સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વરના નામને દોષમુક્ત કરવામાં આવ્યું

પરમેશ્વરના નામને દોષમુક્ત કરવામાં આવ્યું

રાજ્ય પ્રચારકોના અનુભવ

પરમેશ્વરના નામને દોષમુક્ત કરવામાં આવ્યું

પરમેશ્વરનો શબ્દ, બાઇબલ કહે છે: “વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરૂદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં રૂડાં કામ જોઈને ન્યાયકરણને દિવસે દેવની સ્તુતિ કરે.” (૧ પીતર ૨:૧૨) તેથી, સાચા ખ્રિસ્તીઓ યહોવાહના નામ પર કોઈ દોષ ન લગાડે માટે પોતાની સારી વર્તણૂક જાળવી રાખે છે.

ઝાંબિયામાં દૂરના એક સીનાગાના ગામમાં એક શિક્ષકના ઘરમાંથી રેડિયો ચોરાઈ ગયો હતો. યહોવાહના સાક્ષીઓ એ વિસ્તારમાં પ્રચાર કરતા હોવાથી, એ માણસે તેઓ પર ચોરીનો આરોપ મૂક્યો. તેણે પોલીસ પાસે જઈને, યહોવાહના સાક્ષીઓએ પોતાનો રેડિયો ચોર્યો છે એવી ફરિયાદ કરી. યહોવાહના સાક્ષીઓ તેના ઘરે ગયા હતા એના પુરાવા તરીકે તેણે પોતાના ઘરમાં ભોંયતળિયેથી મળેલી એક પત્રિકા રજૂ કરી. તેમ છતાં, પોલીસે તેણે જે કહ્યું એ માનવાનો નકાર કર્યો. તેઓએ તેને જઈને હજુ પણ બરાબર તપાસ કરવાની સલાહ આપી.

એ દિવસે એ શિક્ષકના વિસ્તારમાં જે સાક્ષીઓએ પ્રચાર કર્યો હતો તેઓને વડીલોના જૂથે, એ શિક્ષકના ઘરે જઈને એ વિષે વાત કરવાનું ઉત્તેજન આપ્યું. કેટલાક ભાઈઓ ત્યાં ગયા અને શિક્ષક સાથે વાત કરીને તેને સમજાવ્યું કે તેઓ યહોવાહના નામ પર લગાવવામાં આવેલા કલંકને દૂર કરવા ઇચ્છે છે. ચર્ચા દરમિયાન, ભાઈઓએ તેને કહ્યું કે તેઓ એક યુવાન વ્યક્તિને એ ઘરમાં મળ્યા હતા અને તેને એ પત્રિકા આપી હતી. તેઓએ કરેલા વર્ણનથી, શિક્ષકે એ વ્યક્તિને ઓળખી કાઢી. હકીકતમાં, તે તેના જ ચર્ચની વ્યક્તિ હતી. શિક્ષકે તેની સાથે વાત કરી, પરંતુ તેણે પોતાનો ગુનો કબૂલ્યો નહિ. ત્યાર પછી શિક્ષકે એ વિષે એ યુવાનના માબાપ સાથે ચર્ચા કરી અને ઘરે પાછા આવ્યા. એક કલાકની અંદર જ, તે યુવાનની મમ્મી ચોરેલો રેડિયો લઈને પાછી આવી.

પોતાની ભૂલ સમજાતા, એ શિક્ષક વડીલોના જૂથ પાસે ગયો અને તેઓ પર જૂઠો આરોપ મૂકવા બદલ માફી માંગી. વડીલોએ તેને માફ કરી દીધો પરંતુ તેને વિનંતી કરી કે સાચી બાબત શું હતી એ દરેક વ્યક્તિને જણાવવામાં આવે, જેથી બધાને ખબર પડે કે યહોવાહના સાક્ષીઓ નિર્દોષ હતા. પછી શાળામાં એ વિષે જાહેરાત કરવામાં આવી અને આમ યહોવાહના નામ પરથી કલંક દૂર કરવામાં આવ્યું. હવે યહોવાહના સાક્ષીઓ એ વિસ્તારમાં મુક્ત રીતે પ્રચાર કરી શકે છે.

[નકશો/પાન ૧૯ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

આ ફ્રિ કા

ઝાંબિયા

[ક્રેડીટ લાઈન]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.