સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ પ્રસંગને ચૂકશો નહિ

આ પ્રસંગને ચૂકશો નહિ

આ પ્રસંગને ચૂકશો નહિ

“દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન” આપણા સ્વર્ગીય પિતા, યહોવાહ પરમેશ્વર તરફથી મળે છે.—યાકૂબ ૧:૧૭.

પરમેશ્વરે પોતાના એકના એક પુત્ર, ઈસુ ખ્રિસ્તનું બલિદાન આપી દીધું કે જેથી પાપી માનવજાતનો ઉદ્ધાર થઈ શકે. એ તેમની સૌથી મહાન ભેટ છે. ઈસુના ખંડણી બલિદાનને કારણે બગીચા જેવી પૃથ્વી પર આપણા માટે અનંતજીવન શક્ય બન્યું. વળી, લુક ૨૨:૧૯માં આપણને તેમના મરણને યાદગીરીના રૂપમાં ઉજવવાની આજ્ઞા આપવામાં આવી છે.

યહોવાહના સાક્ષીઓ આ આજ્ઞા પાળે છે અને તમને આ પ્રસંગે હાજર રહેવા ઉષ્માભર્યું આમંત્રણ આપે છે. આ વાર્ષિક પ્રસંગ, બાઇબલના ચંદ્ર કૅલેન્ડર પ્રમાણે નીસાન ૧૪, એટલે કે રવિવાર, એપ્રિલ ૮, ૨૦૦૧ના રોજ સૂર્યાસ્ત બાદ ઉજવવામાં આવશે. આ તારીખ ભૂલી ન જાવ માટે એની નોંધ રાખો. તમારા વિસ્તારના યહોવાહના સાક્ષીઓ તમને સભાનું સ્થળ અને સમય વિષેની માહિતી આપશે.