગ લઈ રહ્યા હતા. જ્યારે આજે પૃથ્વી પર રાજ્ય પ્રચારકોની સંખ્યા ૬૦ લાખથી પણ વધારે થઈ ગઈ છે. પૃથ્વીવ્યાપી રાજ્યનો પ્રચાર કરવા કરોડો બાઇબલ, પુસ્તકો, પુસ્તિકાઓ, સામયિકો અને પત્રિકાઓ પ્રચાર કાર્ય માટે કોણ પૂરા પાડે છે? એ બધું પૂરું પાડવામાં જગતભરના બેથેલમાં કામ કરતા ભાઈ-બહેનોનો હાથ છે.

આનંદભર્યું જીવન

બેથેલનો અર્થ “ઈશ્વરનું ઘર” થાય છે અને એમાં વૉચ ટાવર સોસાયટીની શાખાઓમાં અને મુખ્યમથકમાં કામ કરતા ખ્રિસ્તી સ્વયંસેવકો રહે છે. (ઉત્પત્તિ ૨૮:૧૯, IBSI) આજના બેથેલ કુટુંબોને સારી રીતે સંગઠિત ‘બુદ્ધિથી બંધાયેલા સ્થિર ઘર’ સાથે સરખાવી શકાય કે જેમાં યહોવાહ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે.—નીતિવચન ૨૪:૩.

બેથેલ કુટુંબમાં કેવું વાતાવરણ જોવા મળે છે? એસ્ટોનિયા બેથેલ કુટુંબની એક ૨૫ વર્ષની બહેન કહે છે: “હું સર્વ સમયે યહોવાહના મિત્રો મધ્યે આનંદ માણું છું. બેથેલની આ જ વાત મને બહુ ગમે છે.”—ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨.

જગતભરમાં લગભગ ૧૯,૫૦૦ લોકો હાલમાં બેથેલ સેવાનો આનંદ માણી રહ્યા છે. (ગીતશાસ્ત્ર ૧૧૦:૩) યુનાઈટેડ સ્ટેટ્‌સના બેથેલમાં ૪૬ ટકા લોકોની ઉંમર ૧૯થી ૨૯ વચ્ચે છે. તેઓએ પણ યશાયાહની જેમ કહ્યું હતું: “હું આ રહ્યો; મને મોકલ.” (યશાયાહ ૬:૮) યશાયાહ તો પહેલેથી જ પરમેશ્વરના સેવક હતા. તોપણ, પરમેશ્વરની વધુ સેવા કરવા રાજીખુશીથી કામ કરતા હતા. એનો અર્થ એવો થાય કે સુખ-સગવડો છોડીને સેવા આપવી. બેથેલમાં કામ કરતા ભાઈ-બહેનો, પોતાનું ઘર, માબાપ, ભાઈબહેનો અને મિત્રોને છોડીને આવ્યા હોય છે. “સુવાર્તાને લીધે” સ્વેચ્છાએ તેઓ આ બલિદાનો આપે છે અને બધુ છોડીને સેવા કરે છે.—માર્ક ૧૦:૨૯, ૩૦.

એટલે જ, બેથેલમાં તેઓને કેવા આત્મિક આશીર્વાદો મળે છે! રશિયન બેથેલમાં સેવા આપતી એક યુવાન બહેન જણાવે છે: “બીજાઓનો વિચાર કરવાથી અમને ઘણું શીખવા મળ્યું છે, જે અમને નવી દુનિયામાં જીવવા માટે મદદરૂપ થશે. તેથી મારા કિસ્સામાં હું કહી શકું છું કે મેં જે જતું કર્યું એના કરતાં યહોવાહે મને બમણું આપ્યું છે.”—માલાખી ૩:૧૦.

બેથેલમાં જીવન

બેથેલ જીવન કેવું હોય છે? બેથેલ કુટુંબના સભ્યો સહમત થાય છે કે બેથેલનું જીવન ઉત્તેજનભર્યું, સંતોષી અને રોમાંચક હોય છે. જેમ કે યૅન ૪૩ વર્ષના છે છતાં, તે બેથેલમાં સેવા કરવાનો આનંદ માણે છે. શા માટે? તે કહે છે: “કેમ કે આજે જે મહત્ત્વનું કામ થઈ રહ્યું છે એમાં મારો પણ હાથ છે એવો અહેસાસ થવાથી મને ઘણી ખુશી થાય છે. વળી અહીં સેવા આપવાને કારણે હું જોઈ શકું છું કે યહોવાહનું કાર્ય કેટલું મહત્ત્વનું છે અને હજુ પણ કેટલું બધું કામ કરવાનું બાકી છે.”

સોમવારથી શનિવાર સુધી દિવસની શરૂઆત મોર્નિંગ વર્શિપથી શરૂ થાય છે. એમાં દૈનિક વચન પર ચર્ચા કરવામાં આવે છે અને એક અનુભવી વડીલ એ હાથ ધરે છે. દર સોમવારે સાંજે બેથેલ કુટુંબ સાથે બેસીને ચોકીબુરજમાંથી એક કલાક અભ્યાસ કરે છે. તેમ જ અમુક સમયે આ અભ્યાસ પછી બેથેલ કુટુંબ માટે બાઇબલ આધારિત ખાસ ઉત્તેજન આપતો વાર્તાલાપ પણ હોય છે.

પરંતુ નવી વ્યક્તિ બેથેલમાં જોડાય ત્યારે શું થાય છે? નવા સભ્યોને બેથેલ જીવન અને અલગ અલગ કાર્યોથી પરિચિત કરવા માટે, પરિપક્વ ભાઈઓ ઉત્તેજન આપતા ભાષણો આપે છે. પહેલા વર્ષે તેઓ માટે બેથેલ શાળાની પણ ગોઠવણ કરવામાં આવે છે, એ બાઇબલ સમજણ પર પોતાની કદર વધારવામાં મદદ કરે છે. નવા સભ્યો માટે એક ખાસ બાઇબલ વાંચન કાર્યક્રમ પણ હોય છે. બેથેલ સેવાના પ્રથમ વર્ષમાં તેઓએ આખું બાઇબલ વાંચી જવાનું હોય છે.

આ બધી તાલીમની શું અસર થાય છે? હૉંગ કૉંગ બેથેલના ૩૩ વર્ષના જોસુઆ કહે છે: “બેથેલમાં રહેવાથી યહોવાહ માટે મારી કદર વધી છે. હું વર્ષોથી યહોવાહની સેવા કરી રહેલા ઘણા અનુભવી ભાઈઓની સંગત રાખી શક્યો છું. હું ખાસ કરીને મોર્નિંગ વર્શિપ અને કૌટુંબિક ચોકીબુરજ અભ્યાસ જેવા કાર્યક્રમોમાંથી આનંદ માણું છું. વધુમાં મને અહીંનું સાદું જીવન ખૂબ જ ગમે છે. તેથી હું બિનજરૂરી ચિંતાઓથી મુક્ત છું. હું એ પણ શીખ્યો કે એક ખ્રિસ્તી તરીકે કઈ રીતે બાબતોને હાથ ધરવી. એનાથી મને હંમેશા લાભ થયો છે.”

બેથેલ કુટુંબના સભ્યો પોતાનો મોટા ભાગનો સમય બેથેલ કાર્યમાં વિતાવે છે. એટલે કે તેઓને જે કામ સોંપવામાં આવે છે એ તેઓ તન-મનથી કરે છે. અહીં અલગ અલગ કામ કરવામાં આવે છે. કેટલાક લોકો છાપખાનામાં કે બાઇન્ડિંગ વિભાગમાં કામ કરે છે, જ્યાં પુસ્તકો તૈયાર કરીને મંડળોને મોકલવામાં આવે છે. બીજાઓ રસોડામાં, ડાઈનીંગ હૉલમાં અને લૉન્ડ્રીમાં કામ કરે છે. એટલું જ નહિ, પરંતુ ઘણા લોકો સાફસફાઈ, ખેતીવાડી અને બાંધકામનું પણ કામ કરે છે. વળી, કેટલાકને આ વિભાગોમાં ઉપયોગમાં લેવાતા મશીનો કે સાધનોની કાળજી રાખવાની જવાબદારી સોંપવામાં આવે છે. કેટલાક તબીબી સારવાર પૂરી પાડે છે તો કેટલાક ઑફિસમાં કામ કરે છે. બેથેલના બધા જ કાર્યોમાં એક પડકાર રહેલો છે, તોપણ એમાંથી ખુશી અને અદ્‍ભુત આશીર્વાદ મળે છે. બેથેલમાં કરવામાં આવતા બધાં જ કાર્યોથી સંતોષ મળે છે, કારણ કે એ રાજ્ય પ્રચાર કાર્યને આગળ ધપાવવા સાથે સંકળાયેલું છે અને એ પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ બતાવે છે.

બેથેલ કુટુંબના સભ્યોને અલગ અલગ મંડળોમાં સોંપણી આપવામાં આવે છે જ્યાં તેઓ પોતાના કામના ફળ જોઈ શકે. તેઓ મંડળની સભાઓમાં અને પ્રચાર કાર્ય કરવામાં આનંદ માણે છે. તેથી સ્થાનિક મંડળના ભાઈબહેનો સાથે તેઓ ગાઢ સંબંધ બાંધી શક્યા છે.—માર્ક ૧૦:૨૯, ૩૦.

બ્રિટન બેથેલના એક બહેન, રીટા કહે છે: “હું મંડળ માટે ઘણી આભારી છું! હું સભાઓ અને પ્રચાર કાર્યમાં જાઉં છું ત્યારે, વહાલા ભાઈબહેનો, બાળકો અને મોટી ઉંમરનાને ત્યાં જોઈને મારો વિશ્વાસ દૃઢ થાય છે! ભલે ગમે તે થાય, તેઓ ત્યાં હોય છે. એ મને બેથેલ સેવામાં વધારે ઉત્સાહી રહેવા માટે મદદ કરે છે.”

બેથેલ કુટુંબના સભ્યો ફક્ત કામ કરવું, સભાઓમાં અને પ્રચાર કાર્યમાં જવું કે વ્યક્તિગત અભ્યાસ કરવામાં જ લાગુ રહેતા નથી. પરંતુ તેઓ આરામ પણ લેતા હોય છે. તેમ જ વખતોવખત તેઓ “ફૅમિલી નાઈટ્‌સ” કાર્યક્રમ જેવા મનોરંજનનો પણ આનંદ માણે છે. એમાં ઘણા ભાઈબહેનોની કળાનો તથા તેઓના જીવનના સારા અનુભવો સાંભળવાનો આનંદ માણવા મળે છે. તેઓ એકબીજાની ઉત્તેજનકારક મુલાકાતો પણ લે છે. મનોરંજન માટેની બીજી વ્યવસ્થાઓ તેમ જ વ્યક્તિગત સંશોધન અને વાંચન માટે પુસ્તકાલય પણ પૂરું પાડવામાં આવે છે. ડાઈનીંગ હૉલમાં ભાઈબહેનો ભોજન કરતી વખતે ટેબલ પર વાતચીત કરવાનો આનંદ માણે છે એ કઈ રીતે ભૂલી જવાય.

એસ્ટોનિયા બેથેલ કુટુંબના ભાઈ ટોમ કહે છે: “અમારા બેથેલથી થોડેક જ દૂર એક સમુદ્ર છે. એની નજીક એક સુંદર જંગલ છે જ્યાં હું અને મારી પત્ની અવારનવાર ચાલવા માટે જઈએ છીએ. હું ઘણી વાર બેથેલ અને મંડળના મારા મિત્રો સાથે ગોલ્ફ, હૉકી અને ટેનિશ પણ રમું છું. વાતાવરણ સારું હોય ત્યારે, હું અને મારી પત્ની બાઇક પર ફરવા પણ જઈએ છીએ.”

બેથેલમાં જવા તમારે શું કરવું જોઈએ?

બેથેલ એક એવું સ્થળ છે જ્યાં પરિપક્વ ખ્રિસ્તીઓ યહોવાહની પવિત્ર સેવા અને જગતભરના ભાઈ-બહેનો માટે કામ કરે છે. બેથેલ કુટુંબના સભ્ય બનવા માટે અમુક લાયકાત હોવી જોઈએ. તો પછી બેથેલમાં જવા માટે તમારે શું કરવું જોઈએ?

બેથેલ સેવાની ઇચ્છા ધરાવતા ભાઈબહેનોની શાખ, મંડળમાં પ્રેષિત પાઊલ સાથે કામ કરનાર તીમોથી જેવી હોવી જોઈએ. (૧ તીમોથી ૧:૧) તીમોથીની ‘લુસ્ત્રા તથા ઈકોનીમાંના ભાઈઓમાં સારી શાખ હતી.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૨) તે નાનપણથી જ શાસ્ત્રવચનોનું જ્ઞાન ધરાવતા હતા અને સત્યમાં દૃઢ હતા. (૨ તીમોથી ૩:૧૪, ૧૫) એ જ રીતે, બેથેલમાં જવાની ઇચ્છા રાખનારાઓ પાસે પણ બાઇબલનું જ્ઞાન હોય એવી આશા રાખવામાં આવે છે.

બેથેલ કુટુંબના સભ્યોએ આત્મત્યાગી વલણ બતાવવાની જરૂર છે. તીમોથીએ પણ એવો જ આત્મા બતાવ્યો હતો. તેમણે રાજ્ય પ્રચાર કાર્યને પોતાના જીવનમાં પ્રથમ મૂકયું હતું, તેથી પાઊલ તેમના માટે આમ કહી શક્યા: “તમારી કાળજી બરાબર રીતે રાખે એના જેવી પ્રકૃતિનો બીજો કોઈ મારી પાસે નથી. કેમકે સઘળા માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહિ, પણ પોતાની જ વાત શોધે છે. પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો બાપની સાથે કામ કરે, તેમ તેણે સુવાર્તાના પ્રસારને સારૂ મારી સાથે સેવા કરી.”—ફિલિપી ૨:૨૦-૨૨.

બેથેલમાં સેવા કરનારા ભાઈ-બહેનો આત્મિક હોવા જોઈએ. તેથી બેથેલ કુટુંબના સભ્યો માટે પણ ત્યાં આત્મિકતામાં વધતા રહેવાની ગોઠવણ કરવામાં આવી છે. જેમ કે બાઇબલ અભ્યાસ, ખ્રિસ્તી સભાઓમાં નિયમિત હાજરી, પ્રચાર કાર્ય અને પરિપક્વ ખ્રિસ્તીઓ સાથે સંગત રાખવી. આમ, જેઓ બેથેલમાં છે તેઓને પ્રેષિત પાઊલની સલાહ પ્રમાણે ચાલવામાં મદદ મળે છે: ‘તેની [ઈસુ ખ્રિસ્ત] સાથે ચાલો, અને તેનામાં જડ ઘાલેલા તથા સ્થપાએલા થઈને, તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દૃઢ રહીને તેની વધારે ને વધારે ઉપકારસ્તુતિ કરો.’—કોલોસી ૨:૬, ૭.

બેથેલમાં કામ કરનારી વ્યક્તિ તંદુરસ્ત હોવી જોઈએ. તેથી જેઓને બેથેલમાં બોલાવવામાં આવે છે તેઓ તંદુરસ્ત હોવા જોઈએ. અમે જણાવેલી લાયકાતો તમે ધરાવતા હોવ અને તમારી ઉંમર ૧૯ વર્ષ કે એથી વધુ હોય તથા બાપ્તિસ્મા લીધા પછી એક વર્ષ થઈ ગયું હોય તો, અમે તમને બેથેલ સેવા માટે વિચારવાનું ઉત્તેજન આપીએ છીએ.

આપણો પણ ફાળો છે

ખ્રિસ્તીઓ તરીકે આપણા બધાની ઇચ્છા રાજ્ય પ્રચાર કાર્યને જીવનમાં પ્રથમ મૂકવા અને યહોવાહની પૂરા મનથી સેવા કરવાની છે. (માત્થી ૬:૩૩; કોલોસી ૩:૨૩) બેથેલમાંના ભાઈબહેનો પોતાની સેવા ચાલુ રાખે એવું ઉત્તેજન આપણે આપતા રહેવું જોઈએ. બેથેલ સેવા માટે લાયકાત ધરાવતા યુવાનોને આ લહાવો લેવાનું ઉત્તેજન આપીએ છીએ.

બેથેલમાં કામ કરવાથી આત્મિક રીતે સંતોષ મળે છે. તેથી તમારા માટે એ સૌથી ઉત્તમ હોઈ શકે. જેમ કે ભાઈ નીક બેથેલમાં જોડાયા ત્યારે તે ૨૦ વર્ષના હતા. બેથેલમાં ૧૦ વર્ષ સેવા કર્યા પછી તે કહે છે: “હું હંમેશા પ્રાર્થનામાં યહોવાહની અપાત્ર કૃપાનો આભાર માનું છું. મારે બીજું શું જોઈએ? અહીં અમારી સાથે બેથેલમાં વિશ્વાસુ ખ્રિસ્તી ભાઈ-બહેનો છે જેઓ યહોવાહની સેવા કરવા તેઓથી બનતું બધુ જ કરી રહ્યા છે.”

[પાન ૨૨ પર બોક્સ/ચિત્ર]

વડીલો અને માબાપો શું કરી શકે?

ખાસ કરીને વડીલો અને પ્રવાસી નિરીક્ષકોએ યુવાનોને બેથેલનો ધ્યેય રાખવા ઉત્તેજન આપવું જોઈએ. બેથેલ કુટુંબના યુવાન સભ્યોનું તાજેતરમાં કરવામાં આવેલું સર્વેક્ષણ બતાવે છે કે તેઓમાંથી ૩૪ ટકાને ખાસ કરીને નિરીક્ષકોએ બેથેલ સેવાનો ધ્યેય બાંધવા અરજ કરી હતી. તેથી કદાચ સ્થાનિક મંડળને તેઓની ખોટ સાલતી હશે. પરંતુ યાદ રાખવું જોઈએ કે તીમોથીની પણ લુસ્ત્રા અને ઈકોનીના યુવાનો પર સારી છાપ હતી, છતાં ત્યાંના વડીલોએ તીમોથીને પાઊલ સાથે કામ કરતા અટકાવ્યા નહિ. તેઓએ એવું ન વિચાર્યું કે તીમોથી પાઊલ સાથે કામ કરશે તો અમારા મંડળમાં તેની ખોટ પડશે.—૧ તીમોથી ૪:૧૪.

ખાસ કરીને ખ્રિસ્તી માબાપોએ પોતાના બાળકોના મનમાં બેથેલ સેવા વિષે ઉત્તેજન આપવું જોઈએ. ઉપર જણાવ્યા પ્રમાણે, સર્વેક્ષણે એ પણ જણાવ્યું કે ૪૦ ટકા વ્યક્તિઓને બેથેલમાં જવા માટે પોતાના માબાપે ઉત્તેજન આપ્યું હતું. થોડાં વર્ષોથી બેથેલમાં સેવા કરતી એક બહેને જણાવ્યું: “મારા માબાપે યહોવાહની સેવામાં જે રીતે જીવન પસાર કર્યું, એની મારા પર ઊંડી અસર પડી. તેથી મેં પણ બેથેલમાં જવાનો નિર્ણય લીધો. પૂરા સમયના સેવાકાર્યનું તેઓનું ઉદાહરણ જોઈને મને થયું કે મારા જીવનમાં સંતોષ મેળવવા આ જ સૌથી સારું કામ છે.”