સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઊંડી અસર

ઊંડી અસર

ઊંડી અસર

દર વર્ષે યહોવાહના સાક્ષીઓ પોતાના દેશોમાં ખ્રિસ્તી સંમેલનો અને મહાસંમેલનો માટે ભેગા મળતા હોય છે. તેઓ આધ્યાત્મિક રીતે ઉત્તેજન આપનારી માહિતી મેળવવા અને બીજા ભાઈ-બહેનોની સંગતનો આનંદ માણવા ભેગા મળે છે. એ ઉપરાંત, આ પ્રસંગોએ બીજી એવી ઘણી બાબતો છે જે ત્યાં આવેલા લોકો પર ઊંડી અસર કરતી હોય છે.

દાખલા તરીકે, જુલાઈ ૧૯૯૯માં મોઝામ્બિકમાં હજારો સાક્ષીઓ “દેવનો પ્રબોધકીય શબ્દ” મહાસંમેલનમાં ત્રણ દિવસ માટે ભેગા થયા હતા. હાજર રહેનારાઓમાં ઘણા લોકો તો ત્યાં પહેલી વાર આવ્યા હતા. તેઓએ મંચ પરથી જે સાંભળ્યું એનાથી જ નહિ, પરંતુ પોતાની આસપાસ જે જોયું એનાથી પણ ખૂબ પ્રભાવિત થયા.

માપ્યુટો સંમેલન હોલમાં એક વ્યક્તિએ કહ્યું: “મેં મારા જીવનમાં આવી સુંદર જગ્યા ક્યારેય જોઈ નથી! દરેક બાથરૂમમાં સાબુ અને અરીસો હતો. વળી એની સ્વચ્છતા ઊડીને આંખે વળગે એવી હતી. ત્યાંનું વાતાવરણ એકદમ શાંત હતું અને બાળકો તરફથી કોલાહલનો કોઈ પણ અવાજ સંભળાતો ન હતો. ત્યાં કોઈ ધક્કામુક્કી પણ ન હતી! મેં આનંદિત યુવાનોને ઉત્તેજન આપનારી વાતચીત કરતા જોયા. દરેક વ્યક્તિએ જે સ્વચ્છ અને સુઘડ કપડાં પહેર્યા હતા એનાથી પણ હું ઘણી પ્રભાવિત થઈ. હવે ફરી વાર હું મારા બાળકોને લઈને આવીશ અને મારા પતિને પણ મનાવીશ કે આપણે આ મહાસંમેલનમાં હાજર રહેવું જ જોઈએ.”

હા, યહોવાહના સાક્ષીઓની નિખાલસતા, પ્રામાણિકતા અને શારીરિક સ્વચ્છતા તરત જ દેખાઈ આવે છે. પરંતુ શા માટે સાક્ષીઓ ભિન્‍ન છે? એનું કારણ એ છે કે તેઓ બાઇબલમાંથી શીખેલી બાબતોને પોતાના જીવનમાં લાગુ પાડવાનો પૂરો પ્રયત્ન કરે છે. તો પછી, શા માટે તમે પણ આ વર્ષે થનારા તેઓના મહાસંમેલનમાં અથવા દર સપ્તાહે તેઓના સ્થાનિક રાજ્યગૃહમાં યોજાતી સભાઓમાં તેઓની સાથે જઈને પોતાની આંખે જોતા નથી?

[પાન ૩૨ પર ચિત્ર]

ઝાંબિયા

[પાન ૩૨ પર ચિત્ર]

કેન્યા

[પાન ૩૨ પર ચિત્ર]

મોઝામ્બિક