‘જુઓ! મોટો સમુદાય!’
સંપૂર્ણ થઈને દૃઢ રહો
‘જુઓ! મોટો સમુદાય!’
એ પ્રશ્ન યહોવાહના સેવકોને દાયકાઓથી મૂંઝવી રહ્યો હતો. બાઇબલમાંથી એનો જવાબ મેળવવા માટે લાંબા સમયથી પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ત્યાર પછી એ ચર્ચાનો વિષય બની ગયો. પરંતુ છેવટે બાઇબલમાંથી તેઓને એનો જવાબ મળી ગયો. વર્ષ ૧૯૩૫માં વૉશિંગ્ટન, ડી. સી.માં યોજાયેલા મહાસંમેલનમાં એ જણાવવામાં આવ્યું ત્યારે, ત્યાં હાજર રહેનાર સર્વ શ્રોતાઓ સાંભળીને રોમાંચિત થઈ ગયા હતા!
ચર્ચાનો વિષય હતો: પ્રકટીકરણ ૭:૯માં ઉલ્લેખવામાં આવેલી “મોટી સભા” કે “મોટા સમુદાયને” કઈ રીતે ઓળખી શકાય? શું આ વર્ગના સભ્યો પણ સ્વર્ગમાં જશે?
લાંબા સમયથી ઊભો થયેલો પ્રશ્ન
પ્રેષિત યોહાનના સમયથી આપણા દિવસ સુધી, ખ્રિસ્તીઓ ‘મોટી સભાને’ ઓળખી શક્યા ન હતા. બાઇબલ વિદ્યાર્થીઓ મોટા સમુદાયને સ્વર્ગમાં જનારા બીજા વર્ગ તરીકે જોતા હતા, જેઓને બાઇબલ સત્યનું જ્ઞાન તો હતું પરંતુ તેઓ પ્રચાર કાર્યમાં બહુ ભાગ લેતા ન હતા.
તેમ છતાં, અભિષિક્ત ખ્રિસ્તીઓના અમુક સંગાથીઓ પ્રચાર કાર્યમાં ઘણા ઉત્સાહી હતા. પરંતુ તેઓને સ્વર્ગમાં જવાની કોઈ ઇચ્છા ન હતી. તેઓની આશા “કરોડો અત્યારે જીવે છે એ ક્યારેય મરશે નહિ” એ જાહેર વાર્તાલાપના સુમેળમાં હતી. એ ખાસ વિષય પર ૧૯૧૮થી ૧૯૨૨ સુધી યહોવાહના લોકો અનેક જગ્યાઓએ વાર્તાલાપ આપતા હતા. આ લોકોને પૃથ્વી પર હંમેશ માટે જીવવાનો આશીર્વાદ મળવાનો હતો.
ઑક્ટોબર ૧૫, ૧૯૨૩ના વૉચટાવરમાં ઈસુએ આપેલા ઘેટાં અને બકરાંના દૃષ્ટાંતની ચર્ચા કરવામાં આવી: “ઘેટાં સર્વ દેશના લોકોને બતાવે છે. તેઓ અભિષિક્ત ખ્રિસ્તીઓ નથી પરંતુ ન્યાયી વ્યક્તિઓ છે જેઓ મનથી ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે સ્વીકારે છે, અને તેઓ તેમના રાજ્ય હેઠળ સારા જીવનની અપેક્ષા રાખે છે.”—માત્થી ૨૫:૩૧-૪૬.
વધતો જતો પ્રકાશ
વર્ષ ૧૯૩૧માં, વિન્ડીકેશન નામના પહેલા પુસ્તકમાં હઝકીએલના પ્રકરણ નવની ચર્ચા કરવામાં આવી. એમાં જગતના અંતના સમયે બચી જનારાઓ, કે જેઓના કપાળ પર ચિહ્ન કરવામાં આવ્યું છે તેઓને ઈસુના દૃષ્ટાંતમાંના ઘેટા તરીકે ઓળખવામાં આવ્યા. ત્યાર પછી વિન્ડીકેશનના (૧૯૩૨માં પ્રકાશિત) ત્રીજા પુસ્તકે બતાવ્યું કે બિનઈસ્રાએલી વ્યક્તિ યહોનાદાબનું હૃદય શુદ્ધ હતું. તે ઈસ્રાએલના નિયુક્ત થએલા રાજા યેહૂ સાથે રથમાં ચઢી ગયા અને તેમણે જૂઠા ઉપાસકોને ખતમ કરવાનો યેહૂનો ઉત્સાહ જોયો. (૨ રાજા ૧૦:૧૫-૨૮) એમાં એ પણ બતાવ્યું: “યહોનાદાબ હાલમાં પૃથ્વી પરના વર્ગને બતાવે છે કે જેઓ શેતાનના સંગઠનનો ભાગ નથી. આરમાગેદોનનું યુદ્ધ આવશે ત્યારે પ્રભુ તેઓને સર્વ મુશ્કેલીઓમાંથી બચાવશે અને પૃથ્વી પર હંમેશ માટેનું જીવન આપશે. એ ‘ઘેટા’ વર્ગને બતાવે છે.”
વર્ષ ૧૯૩૪માં વૉચટાવરમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે પૃથ્વી પર જીવવાની આશા રાખનારા ખ્રિસ્તીઓએ યહોવાહને પોતાનું સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવું જોઈએ. ખરેખર, આ પૃથ્વી પર જીવવાની આશા ધરાવતા વર્ગ વિષેનો પ્રકાશ વધતો જતો હતો!—નીતિવચન ૪:૧૮.
વધતી જતી સમજણ
પ્રકટીકરણ ૭:૯-૧૭ની સમજણ હવે વધુ પ્રકાશવાની હતી. (ગીતશાસ્ત્ર ૯૭:૧૧) વૉચટાવર એવી આશા રાખતું હતું કે મે ૩૦થી જૂન ૩, ૧૯૩૫માં વૉશિંગ્ટન, ડી. સી., યુ.એસ.એ.માં થનાર મહાસંમેલનમાંથી જેઓ યહોનાદાબ વર્ગથી ઓળખાય છે તેઓને “ખરેખર દિલાસો અને લાભ” થશે, અને એમ જ થયું!
જે. એફ. રધરફર્ડે મહાસંમેલનમાં હાજર રહેનાર લગભગ ૨૦,૦૦૦ વ્યક્તિઓને આ રોમાંચક પ્રકટીકરણ ૭:૯માં જોવા મળતી “મોટી સભા” છે. (યોહાન ૧૦:૧૬) એ વાર્તાલાપના અંતે ભાઈ રધરફર્ડે પૂછ્યું: “આ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખતા હોવ તો શું તમે ઊભા થશો? શ્રોતાઓમાંથી મોટા ભાગના બધા જ લોકો ઊભા થયા ત્યારે, ભાઈ રધરફર્ડ જાહેર કર્યું: “જુઓ! મોટો સમુદાય!” પ્રથમ એકદમ શાંતિ છવાઈ ગઈ, પછી મોટો આનંદ અને ગણગણાટ પણ સંભળાતો હતો. ત્યાર પછીના દિવસે, ૮૪૦ નવી વ્યક્તિઓએ યહોવાહના સાક્ષીઓ તરીકે બાપ્તિસ્મા લીધું અને તેઓમાંના મોટા ભાગના મોટા ટોળાના હતા.
વાર્તાલાપ આપ્યો. એ બાઇબલ આધારિત વાર્તાલાપે પુરવાર કર્યું કે આધુનિક દિવસના “બીજાં ઘેટાં” એ જનોંધપાત્ર હાજરી
વર્ષ ૧૯૩૫ પહેલાં જેઓએ બાઇબલ સંદેશો સ્વીકાર્યો હતો તેઓ પછી ઉત્સાહથી પ્રચાર કાર્યમાં ભાગ લેવા લાગ્યા અને તેઓમાંથી બધા જ ન્યાયી નવી પૃથ્વી પર હંમેશ માટે જીવવાની ઇચ્છા રાખતા હતા. તેઓને સ્વર્ગમાં જવાની કોઈ ઇચ્છા ન હતી, કેમ કે પરમેશ્વરે તેઓને સ્વર્ગીય જીવનની કોઈ આશા આપી ન હતી. તેઓએ પોતાને બીજા ઘેટાં કે મોટા સમુદાય તરીકે ઓળખાવ્યા ત્યારે એ સ્પષ્ટ થયું કે ૧૯૩૫ સુધીમાં ૧,૪૪,૦૦૦ અભિષિક્ત ખ્રિસ્તીઓ મોટા ભાગે પસંદ થઈ ગયા હતા.—પ્રકટીકરણ ૭:૪.
બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે, શેતાને મોટા સમુદાયને ભેગો થતા અટકાવવા આકાશ પાતાળ એક કર્યા. તેથી ઘણા દેશોમાં પ્રચાર કાર્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એ અઘરા સમયમાં તેમ જ જાન્યુઆરી ૧૯૪૨માં પોતાના મરણ પહેલાં, ભાઈ રધરફર્ડે આમ કહ્યું હતું: “એવું લાગે છે કે ‘મોટા સમુદાયને’ હજુ વધારે પ્રમાણમાં ભેગા કરી શકાશે નહિ.”
પરંતુ પરમેશ્વરના આશીર્વાદથી, બાબતો એના કરતાં વધારે સારી બની છે. અભિષિક્ત ખ્રિસ્તીઓ અને તેઓના સંગાથીઓ, બીજા ઘેટાં ‘સંપૂર્ણ થઈને દૃઢ રહ્યા’ અને શિષ્યો બનાવવાના કામમાં લાગુ રહ્યા. (કોલોસી ૪:૧૨; માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) વર્ષ ૧૯૪૬ સુધીમાં તો જગતવ્યાપી ૧,૭૬,૪૫૬ યહોવાહના સાક્ષીઓ પ્રચાર કાર્યમાં ભાગ લઈ રહ્યા હતા અને તેઓમાંના મોટા ભાગના મોટા સમુદાયના હતા. વર્ષ ૨૦૦૦માં, ૨૩૫ દેશોમાં સાઠ લાખ કરતાં પણ વધારે સાક્ષીઓ યહોવાહની વફાદારીપૂર્વક સેવા કરી રહ્યાં છે. એ ખરેખર મોટો સમુદાય છે! અને આજે તેઓની સંખ્યા દિવસે દિવસે વધતી જ જાય છે.