સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ અભ્યાસ શું એ તમારા માટે લાભદાયી છે?

બાઇબલ અભ્યાસ શું એ તમારા માટે લાભદાયી છે?

બાઇબલ અભ્યાસ શું એ તમારા માટે લાભદાયી છે?

“પાદરીની ગેરહાજરીમાં આ બાઇબલ વાંચવું નહિ.” આવી ચેતવણી અમુક કૅથલિક બાઇબલોના પહેલા પાન પર જોવા મળે છે. લૉસ એન્જલસની કૅથલિક બાઇબલ સંસ્થામાં કામ કરતી, કેય મ્યુરડી કહે છે, “અમને કૅથલિકોને હંમેશા બાઇબલ વાંચવાની મનાઈ કરવામાં આવી હતી. પરંતુ હવે એમાં ફેરફારો થઈ રહ્યા છે.” એક વાર કૅથલિકોને ખબર પડે છે કે પવિત્ર શાસ્ત્ર વાંચવાથી તેઓને કેટલા ફાયદાઓ થાય છે ત્યારે, “તેઓમાં આપોઆપ બાઇબલ વાંચવાની ભૂખ અને તીવ્ર ઇચ્છા ઊભી થાય છે.”

એ ફેરફાર વિષે યુ.એસ. કૅથલિક મેગેઝિને ધાર્મિક શિક્ષાના એક સંચાલકને આમ ટાંકતા લખ્યું કે, જે કૅથલિક લોકો બાઇબલ અભ્યાસના વર્ગમાં જોડાયા છે તેઓને લાગે છે કે “બાઇબલમાં પુષ્કળ ખજાનો રહેલો છે, પરંતુ કૅથલિક હોવા છતાં તેઓને એનાથી દૂર રાખવામાં આવ્યા હતા. હવે તેઓ એમાંથી થોડોક ખજાનો મેળવવા ઇચ્છે છે.”

બાબત ભલે ગમે તે હોય, પરંતુ બાઇબલનો અભ્યાસ કરવાથી કયો “ખજાનો” મળે છે? જરા વિચારો: શું તમને એ જાણવું નહિ ગમે કે જીવનની મુશ્કેલીઓનો આપણે કઈ રીતે સફળતાથી સામનો કરી શકીએ? કઈ રીતે તમે કુટુંબમાં શાંતિ જાળવી રાખી શકો? શા માટે આજે લોકો સ્વાર્થી બની ગયા છે અને ખરાબ રીતે વર્તે છે? શા માટે આજના યુવાનો હિંસક બની જાય છે? આ અને આના જેવા બીજા ઘણા ગૂંચવણભર્યા પ્રશ્નોના ભરોસાપાત્ર જવાબો પરમેશ્વરના શબ્દ બાઇબલમાંથી મળી આવે છે, અને એ જવાબો જાણવાથી “ખજાનો” મળી શકે છે. એ ફક્ત કૅથલિકો માટે જ નહિ, પરંતુ પ્રોટેસ્ટંટ, બૌદ્ધ, હિન્દુ, મુસ્લિમ અને શિન્ટો ધર્મના સર્વ લોકો માટે છે. એટલું જ નહિ પરંતુ નાસ્તિકો અને પરમેશ્વરના અસ્તિત્વ વિષે શંકા ધરાવતા લોકો પણ એમાંથી લાભ મેળવી શકે છે. જેમ ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું, ‘પરમેશ્વરનું વચન મારા પગોને સારૂં દીવારૂપ છે; તે મારા માર્ગને સારૂ અજવાળારૂપ છે.’ હા, એ તમારા માટે પણ સાચું સાબિત થઈ થઈ શકે છે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫.