“મિત્રના કરેલા ઘા”
“મિત્રના કરેલા ઘા”
પ્રેષિત પાઊલને પ્રથમ સદીના ગલાતીના ખ્રિસ્તીઓને અમુક સુધારો કરવા ઠપકો આપવાની જરૂર લાગી. પરંતુ એ પહેલાં, કોઈ પ્રકારની ખાર પેદા ન થાય માટે તેમણે પૂછ્યું: “ત્યારે શું તમને સાચું કહેવાથી હું તમારો દુશ્મન થયો છું?”—ગલાતી ૪:૧૬.
“સાચું કહેવાથી” પાઊલ કંઈ તેમના દુશ્મન બન્યા ન હતા. હકીકતમાં, તે બાઇબલ સિદ્ધાંત પ્રમાણે વર્તી રહ્યા હતા: “મિત્રના કરેલા ઘા પ્રામાણિક છે.” (નીતિવચન ૨૭:૬) પાઊલ જાણતા હતા કે ભૂલ કરનારાઓનું સ્વમાન ઘવાય શકે છે. પરંતુ, તે એ પણ જાણતા હતા કે પાપીને જરૂરી શિસ્ત નહિ આપવાનો અર્થ એમ થશે કે તે પાપી પ્રત્યે પરમેશ્વર યહોવાહનો પ્રેમ બતાવવામાં આવ્યો નથી. (હેબ્રી ૧૨:૫-૭) તેથી મંડળના લાંબાગાળાના હિતમાં એક વિશ્વાસુ મિત્ર તરીકે તેઓને સુધારણાની સલાહ આપવામાં પાઊલે પીછેહઠ કરી ન હતી.
આજે, યહોવાહના સાક્ષીઓ ‘સર્વ દેશનાઓને શિષ્ય કરવાનું અને [ઈસુએ આપેલી] સર્વ આજ્ઞા પાળવાનું તેઓને શીખવીને’ પોતાના કાર્યને પરિપૂર્ણ કરી રહ્યા છે. આમ કરવામાં, આ સાચા ખ્રિસ્તીઓ બાઇબલ સત્ય સાથે સમાધાન કરતા નથી અને બાઇબલ ઉઘાડા પાડે છે એવાં દોષિત શિક્ષણો તથા બિનખ્રિસ્તી વર્તણૂકથી તેઓ દૂર રહે છે. (માત્થી ૧૫:૯; ૨૩:૯; ૨૮:૧૯, ૨૦; ૧ કોરીંથી ૬:૯, ૧૦) આમ, તેઓ કંઈ દુશ્મનો નથી, પરંતુ તેઓ સાચા મિત્રોની જેમ બીજાઓમાં રસ લે છે.
પરમેશ્વરની પ્રેરણાથી ગીતશાસ્ત્રના લેખકે લખ્યું: “ન્યાયી માણસ મને ફટકા મારે તો તે હું કૃપા સમજીશ; તે મને ઠપકો દે, તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે; મારૂં માથું તેનો નકાર નહિ કરે.”—ગીતશાસ્ત્ર ૧૪૧:૫.