સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“યહોવાહે મને ઘણો આશીર્વાદ આપ્યો છે!”

“યહોવાહે મને ઘણો આશીર્વાદ આપ્યો છે!”

“યહોવાહે મને ઘણો આશીર્વાદ આપ્યો છે!”

માર્ચ ૧૯૮૫ની એક આહ્‍લાદક સાંજ હતી. ન્યૂયૉર્ક, યુ.એસ.એ.માં યહોવાહના સાક્ષીઓના મુખ્યમથકે રાઈટીંગ ડિપાર્ટમેન્ટના ભાઈબહેનો ભેગા મળ્યા. કાર્લ એફ. ક્લેઈને ત્યારે પૂરા સમયની સેવામાં ૬૦ વર્ષ પૂરા કર્યા હતા. ઉત્સાહથી ભાઈ ક્લેઈને કહ્યું: “યહોવાહે મને ઘણો આશીર્વાદ આપ્યો છે!” તેમણે જણાવ્યું કે ગીતશાસ્ત્ર ૩૭:૪ તેમની સૌથી મનપસંદ કલમ હતી. પછી તેમણે વાયોલીન વગાડીને બધાને આનંદિત કર્યા.

છેલ્લા ૧૫ વર્ષથી, ભાઈ ક્લેઈને રાઈટીંગ ડિપાર્ટમેન્ટમાં અને યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના એક સભ્ય તરીકે કામ કર્યું. જાન્યુઆરી ૩, ૨૦૦૧ના રોજ ૯૫ વર્ષની વયે, કાર્લ ક્લેઈને પોતાનું પૃથ્વી પરનું જીવન પૂરું કર્યું.

કાર્લનો જન્મ જર્મનીમાં થયો હતો. તેમનું કુટુંબ અમેરિકામાં રહેવા ગયું અને કાર્લ ઇલિનોઈ, શિકાગો શહેરના એક નગરમાં મોટા થયા. યુવાન વયથી જ કાર્લ અને તેના નાના ભાઈ ટેડ બાઇબલમાં ઊંડો રસ ધરાવતા હતા. કાર્લ ૧૯૧૮માં બાપ્તિસ્મા પામ્યા અને ૧૯૨૨માં બાઇબલ વિદ્યાર્થીઓના મહાસંમેલનમાં સાંભળેલી રોમાંચક બાબતોથી તેમને પ્રચાર કાર્ય પ્રત્યે એવો પ્રેમ ઊભરી આવ્યો જે જીવનપર્યંત ટકી રહ્યો. દર સપ્તાહે તે પ્રચાર કાર્યમાં ભાગ લેતા, અને તેમના જીવનના છેલ્લા અઠવાડિયાઓમાં પણ તેમણે પ્રચાર કાર્યમાં ભાગ લીધો હતો.

કાર્લ ૧૯૨૫માં મુખ્યમથકના સભ્ય બન્યા, સૌ પ્રથમ તેમણે પ્રિન્ટીંગ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું. સંગીત તો તેમને ખૂબ જ ગમતું હતું. તેથી કેટલાંક વર્ષો સુધી તેમણે રેડિયો પર સંસ્થા દ્વારા પ્રસારિત થતા કાર્યક્રમોમાં વાદ્યમંડળી સાથે વાયોલીન પણ વગાડ્યું હતું. ત્યાર પછી, તેમણે સર્વિસ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું. ત્યાં તેમણે તેમના નિરીક્ષક ટી. જે. સેલીવન સાથે કામ કરવાનો ખાસ આનંદ માણ્યો. એ સમય દરમિયાન, ટેડે ડોરીસ સાથે લગ્‍ન કર્યા અને પોર્ટો રિકોમાં મિશનરિ કાર્ય શરૂ કર્યું.

કાર્લ ક્લેઈને પચાસ વર્ષ સુધી રાઈટીંગ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું કે જ્યાં તેમણે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો. કેમ કે તેમને સંશોધન કરવાનું ખૂબ જ ગમતું હતું અને તેમની પાસે બાઇબલનું ઊંડું જ્ઞાન હતું. વર્ષ ૧૯૬૩માં કાર્લે બોલિવિયામાં સેવા કરતી માર્ગારેટા સાથે લગ્‍ન કર્યા જે જર્મન મિશનરિ હતી. માર્ગારેટાના પ્રેમાળ ટેકાથી, તે બીમારીમાં પણ પોતાનું કામ સફળતાપૂર્વક કરી શક્યા. પત્નીના પ્રેમાળ ટેકાથી તે મોટી ઉંમરે પણ સારું કામ કરી શકતા હતા જે ઉંમરે લોકો નિવૃત્ત થઈને આરામ કરતા હોય છે. તે પ્રમાણિક અને નિખાલસ હતા. તે ઉત્સાહી સંગીતકાર પણ હતા. એ કારણે તે મંડળો અને મહાસંમેલનોમાં યાદગાર વાર્તાલાપો આપતા હતા. પોતાના મરણના થોડા દિવસો પહેલાં જ, તેમણે ન્યૂયૉર્કના મોટા બેથેલ કુટુંબમાં સવારની શાસ્ત્રવચનની ચર્ચા હાથ ધરી હતી, જેનો બધાએ આનંદ માણીને લાભ ઉઠાવ્યો હતો.

ચોકીબુરજના ઘણા નિયમિત વાચકો, ભાઈ ક્લેઈનનો જીવનવૃત્તાંત અને તેમના ઉત્તેજન આપનાર અનુભવો યાદ કરશે જે ઑક્ટોબર ૧, ૧૯૮૪ (અંગ્રેજી)માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તમને પહેલી વાર કે ફરી વાર એ અહેવાલ વાંચવાનું ગમશે, ખાસ કરીને એ ધ્યાનમાં રાખીને કે એના લેખકે બીજા પંદર વર્ષ વફાદારીથી સમર્પિત ખ્રિસ્તી તરીકે સેવા કરી.

પ્રભુના અભિષિક્તોમાંના એક હોવાથી, ભાઈ ક્લેઈનની ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ્ય કરવાની હૃદયપૂર્વકની ઇચ્છા હતી. આપણે માનીએ છીએ કે યહોવાહે તેમની એ ઇચ્છા પૂરી કરી છે.—લુક ૨૨:૨૮-૩૦.

[પાન ૩૧ પર ચિત્ર]

ક્લેઈન ૧૯૪૩માં ટી. જે. સેલીવન, ટેડ અને ડોરીસ સાથે

[પાન ૩૧ પર ચિત્ર]

ઑક્ટોબર ૨૦૦૦માં કાર્લ અને માર્ગારેટા